88 હજાર કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ થવાના સમાચાર અંગે જાણો RBIએ શું કહ્યું

ગત દિવસોમાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, 88,032.5 કરોડ રૂપિયાની કિંમતની 500 રૂપિયાની નોટ રહસ્યમય ઢંગે દેશની ઇકોનોમીથી ગાયબ છે. હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ રિપોર્ટને ફગાવ્યો છે. રિપોર્ટ મુજબ માહિતીના અધિકાર (RTI) હેઠળ એક જવાબથી ખબર પડી કે નાસિકની કરન્સી નોટ પ્રેસ દ્વારા કરવામાં આવેલી ડિઝાઇન સાથે 500 રૂપિયાની 375.450 મિલિયન નોટ છાપવામાં આવી હતી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, RBIના રેકોર્ડથી ખબર પડે છે કે એપ્રિલ 2015 અને ડિસેમ્બર 2016 વચ્ચે કેન્દ્રીય બેંકને માત્ર 345.000 મિલિયન પ્રિન્ટેડ નોટ જ મળી હતી.
આ બાબતે રિઝર્વ બેન્કે પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, માહિતીની ખોટી વ્યાખ્યા કરવામાં આવી છે. રિઝર્વ બેંક પાસે પ્રિન્ટિંગ પ્રેસથી RBIને વિતરિત કરવામાં આવેલી બધી બેંક નોટોનો ઉચિત હિસાબ છે. કેન્દ્રીય બેન્કે કહ્યું કે, મીડિયામાં છપાયેલા કેટલાક રિપોર્ટમાં એમ કહેવામાં આવી રહ્યું છે કે, 500 રૂપિયાની નોટ ગાયબ થઈ છે, પરંતુ એ સાચું નથી. રિઝર્વ બેન્કે કહ્યું કે, આ રિપોર્ટ માહિતીના અધિકાર અધિનિયમ,, 2005 હેઠળ પ્રિન્ટિંગ પ્રેસોથી એકત્ર કરવામાં આવેલી જાણકારીની ખોટી વ્યાખ્યા પર આધારિત છે.
Clarification on Banknote pic.twitter.com/PsATVk1hxw
— ReserveBankOfIndia (@RBI) June 17, 2023
રિઝર્વ બેન્કે કહ્યું કે, એ ધ્યાન આપવા જેવી વાત છે કે પ્રિન્ટિંગ પ્રેસથી રિઝર્વ બેંકને વિતરિત કરવામાં આવેલી બધી નોટોનો યોગ્ય હિસાબ રાખવામાં આવે છે. નોટોનું છાપકામ, સ્ટોરેજ અને વિતરણની દેખરેખ માટે પ્રોટોકોલ સહિત પ્રેસમાં છપાયેલા અને વિતરણ કરવામાં આવેલી બેંક નોટોના મિલાન માટે તેની પાસે મજબૂત સિસ્ટમ ઉપલબ્ધ છે. એટલે લોકોને અનુરોધ છે કે એવી બાબતે રિઝર્વ બેંક દ્વારા સમય સમય પર પ્રકાશિત થનારી સૂચનાઓ પર જ ભરોસો કરો.
રિપોર્ટમાં શું હતું?
RTI રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 88,032.50 કરોડ રૂપિયાની 500ની નોટ ગાયબ છે. 500 રૂપિયાની 8,810.65 મિલિયન નવી નોટ જાહેર કરવામાં આવી હતી. રિઝર્વ બેન્કે 7,260 મિલિયનની નોટ જ પ્રાપ્ત કરી. આંકડાઓ મુજબ 1760.65 મિલિયન નોટ ભારતીય ઇકોનોમીથી ગાયબ છે, જેની કિંમત 88.032.50 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, ભારત પાસે 3 યુનિટ છે, જ્યાં નોટોનું છાપકામ થાય છે.
નાસિક સ્થિત પ્રિન્ટિંગ પ્રેસથી વર્ષ 2016-17 દરમિયાન 1662 મિલિયન નોટ રિઝર્વ બેંકને મોકલવામાં આવી હતી. બેંગ્લોર યુનિટથી 5195.65 અને દેવાસથી 1953 મિલિયન નોટ રિઝર્વ બેંકને સપ્લાઈ કરવામાં આવી હતી. ત્રણેયને મળાવીને 8810.65 મિલિયન નોટ થઈ. તેમાંથી માત્ર 7260 મિલિયન નોટ જ રિઝર્વ બેન્કે રીસિવ કરી હતી, પરંતુ રિઝર્વ બેન્કે નોટ ગાયબ થવાના દાવાઓને પૂરી રીતે નકારી દીધી છે. રિઝર્વ બેન્કે સ્પષ્ટ કહ્યું કે, તેની પાસે બધી નોટોનો પૂરો હિસાબ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp