26th January selfie contest

સગાઈ બાદ અંબાણી પરિવારની થનારી વહુએ કરાવ્યું બ્રહ્મ ભોજ, લોકો કરી રહ્યા છે વખાણ

PC: twitter.com

મુકેશ અંબાણી અને તેમનો આખો પરિવાર ખૂબ જ ધાર્મિક અને પૂજા-પાઠમાં ગાઢ આસ્થા ધરાવે છે. તેઓ જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરે છે, ત્યારે ભગવાનના આશીર્વાદ લેવાનું નથી ભૂલતા. આવો જ કંઈક નજારો નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ સેરેમનીમાં જોવા મળ્યો હતો. દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ હાલમાં જ ગુજરાતના મોટા બિઝનેસમેન વીરેન મર્ચન્ટની દીકરી સાથે પોતાના નાના દીકરા અનંત અંબાણીનો સંબંધ ફીક્સ કર્યો છે, જેના માટે બંને પરિવારોએ ગત 29 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના શ્રીનાથજી મંદિરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઈ કરી દીધી.

આ વાતની જાણકારી રિલાયન્સ ગ્રુપે જાતે પ્રેસ રીલિઝ જાહેર કરીને આપી હતી. આ દરમિયાન અંબાણી પરિવારની થનારી વહુ ખૂબ જ ટ્રેડિશનલ કપડાં પહેરીને રેડી થઈ હતી, જેની તસવીરોએ લોકોનું ખૂબ ધ્યાન ખેંચ્યુ હતું. જોકે, આ દરમિયાન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થનારી વહુ રાધિકાનો લુક એવો હતો, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. આટલા ધનવાન પરિવાર સાથે સંબંધ જોડાયા બાદ પણ રાધિકા ખૂબ જ સાધારણ લુકમાં તૈયાર થઈ હતી. તેણે આ દરમિયાન મોંઘા ચણિયા-ચોળી પહેરવાને બદલે સિંપલ સૂટ પહેર્યો હતો.

આ વાત એ સમયની છે, જ્યારે સગાઈની રસમ પૂર્ણ કર્યા બાદ અંબાણી પરિવારે શ્રીનાથજી મંદિરમાં ત્યાં હાજર પંડિતો માટે બ્રહ્મ ભોજનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પરિવારની થનારી વહુએ તમામને ભોજન પીરસ્યું હતું, જેના માટે તેણે એક થ્રી પીસ ડ્રેસ પહેર્યો હતો.

રાધિકાએ પોતાના માટે એક શરારા પસંદ કર્યો હતો, જે મિક્સ્ડ ફેબ્રિકમાંથી બનેલો હતો. આ સેટમાં અપર થાઈસ સુધીની લંબાઈવાળો કુર્તો હતો, જેની સાથે પ્રિન્ટ પેટર્નવાળો શરારા પહેર્યો હતો. તેની સાથે તેણે નેટનો દુપટ્ટો પહેર્યો હતો. રાધિકાએ આ દરમિયાન નારંગી રંગનો કુર્તો પહેર્યો હતો.

આ આઉટફિટમાં કલર કોન્ટ્રાસ્ટ એડ કરવા માટે રાધિકાએ પિંક કલરનો દુપટ્ટો પહેર્યો હતો, જે નેટનો હતો. તેમજ આની સાથે ફ્લાવર પ્રિન્ટનો શરારા પહેર્યો હતો, જે હેવી ઘેર સાથે હતો. આઉટફિટ માટે ખૂબ જ સિમ્પલ ડિસન્ટ કલર્સ સિલેક્શન કરવામાં આવ્યું હતું, જે આ ખાસ અવસર માટે એકદમ પરફેક્ટ લાગી રહ્યું હતું.

આ આઉટફિટ સાથે રાધિકાએ લાઉડ મેકઅપને બદલે લાઈટ મેકઅપ કર્યો હતો. તેણે પોતાના લુકને નેચરલ રાખ્યો હતો, જેના કારણે તેના શાર્પ ફીચર્સ હાઈલાઈટ થઈ રહ્યા હતા. તેણે પિંક લિપસ્ટિક લગાવી હતી, જેની સાથે પોતાની આઈઝને કાજલ સાથે સુંદર બનાવી હતી. તેણે પોતાના વાળને હાફ ક્લચ કરીને બાંધ્યા હતા, જેની સાથે તેણે કાનમાં ડાયમંડની ઈયરિંગ્સ પહેરી હતી. તેના હાથમાં બેંગલ્સ પણ હતી, જે લુક સાથે મેચ કરી રહી હતી.  

View this post on Instagram

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis)

રાધિકાએ પોતાની સગાઈમાં પિંક કલરનો ડ્રેસ પહેર્યો હતો, જેમા તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. આ આઉટફિટમાં હેન્ડવર્ક કરવામાં આવ્યું હતું, જેનો દુપટ્ટો બાંધણી પ્રિન્ટનો હતો. દુપટ્ટા પર કટ સ્ટાઈલમાં બોર્ડર આપવામાં આવી હતી. આ લુકને તેણે ફ્લોરલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો, જેની સાથે તેણે પોતાના વાળને ખુલ્લા રાખ્યા હતા.રાધિકા સાથે તેની થનારી સાસુ પણ મેચિંગ કલરના ડ્રેસમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp