ફર્નીચર વેચતી દેશની સૌથી મોટી ઓનલાઇન કંપનીના માલિકનું લેહમાં ટ્રેકિંગ વખતે મોત

PC: punjabkesari.in

ઓમનીચેનલ ફર્નીચર કંપની પેપરફ્રાઈ(Pepperfry)ના કો-ફાઉન્ડર અને CEO અંબરીશ મૂર્તિનું હાર્ટએટેકથી સોમવારે નિધન થયું છે. તેઓ 51 વર્ષના હતા. પેપરફ્રાઈના કોફાઉન્ડર આશીષ શાહે મંગળવારે સવારે ટ્વીટ કરી આ જાણકારી આપી. તેમણે ટ્વીટ કરી કે, જણાવતા ખૂબ જ દુઃખ થઇ રહ્યું છે કે મારા મિત્ર, ગુરુ, ભાઈ, આત્મીય સાથી અંબરીશ મૂર્તિ હવે હયાત નથી. સોમવારે રાતે લેહમાં હાર્ટએટેકથી અમે તેમને ગુમાવી દીધા. તેમના માટે પ્રાર્થના કરો.

અંબરીશ મૂર્તિ ટ્રેકિંગ માટે ઘણીવાર લેહ ગયા છે. તેમને એડવેંચર સ્પોર્ટ, ટ્રેકિંગ, બાઈક રાઇડિંગનો ઘણો શોખ હતો. કામથી થોડો સમય કાઢી તેઓ મોટેભાગે ટ્રેકિંગ માટે લેહ જતા રહેતા હતા. લેહથી તેમને ઘણો લગાવ હતો. છેલ્લો શ્વાસ પણ તેમણે ત્યાં જ લીધો.

લેહમાં ટ્રેકિંગ માટે પહોંચેલા અંબરીશ મૂર્તિએ નિધનના થોડા કલાક પહેલા જ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો. જેમાં તેમણે પોતાની બાઈક અને લેહની સુંદરતા દેખાડી.

જણાવીએ કે, 2012માં અંબરીશ મૂર્તિએ આશીષ શાહની સાથે પેપરફ્રાઈની શરૂઆત કરી અને લીડિંગ ઓનલાઇન ફર્નીચર રિટેલર કંપની બનાવી. અંબરીશ મૂર્તિ પેપરફ્રાઈના IPO દ્વારા શેર માર્કેટમાં લિસ્ટિંગની યોજના બનાવી રહ્યા હતા.

અંબરીશ મૂર્તિએ પોતાના કરિયરની શરૂઆત જૂન 1996થી કરી હતી. જ્યારે તેઓ કેડબરીના સેલ્સ અને માર્કેટિંગથી જોડાયા. સાડા પાંચ વર્ષ સુધી આ ચોકલેટ કંપનીની સાથે કામ કર્યા પછી મૂર્તિએ ફાયનાન્શ્યિલ સેક્ટરમાં પ્રવેશ કર્યો અને વીપી માર્કેટિંગ અને કન્ઝ્યૂમર સર્વિસના રૂપમાં પ્રૂડેંશ્યિલ ICICI AMC(હવે ICICI પ્રૂડેંશ્યિલ)માં સામેલ થયા. જ્યાં તેમણે લગભગ 2 વર્ષ કામ કર્યું. ત્યાર પછી તેઓ લેવી સાથે જોડાયા. પાંચ મહિના સુધી મૂર્તિ આ કંપની સાથે જોડાયા.

તેમણે બિસ્કિટ કંપની બ્રિટાનિયામાં માર્કેટિંગ મેનેજરના રૂપમાં પણ કામ કર્યું. બ્રિટાનિયાની સાથે 7 મહિના સુધી કામ કર્યા પછી તેઓ eBayમાં સામેલ થયા. જ્યાં તેઓ ફિલીપિંસ, મલેશિયા અને ભારત માટે કંટ્રી મેનેજર હતા. તેમણે ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp