પૈસા તૈયાર રાખજો, આવતા અઠવાડિયે આ 4 IPO ખૂલવાના છે

IPO રોકાણકારો પાસે પ્રાઇમરી માર્કેટમાંથી કમાણી કરવાના કેટલાક શાનદાર મોકા આવી રહ્યા છે. આવતા સપ્તાહમાં 4 કંપનીઓ પોતાના IPO લોન્ચ કરવા જઇ રહી છે. તેમાંથી એક મેનબોર્ડ IPO છે જ્યારે અન્ય 3 IPO SME સેગમેન્ટના છે. આ કંપનીઓમાં આત્મજ હેલ્થકેર, HMA એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, વીફીન સોલ્યુશન્સ અને એસ્સેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ શામેલ છે. આ ચાર કંપનીઓનો લક્ષ્ય આગામી સપ્તાહમાં પબ્લિક ઇશ્યુ દ્વારા 630 કરોડ રૂપિયાથી વધારે એકઠા કરવાનો છે.
ગુજરાત સ્થિત હેલ્થ કેર સર્વિસ પ્રોવાઇડ કરનારી કંપની આત્મજ હેલ્થકેર પહેલી કંપની છે જેનો આગામી સપ્તાહમાં IPO આવી રહ્યો છે. આ IPO 19મી જૂનના રોજ સબ્સ્ક્રાઇબ કરી શકાશે અને રોકાણકારો તેમાં 21મી જૂન સુધી રોકાણ કરી શકશે. આ ફિક્સ્ડ પ્રાઇસ ઇશ્યુ છે, જેની કિંમત 60 રૂપિયા પ્રતિ શેર છે. તેના હેઠળ 64 લાખ શેર જારી કરીને 38.40 કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના છે. આ IPOનું લિસ્ટિંગ 30મી જૂનના રોજ થશે.
આત્મજ જ્યુપિટર હોસ્પિટલ્સના નામથી પોતાની હોસ્પિટલોને ઓપરેટ કરે છે. આ વડોદરા, ગુજરાતની હોસ્પિટલોના માધ્યમથી 175 બેડ સુધી વધારી શકાય તેવી 130 બેડની કુલ બેડ કેપેસિટી સાથે દર્દીઓને હેલ્થ કેર સર્વિસ પ્રદાન કરે છે. IPO ફંડનો ઉપયોગ દેવું ચૂકવવા અને અધિગ્રહણ અને અન્ય સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ માટે કરવામાં આવશે. કંપની સામાન્ય કોર્પોરેટર ખર્ચા અને ઇશ્યુ ખર્ચા સિવાય, મેડિકલ ઇક્વિપમેન્ટ પણ ખરીદશે અને પબ્લિક ઇશ્યુ મનીના માધ્યમથી પોતાની વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરા કરશે.
આ IPO મેનબોર્ડ સેગમેન્ટથી છે, જે 20મી જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. આ IPO માટે 555થી 585 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. કંપની પહેલા પબ્લિક ઇશ્યુ દ્વારા 480 કરોડ રૂપિયા એકઠા કરવા માગતી હતી. તેના હેઠળ 150 કરોડ રૂપિયાની ફ્રેશ ઇક્વિટી જારી કરાશે અને તેના સિવાય, પ્રમોટર્સ 330 કરોડ રૂપિયાના શેરોનું વેચાણ ઓફર ફોર સેલના માધ્યમથી કરશે. એટલે કે, ઓફરનો લગભગ 70 ટકા હિસ્સો પ્રમોટર્સ પાસે જઇ રહ્યો છે.
આ કંપની પાસે ડિસેમ્બર 2022 સુધી 340 કરોડ રૂપિયાનું દેવું છે. કંપની સામાન્ય કોર્પોરેટ ઉદેશ્યો સિવાય વર્કિંગ કેપિટલની જરૂરિયાત પુરી કરવા માટે નવા ઇશ્યુની આવકનો ઉપયોગ કરશે. આ ઓફર 23મી જૂનના રોજ બંધ થશે અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર 4 જૂલાઇના રોજ લિસ્ટ થશે.
આ લિસ્ટમાં આગામી સપ્તાહમાં ખુલનારો ત્રીજો IPO વીફીન સોલ્યુશન્સ છે. BSE SME IPO માટે બોલી 22મી જૂનથી શરૂ થશે અને 26મી જૂન સુધી ચાલશે. ડિજિટલ લેન્ડિંગ અને સપ્લાઇ ચેન ફાઇનાન્સ ટેક્નોલોજી પ્રોડક્ટ સોલ્યુશન્સ કંપનીનો ઇરાદો આ ઇશ્યુ દ્વારા 46.7 કરોડ રૂપિયા એકઠા કરવાનો છે. તેના માટે 82 રૂપિયાની ફિક્સ્ડ પ્રાઇસ રાખવામાં આવી છે.
ફ્રેશ ઇશ્યુ દ્વારા પ્રાપ્ત શુદ્ધ આવકનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો સિવાય ગ્લોબલ સેલ્સ અને માર્કેટિંગ એક્સ્પેન્ડિચર માટે કરવામાં આવશે. તેની સાથે જ નવા પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને મેન્ટેનન્સ, હાલની પ્રોડક્ટ્સને અપગ્રેડ કે અપડેટ કરવામાં પણ ફંડનો ઉપયોગ કરવામાં આવશે.
આવનારા સપ્તાહમાં લોન્ચ થનારો છેલ્લો IPO એસ્સેન સ્પેશિયાલિટી ફિલ્મ્સ હશે, જે હોમ ઇમ્પ્રુવમેન્ટ અને હોમ ફર્નિશિંગ ઇન્ડસ્ટ્રી માટે સ્પેશિયાલિટી પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવે છે. આ IPO 23મી જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 27મી જૂનના રોજ બંધ થશે. આ IPO માટે 101થી 107 રૂપિયા પ્રતિ શેરનો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે.
IPO હેઠળ 66 કરોડ રૂપિયાથી વધારેની રકમ એકઠી કરવામાં આવશે. તેના હેઠળ 46.9 લાખ ફ્રેશ શેર જારી કરવામાં આવશે અને 15 લાખ શેરોનું વેચાણ ઓફર ફોર સેલ હેઠળ કરવામાં આવશે. ફંડનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો સિવાય, દેવું ચૂકવવા અને વર્કિંગ કેપિટલની જરૂરિયાતોને પૂરી કરવા માટે થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp