33 વર્ષની ઉંમરમાં CEO બનેલી રાધિકા એક સમયે જોબ ન મળતા આત્મહત્યા કરવાની હતી

ભારતના યુવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સમાં સામેલ એડલવાઇઝ એમએફની સીઇઓ રાધિકા ગુપ્તાની સફળતાની સ્ટોરી ઘણી જ રસપ્રદ છે. સ્કૂલમાં પોતાની વાંકી ગરદનના કારણે અને બોલવાના ભારતીય એક્સેન્ટના કારણે રાધિકા હંમેશાં લોકો વચ્ચે હાસ્યનું પાત્ર બનતી હતી. કોલેજ બાદ સતત નોકરી મેળવવામાં અસફળ રહેવાના કારણે તે આત્મહત્યા કરવાના પ્રયાસ પણ કરી ચુકી છે, પણ તેના સારા નસીબના કારણે મિત્રોએ તેને સમયસર બચાવી લીધી હતી. એક વખત નોકરી મળ્યા બાદ રાધિકાએ પાછું ફરીને જોયું નથી અને તે 33 વર્ષની નાની વયે CEOનું પદ ભોગવી રહી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર રાધિકા ગુપ્તાએ કહ્યું કે, તેના પિતા એક રાજનાયક હતા. તેના કારણે તેની શિક્ષા ભારત, પાકિસ્તાન, અમેરિકા અને નાઇજીરિયા જેવા અલગ અલગ દેશોમાં થઇ છે. આ બધા દેશોમાં તેના ક્લાસમેટ તેની વાંકી ગરદનના કારણે અને તેના બોલવાના ભારતીય અંદાજના કારણે તેની મજાક ઉડાવતા હતા અને તેને અપ્પુ નામથી ચિઢવતા હતા. અપ્પુ એ સિમ્પસન કાર્ટૂનના એક કેરેક્ટરનું નામ છે.

રાધિકાએ કહ્યું કે, મારી સરખામણી હંમેશાં મારી માતા સાથે કરવામાં આવતી હતી, જે મારી સ્કૂલમાં ટીચર તરીકે કામ કરતી હતી. મારી માતા એક ખૂબ જ તેજસ્વી મહિલા છે. લોકો હંમેશાં મારી માતા સાથે મારી સરખામણી કરતા હતા અને કહેતા કે તું તારી માતાની સરખામણીમાં ખૂબ જ કુરૂપ લાગે છે. જેના કારણે મારો આત્મવિશ્વાસ તૂટી જતો હતો.

22 વર્ષની ઉંમરમાં કોલેજનું ભણતર પૂર્ણ કર્યા બાદ રાધિકાને કોઇ જગ્યા પર નોકરી નહોતી મળતી. 7માં જોબ ઇન્ટર્વ્યૂમાં ફેલ થયા બાદ તેને આત્મહત્યા કરવાના વિચારો આવવા લાગ્યા. રાધિકાએ કહ્યું કે, હું બારી પાસે ઉભી હતી અને કૂદવાની તૈયારી જ કરી રહી હતી અને મારા મિત્રોએ મને બચાવી લીધી. મારા મિત્રો મને મનોચિકિત્સક પાસે લઇ ગયા. રાધિકાનું કહેવું છે કે, મનોચિકિત્સા વોર્ડમાં તેના ડિપ્રેશનનો ઇલાજ કરવામાં આવ્યો. આ વોર્ડમાંથી તેને ત્યારે જ રજા મળી કે, જ્યારે રાધિકાએ ડૉક્ટર્સને કહ્યું કે, તેણે એક જોબ ઇન્ટર્વ્યૂમાં જવાનું છે. જોબ ઇન્ટર્વ્યૂમાં ગયા બાદ તે ઇન્ટર્વ્યૂમાં સફળ થઇ અને તરત જ મેકેન્ઝીમાં નોકરી મળી ગઇ હતી.

રાધિકાનું કહેવું છે કે, તેનાથી મારું જીવન ફરીથી પાટા પર આવી ગયું. પણ ત્રણ વર્ષ બાદ જ તેણે અમુક બદલાવ કરવાનો ઇરાદો કર્યો. 25 વર્ષની ઉંમરમાં તે ભારત પરત ફરી. તેણે તેના પતિ અને મિત્રો સાથે મળીને પોતાની એસેટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી. થોડાં વર્ષો બાદ જ તેની કંપનીનું એડલવાઇઝ એમએફએ એક્વીઝીશન કરી લીધું. રાધિકાએ કહ્યું કે, હું સફળ થવા લાગી હતી. હવે હું મારા પગલાં નવા અવસરો તરફ વધારવા માગતી હતી. એવામાં એડલવાઇઝે CEOની તલાશ શરૂ કરી અને મેં મારા પતિની પ્રેરણાથી તે પદ માટે અપ્લાઇ કર્યું. થોડાં સમય બાદ એડલવાઇઝે રાધિકાની પસંદગી CEO તરીકે કરી અને તે 33 વર્ષની ઉંમરમાં જ આ પદ ભોગવવા લાગી.

રાધિકાએ કહ્યું કે, તેના પછીના વર્ષે જ તેને એક સમાહોહમાં ભાષણ આપવા માટે બોલાવવામાં આવી. તેણે તે ભાષણમાં પોતાના બાળપણની અસુરક્ષા અને પોતે આત્મહત્યા કરવાના પ્રયાસો વિશે પણ કહ્યું. ત્યારબાદ તો લોકો પોતાના જીવનની વાતો રાધિકા સાથે શેર કરવા લાગ્યા. રાધિકા હવે 39 વર્ષની થઇ ગઇ હતી. તેણે કહ્યું કે, મારી સૌથી મોટી ઉપલબ્ધી એ છે કે, મેં એ સમજી લીધું કે મારી ખામીઓ મને કદરૂપી નથી બનાવતી. એટલે હવે કોઇ મારા દેખાવ પર કોમેન્ટ નથી કરતું ત્યારે હું એ લોકોને કહ્યું છું કે, હાં મારી આંખોમાં પ્રોબ્લેમ છે અને મારી ગરદન પણ વાંકી છે અને આ જ મારી ખાસિયત છે.

About The Author

Related Posts

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.