વધુ 2 સહકારી બેંકોના RBIએ લાયસન્સ રદ કરી દીધા, લોકોના રૂપિયા ડુબ્યા

PC: rbi.org.in

રિર્ઝવ બેંક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશના બેંકિંગ વિશ્વનું નિયમનકાર છે. ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે વિવિધ બેંકોની કામગીરી પર નજર રાખે છે અને જો કોઈ ક્ષતિ જણાય તો પગલાં લે છે. ઘણીવાર ઘણી બેંકો વિવિધ બાબતો પર રિઝર્વ બેંકની કાર્યવાહીના દાયરામાં આવે છે. તાજેતરના કિસ્સામાં, બે સહકારી બેંકો ભોગ બની છે, જેનું લાઇસન્સ રદ કરવામાં આવ્યું છે. એક  બેંક કર્ણાટકની છે અને એક બેંક મહારાષ્ટ્રની છે.

રિઝર્વ બેંકે મંગળવારે અલગ અલગ નિવેદનમાં જણાવ્યું હતું કે 2 સહકારી બેંકોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે. જેમાં કર્ણાટકના તુમકુરમાં આવેલી શ્રી શારદા મહિલા સહકારી બેંક અને મહારાષ્ટ્રના સતારામાં આવેલી હરિહરેશ્વર બેંક સામેલ છે. , રિઝર્વ બેંકનું કહેવું છે કે બંને બેંકો પાસે કામગીરી ચાલુ રાખવા માટે પૂરતી મૂડી નહોતી. આ સિવાય બંને બેંકો માટે કમાણી કરવાની કોઈ સંભાવના બચી ન હતી. આવી સ્થિતિમાં તેનું લાયસન્સ રદ કરવું જરૂરી હતું.

RBIએ કહ્યું કે હરિહરેશ્વર કોઓપરેટિવ બેંકનો બિઝનેસ બંધ કરવાનો આદેશ 11 જુલાઈ, 2023થી લાગુ થઈ ગયો છે.બેંકોમાં ગ્રાહકોની 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સુરક્ષિત છે, કારણ કે ડિપોઝિટ ઈન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન  (DICGC) પાસે આટલી રકમનો વીમો હોય છે. જેમની થાપણ રૂ. 5 લાખથી વધુ છે, આ મર્યાદાથી વધુના તેમના નાણાં ડુબી જાય છે.

રિઝર્વ બંકેના કહેવા મુજબ, હરિહરેશ્વર સહકારી બેંકના 99.96 ટકા ડિપોઝિટર્સને DICGC  તરફથી પૈસા મળી જશે. આ બેંકના ગ્રાહકોને DICGC પાસેથી 8 માર્ચ, 2023 સુધી 57.24 કરોડ રૂપિયા મળ્યા છે. બીજી તરફ, શ્રી શારદા મહિલા સહકારી બેંકના કિસ્સામાં, લગભગ 97.82 ટકા થાપણદારોને DICGC તરફથી સંપૂર્ણ રિફંડ મળશે. DICGCએ આ બેંકના ગ્રાહકોને 12 જૂન, 2023 સુધી 15.06 કરોડ રૂપિયા પરત કર્યા છે.

રિઝર્વ બેંકે કહ્યું કે લાયસન્સ રદ થયા પછી બંને બેંકો પર બેકિંગ સાથે જોડાયેલી બધી ગતિવિધીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યા છે. આ બંને બેંકો ગ્રાહકો પાસેથી કોઇ પણ પ્રકારની ડિપોઝીટ લઇ શકશે નહીં.

રિઝર્વ બેંકે સહકારી કમિશ્નર અને સહકારી મંડળીના રજીસ્ટ્રારને પણ સંબંધિત બેંકોના કામકાજને રોકવા માટે આદેશ જારી કરવા જણાવ્યું છે. આ સાથે કમિશનરને બેંકો માટે લિક્વિડેટરની નિમણૂક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.<

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp