ચોમાસાએ વધારી રતન ટાટાની ચિંતા, લોકોને કરી આ ખાસ અપીલ

PC: indiatimes.com

મોનસુન આવતા જ દેશમાં એક તરફ લોકોને આકરા તાપમાંથી રાહત મળી છે, તો બીજ તરફ દેશના સૌથી જુના બિઝનેસ ઘરાનાઓમાંથી એક ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને અબજોપતિ રતન ટાટાની ચિંતા વધી ગઈ છે. આ ચિંતાને પગલે તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી એક ટ્વિટ કર્યું છે અને તેમા દેશના લોકોને એક મોટી અપીલ કરી છે.

રતન ટાટા આમ પણ ડોગ લવર તરીકે જાણીતા છે. રખડતા પ્રાણીઓ પ્રત્યે તેમનો પ્રેમ જોતા જ બને છે અને આ જ પ્રેમ તેમની ચિંતાનું મોટું કારણ પણ છે. વરસાદ પડતા રસ્તા પર ફરતા કૂતરા અને બિલાડીઓ મોટાભાગે રસ્તા પર ઊભી રહેલી કારો કે પછી અન્ય વાહનોની નીચે પોતાનો આશ્રય બનાવી લે છે અને તેની નીચે જ બેસી રહે છે. એ પ્રકારના મામલા પણ સામે આવતા રહે છે કે, વાહન ચાલક આ વાતનું ધ્યાન રાખ્યા વિના જ ગાડી ચલાવી દે છે, જેને કારણે આ પ્રાણીઓ ઇજાગ્રસ્ત થઈ જાય છે અને ઘણીવાર જીવ પણ ગુમાવી દે છે.

રતન ટાટાએ ટ્વિટમાં આ જ રખડતા પ્રાણીઓને બચાવવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું, હવે જ્યારે ચોમાસુ આવી ગયુ છે, ઘણી બધી બિલાડીઓ અને કૂતરા આપણી કારોની નીચે આશ્રય લે છે. આશ્રય લેવાના આ રખડતા પ્રાણીઓને કોઇપણ ઇજા કે દુર્ઘટનાથી બચાવવા માટે પોતાની કાર ચાલુ કરવા અને સ્પીડ વધારવા પહેલા એકવાર નીચે જોઈ લેવુ જરૂરી છે. જો આપણે પોતાના વાહનો નીચે તેમની ઉપસ્થિતિથી અજાણ છીએ, તો તેઓ ગંભીરરીતે ઇજાગ્રસ્ત થઈ શકે છે, વિકલાંગ થઈ શકે છે અને ત્યાં સુધી કે મરી પણ શકે છે. આ હૃદય વિદારક હશે. તેમણે આગળ કહ્યું કે, આ ઋતુમાં વરસાદ પડવા પર આપણે બધાએ તેમને અસ્થાયી આશ્રય પ્રદાન કરવું જોઈએ.

બિઝનેસમેન રતન ટાટાને કૂતરાઓ સાથે કેટલો પ્રેમ છે, એ વાત જગજાહેર છે. એટલુ જ નહીં, તેમને પ્રાણીઓ ખાસ કરીને સ્ટ્રે ડૉગ્સ સાથે ઘણો લગાવ છે. તેઓ ઘણી બિન સરકારી સંસ્થાઓ અને એનિમલ સેલ્ટર્સને દાન પણ કરતા રહે છે. અહીં એક ખાસ વાત એ જણાવી દઇએ કે, રતન ટાટાનો પાલતુ કૂતરો ગોવા પણ ક્યારેક એક સ્ટ્રીટ ડોગ જ હતો, જે તેમને ગોવામાં રસ્તા પર ફરતો મળ્ય હતો. આજે તે દરેક સમયે તેમની સાથે તેમના ઘરમાં જ રહે છે અને ટાટાની દરેક વાત માને છે.

રતન ટાટાનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે અને તેના પર ટ્વિટર યુઝર્સ પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટર પર રતન ટાટાની મોટી ફેન ફોલોઇંગ છે અને તેમના ફોલોઅર્સની સંખ્યા 12.4 મિલિયન છે. કૂતરાઓની સાથે તેમનો પ્રેમ આજનો નહીં પરંતુ નાનપણથી જ છે. તેમણે ગત વર્ષે સોશિયલ મીડિયા પર પોતાના ભાઈ જિમ્મી ટાટા સાથે એક તસવીર શેર કરી હતી. તેમની આ તસવીર આશરે 78 વર્ષ જૂની હતી અને તેમા બંને ભાઈઓની સાથે એક ડોગ પણ દેખાઈ રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp