રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત

PC: twitter.com/AusHCIndia

ભારતીય ઉદ્યોગપતિ રતન ટાટાને ઓસ્ટ્રેલિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના રાજદૂત બૈરી ઓ ફેરેલે ટ્વિટર પર આ વાતની જાણકારી આપી. રતન ટાટાને વ્યાપાર, ઉદ્યોગ અને પરોપકાર જગતના દિગ્ગજ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ફેરેલે કહ્યું કે, રતન ટાટાના યોગદાને ઓસ્ટ્રેલિયા પર એક મહત્ત્વપૂર્ણ પ્રભાવ પાડ્યો છે.

રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત દ્વિપક્ષીય સંબંધો, વિશેષ રૂપથી વ્યાપાર, નિવેશ અને પરોપરારના ક્ષેત્રમાં તેમની સેવાઓ માટે ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાના જનરલ ડિવિઝનમાં એક માનદ અધિકારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ઓસ્ટ્રેલિયન રાજદૂત Barry O’ Farrell ગત શનિવારે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું, જેમા કહ્યું કે રતન ટાટા માત્ર ભારતમાં દિગ્ગજ ઉદ્યોગપતિ નથી પરંતુ, તેમનું યોગદાન ઓસ્ટ્રેલિયામાં પણ મહત્ત્વપૂર્ણ અસર પાડનારું છે. તેમણે લખ્યું, રતન ટાટાને ઓસ્ટ્રેલિયા-ભારત સંબંધો પ્રત્યે તેમની દીર્ઘકાલિક પ્રતિબદ્ધતાના સન્માનમાં ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા સન્માનથી સન્માનિત કરતા ખુશી થઈ રહી છે.

ફેરેલે પોતાના ટ્વીટમાં રતન ટાટાને સન્માનિત કરતા તસવીર પણ શેર કરી છે. તેમના આ ટ્વિટ પર યુઝર્સ સતત રિપ્લાઈ કરી રહ્યા છે અને રતન ટાટાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે રતન ટાટાને લિવિંગ લેજન્ડ લખીને સંબોધિત કર્યા છે, તો કોઈ તેમને પ્રેરણાસ્ત્રોત કહી રહ્યું છે. ભારતમાં ઓસ્ટ્રેલિયન રાજદૂતે જે તસવીરો શેર કરી છે, તેમા રતન ટાટાની સાથે ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન પણ દેખાઈ રહ્યા છે.

Tata Group ને આકાશની ઊંચાઈઓ સુધી પહોંચાડનારા રતન ટાટા દેશના ધનવાનોમાં સામેલ છે અને તેમની સંપત્તિ આશરે 4000 કરોડ રૂપિયા છે. ગત મહિને આવેલા IIFL Wealth Harun India Rich List 2022માં રતન ટાટા ભારતીય ધનવાનોના લિસ્ટમાં 421માં નંબર પર હતા. તેમજ તે અગાઉ 2021ના રિપોર્ટમાં તેઓ 3500 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે 433માં નંબર પર હતા.

રતન ટાટાની ગણતરી દેશના સૌથી પરોપકારી લોકોમાં કરવામાં આવે છે. તેનું કારણ એ છે કે, ટાટા ટ્રસ્ટના માધ્યમથી તેઓ મોટા પાયા પર પરોપકારી કાર્યો સાથે જોડાતા રહે છે અને તેઓ પોતાની કમાણીનો એક મોટો હિસ્સો પરોપકારમાં દાન અથવા ખર્ચ કરી દે છે. રિપોર્ટ્સ અનુસાર, રતન ટાટા પોતાની કમાણીના 60થી 70 ટકા સુધી દાન કરી દે છે, તેમણે કોરોના મહામારીના સમયે 1500 કરોડ રૂપિયા દાન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp