10 વર્ષની મહેનત બાદ ખરીદી XUV 700, આનંદ મહિન્દ્રા પાસે આશીર્વાદ માગતા તેમણે...

PC: twitter.com

પોતાની અજબ ગજબ અને મોટિવેશનલ પોસ્ટને લઇને સતત ચર્ચામાં રહેનારા આનંદ મહિન્દ્રાની એક નવી ટ્વીટ વાયરલ થઇ રહી છે. તેમાં એક વ્યક્તિ પોતની કમાણીથી નવી મહિન્દ્રા XUV700 ખરીદીને આનંદ મહિન્દ્રા પાસે આશીર્વાદ માગી રહ્યો હતો, તો મહિન્દ્રા ગ્રુપના ચેરમેને એવી વાત કહી કે જેને જોઇને લોકો તેમના વખાણ કરી રહ્યા છે.

મહિન્દ્રા સમૂહના ચેરમેન અને પદ્મ પુરસ્કારથી સમ્માનિત આનંદ મહિન્દ્રા સોશિલય મીડિયા પર પોતાની ખાસ પોસ્ટને લઇને જાણીતા છે. તેઓ ઘણી વખત કંઇકને કંઇક ટ્વીટ કરતા રહે છે, જે વાયરલ થયા કરે છે. હવે તેમણે મહિન્દ્રાની કારના એક ગ્રાહકનો ફોટો પોસ્ટ કર્યો છે. આ ગ્રાહકે પોતની 10 વર્ષની અથાગ મહેનત બાદ પોતાના સપનાની કાર ખરીદી અને ટ્વીટર પર કારની સાથે પોતાનો ફોટો મુકીને આનંદ મહિન્દ્રા પાસે આશિર્વાદ માગ્યા છે.

ગ્રાહકે આ ટ્વીટના જવાબમાં આનંદ મહિન્દ્રાએ રિપ્લાય આપતા કહ્યું કે, ધન્યવાદ, પણ તમે જ છો કે, જેમણે અમને મહિન્દ્રાની ગાડીને પોતાની પહેલી પસંદ બનાવીને આશિર્વાદ આપ્યા છે. અશોક કુમાર નામના આ વ્યક્તિને અભિનંદન આપતા તેમણે કહ્યું કે, તમને આ સફળતા તમારી મહેનત દ્વારા મળી છે અને લખ્યું કે, ‘Happy Motoring’.

ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં એક વ્યક્તિ મહિન્દ્રા કંપનીની નવી કાર સાથે ઉભેલો દેખાઇ રહ્યો છે. કાર પર ફૂલોની માળા લાગી છે અને તેના બોનેટ પર ફૂલ ચડાવેલા દેખાઇ રહ્યા છે. આનંદ મહિન્દ્રાની આ ટ્વીટ પર ટ્વીટર પર હાજર તેમના ફોલોઅર્સ સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ ટ્વીટને એક જ દિવસમાં 10 હજારથી પણ વધુ લાઇક મળી ચૂકી છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન ટ્વીટર પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે અને ઘણી વખત પોતાની પોસ્ટ અને તસવીરોને લઇને ચર્ચાનું કેન્દ્ર પણ બને છે. તેઓ પોતાની પોસ્ટ વિશે સતત તેમના ફોલોઅર્સની સલાહ પણ લેતા રહે છે. ટ્વીટર પર તેમના 94 લાખ કરતા વધારે ફોલોઅર્સ છે અને તેમની કરેલી પોર્ટ ઝડપથી વાયરલ પણ થઇ જાય છે. આનંદ મહિન્દ્રા પોતાના ટ્વીટર એકાઉન્ટ પર મોટિવેશનલ કોન્ટેન્ટ પોસ્ટ કરવા માટે પણ ખૂબ જાણીતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp