RBI ગવર્નરે અદાણી પર કહી આવી વાત, સાંભળ્યા પછી તમારું ટેન્શન પણ ઓછું થશે

PC: tv9hindi.com

બુધવારે RBI દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવતા આગામી સમયમાં ફુગાવો વધુ નીચે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ અદાણી ગ્રુપના કેટલાક શેરમાં બુધવારે સતત બીજા દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી રોકાણકારો પણ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અગાઉ SBI, એક્સિસ બેંક અને અન્ય બેંકો તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે, અદાણી ગ્રુપને કેટલી લોન આપવામાં આવી છે. હવે અદાણી ગ્રૂપ કેસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે દેશની બેંકો એટલી મોટી અને મજબૂત છે કે, તેઓ આવા કેસથી પ્રભાવિત થશે નહીં.

અમેરિકન કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને ધ્યાનમાં રાખીને બેંકો દ્વારા અદાણી ગ્રુપની કંપનીઓને આપવામાં આવેલી લોનને લઈને વિવિધ વિભાગોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. જો કે છેલ્લા બે દિવસથી ગ્રુપના સ્ટોકમાં તેજી જોવા મળી રહી છે. અદાણી ગ્રૂપ સાથે સંબંધિત એક પ્રશ્નના જવાબમાં દાસે કહ્યું કે, RBIએ પોતાનું મૂલ્યાંકન કર્યું અને શુક્રવારે એક નિવેદન બહાર પાડ્યું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દેશની બેંકો મજબૂત છે.

અદાણી ગ્રુપનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું કે, 'આજના સમયમાં ભારતીય બેંકોનું કદ, તેમની ક્ષમતા ઘણી મજબૂત છે. તેમની ક્ષમતા એવી છે કે તેઓ આવા મામલાઓથી પ્રભાવિત થવાના નથી. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું વર્તમાન પરિસ્થિતિમાં, RBI અદાણી જૂથની કંપનીઓને આપવામાં આવેલી લોન અંગે સ્થાનિક બેંકોને કોઈ માર્ગદર્શિકા બહાર પાડશે. મોનેટરી પોલિસી કમિટીની જાહેરાત પછી, દાસે કહ્યું કે, ધિરાણ કરતી વખતે, બેંકો સંબંધિત કંપનીના ફંડામેન્ટલ્સ અને સંબંધિત પ્રોજેક્ટ્સના રોકડ પ્રવાહની સ્થિતિને જુએ છે. દાસે એ પણ સ્પષ્ટ કર્યું કે, દેવાના મામલામાં કંપનીઓના માર્કેટ કેપિટલાઇઝેશન સાથે કોઈ લેવાદેવા નથી.

RBIના ડેપ્યુટી ગવર્નર MK જૈને કહ્યું કે, સ્થાનિક બેંકો દ્વારા અદાણી જૂથને આપવામાં આવેલી લોન બહુ વધારે નથી. શેર સામે આપવામાં આવેલી લોન ઘણી ઓછી છે. દાસે કહ્યું કે, સમય પસાર થવા સાથે બેંકોની મૂલ્યાંકન પ્રણાલીમાં ઘણો સુધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં RBIએ બેંકોને મજબૂત કરવા માટે અનેક પગલા લીધા છે. સ્ટીયરીંગ, ઓડિટ કમિટીઓ અને રિસ્ક મેનેજમેન્ટ કમિટીઓ અંગે સમયાંતરે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. બેંકો માટે ચીફ રિસ્ક ઓફિસર્સ અને ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર્સની નિમણૂક કરવી ફરજિયાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp