ખોટમાં આવી રતન ટાટાની આ ફેવરિટ કંપની, અહીંથી કારકિર્દીની શરૂઆત કરી હતી
રતન ટાટાએ લગભગ 61 વર્ષ પહેલા પોતાના કરિયરની શરૂઆત ટાટા સ્ટીલથી કરી હતી. આ કારણે પણ ટાટા સ્ટીલ રતન ટાટાની ફેવરિટ કંપનીઓમાંથી એક છે અને દિલની ખૂબ જ નજીક છે. આ કંપનીને ટાટા ગ્રુપની દુધાળુ ગાયના રૂપમાં પણ જોવામાં આવે છે. દેશની મોટી સ્ટીલ કંપનીઓમાંથી એક ટાટા સ્ટીલ છે. આજની તારીખમાં આ ટાટા સ્ટીલ કંપની ખોટમાં આવી ગઇ છે. કંપનીને ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં 6500 કરોડ રૂપિયાથી વધારાની ખોટ થઇ છે. જ્યારે ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં ફાયદો થયો હતો. એજ કારણ છે કે આજે કંપનીના શેરોમાં મામૂલી ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો કંપનીએ શેર માર્કેટમાં કેવા પ્રકારની જાણકારી આપી છે.
ટાટા સ્ટીલને થઇ ખોટ
ટાટા સ્ટીલને ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6,511.16 કરોડ રૂપિયાની ખોટ થઇ છે. કંપનીએ બુધવારે શેર બજારમાં જાણકારી આપતા કહ્યું કે, ગયા વર્ષે નાણાકીય વર્ષના આ જ સમાન ક્વાર્ટરમાં કંપનીને 1297.06 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીની કુલ આવક સપ્ટેમ્બર 2023 ક્વાર્ટરમાં ઘટીને 55910.16 કરોડ રૂપિયા રહી ગઇ, જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં આ 60206.78 કરોજ રૂપિયા રહી હતી. કંપનીનો સમીક્ષા હેઠળનો કુલ ખર્ચ આ ક્વાર્ટરમાં 55,853.33 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 57684.09 કરોડ રૂપિયા હતો.
કંપનીના શેરમાં ઘટાડો
બીજી બાજુ ગુરુવારના રોજ શેર માર્કેટમાં કંપનીના શેરમાં મામૂલી ઘટાડો જોવા મળ્યો છે. BSEના આંકડા અનુસાર, સવારે 10 વાગ્યે 40 મિનિટમાં ટાટા સ્ટીલ કંપનીના શેર 0.20 ટકાના ઘટાડાની સાથે 116.40 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. કારોબારી સત્ર દરમિયાન કંપનીનો શેર 114.25 રૂપિયાના લોઅર લેવલ પર હતો. વાસ્તવમાં કંપનીના શેરની ઓપન પ્રાઇસ પણ આ જ હતી. કંપનીનું 52 અઠવાડિયાનો હાઈ 134.85 રૂપિયા છે. જે 18 સપ્ટેમ્બરે આવ્યું હતું. ત્યારથી જ કંપનીના શેર 15 ટકાથી વધારે તૂટ્યા છે.
45 દિવસમાં આટલું નુકસાન
જો 18 સપ્ટેમ્બરના રોજ કોઇ રોકાણકારે કંપનીના શેરોમાં એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો તે આજે 114.25 રૂપિયા પ્રતિ શેરના આવવા પર ઘટીને 85000 રૂપિયાથી ઓછું થયું હશે. તેનો અર્થ એ થાય છે કે રોકાણકારોને 15 હજાર રૂપિયાથી વધારેનુ નુકસાન થઇ ચૂક્યું છે. પાછલા એક વર્ષમાં રોકાણકારોને 15 ટકાનો ફાયદો થયો છે. તો પાંચ વર્ષમાં રોકાણકારોના પૈસા ડબલ થયા છે. રોકાણકારોને કંપનીએ પાછલા 24 વર્ષમાં લગભગ 1600 ટકાનું રિટર્ન આપ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp