75થી 475 રૂ.એ પહોંચ્યો આ શેર, રોકાણકારોને મળ્યું બંપર રિટર્ન

PC: businesstoday.com

પ્રાઝ ઈન્ડસ્ટ્રીઝ(praj industries) લિમિટેડના શેર પાછલા 3 વર્ષમાં મલ્ટીબેગરમાં ફેરવાઇ ગયા છે. આ શેર 28 ઓગસ્ટ 2020ના રોજ 74.9 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 28 ઓગસ્ટ 2023ના રોજ BSE પર આ કંપનીનો શેર 475.60 રૂપિયા પર ક્લોઝ થયો. પાછલા ત્રણ વર્ષોમાં આ કંપનીના શેરે 535 ટકા રિટર્ન આપ્યું છે. બે વર્ષમાં 40.7 ટકા અને એક વર્ષના સમય દરમિયાન શેર 22 ટકા ચઢ્યો છે. પ્રાઝ ઈન્ડસ્ટ્રીઝના શેરની તુલનામાં સેન્સેક્સ ત્રણ વર્ષોમાં 64.68 ટકા ઉછળ્યો છે.

બાયોટેક્નોલોજી સ્ટોકનું એક વર્ષમાં લૉ લેવલ 299 રૂપિયા છે અને 28 માર્ચ 2023ના રોજ આ સ્તરે પહોંચ્યું હતું. તો આનો હાઇ લેવલ 514 રૂપિયા છે. જે 22 ઓગસ્ટ 2023ના રોજ આ લેવલે પહોંચ્યું હતું. મંગળવારે આ કંપનીના શેર બીએસઈ પર 0.77 ટકાની તેજીની સાથે 480.20 રૂપિયા પર બિઝનેશ કરી રહ્યા હતા. કંપનીનો માર્કેટ કેપ 8737.39 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે.

ટેક્નિકલ ચાર્ટ પર આ કંપનીના શેરનું રિલેટિવ સ્ટ્રેંથ ઈન્ડેક્સ 58.6 પર છે. જે દર્શાવે છે કે આ ન તો ઓવરબોટ કે ન તો ઓવરસોલ્ડ ઝોનમાં વેપાર કરી રહ્યો છે. આ કંપનીના શેરોનો બીટા 0.7 છે. જે એક વર્ષમાં ખૂબ જ ઓછી અસ્થિરતાનો સંકેત આપે છે. આ શેર 20, 50,150,200 દિવસથી વધારે પણ 5 દિવસ અને 10 દિવસના મૂવિંગ સરેરાશથી ઓછા પર વેપાર કરી રહ્યા છે.

નાણાકીય પ્રદર્શન

કંપનીએ જૂન 2023 ક્વાર્ટરમાં 58.7 કરોડ રૂપિયાનો નફો નોંધ્યો, જ્યારે ગયા વર્ષે આ સમયમાં કંપનીને 41.3 કરોડ રૂપિયાનો નફો થયો હતો. ચાલુ વર્ષના પહેલા ક્વાર્ટરમાં ઓપરેશંસથી કંપનીનો રેવેન્યૂ વધીને 748.8 કરોડ રૂપિયા થઇ ગયો. જે એક વર્ષ પહેલાના સમયમાં 735.4 કરોડ રૂપિયા હતો. કંપનીનો નફો વધીને 75.5 કરોડ થયો છે. જે પાછલા નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં 55.9 કરોડ રૂપિયા હતો.

ટિપ્સ ટૂ ટ્રેડ્સના અભિજીતે કહ્યું કે, પ્રાઝ ઈન્ડસ્ટ્રીઝ 505 પર મજબૂત રજિસ્ટેંસની સાથે ડેલી ચાર્ટ પર નબળો દેખાઇ રહ્યો છે. 458ના સપોર્ટની નીચે ડેલી ક્લોઝિંગની નજીકના સમયમાં 429-382નો ટાર્ગેટ મળી શકે છે. એક્સિસ સિક્યોરિટીઝે 500 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈસની સાથે BUY રેટિંગ આપ્યું છે.

એક્સિસ સિક્યોરિટિઝે કહ્યું કે, ઘરેલૂ કારોબારના સારા સંકેત છે. કારણ કે નાણાકીય વર્ષ 2023માં ઈથેનોલ બ્લેડિંગ મજબૂત ગતિની સાથે ચાલું છે અને પોતાના ટાર્ગેટને પહેલાથી વધારે આગળ લઇ જવા તરફ છે. માટે 25xFY25E પર કંપનીનું વેલ્યૂએશન કરતા 500 રૂપિયાના ટાર્ગેટ પ્રાઈઝની સાથે પોતાની BUY રેટિંગ ચાલુ રાખે છે.

નોંધ - માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp