Realmeની સેમસંગ સાથે સ્પર્ધા! સ્ટ્રોંગ ફોલ્ડિંગ ફોન લોન્ચ થશે, કંપનીએ કર્યો ટીઝ

PC: dnpindiahindi.in

ફોલ્ડેબલ અને ફ્લિપ સ્માર્ટફોન્સનું ચલણ ધીમે ધીમે વધી રહ્યું છે. સેમસંગ પછી, Oppo, Vivo અને Xiaomi જેવી બ્રાન્ડ્સે પણ તેમના ફોલ્ડિંગ ફોન લોન્ચ કર્યા છે. OnePlusએ તાજેતરમાં ફોલ્ડિંગ ફોનને પણ ટીઝ કર્યો છે, જે આ વર્ષના બીજા છ મહિનામાં લોન્ચ થઈ શકે છે.

હવે આ લિસ્ટમાં Realme પણ દાખલ થઈ શકે છે. કંપની ફ્લિપ અથવા ફોલ્ડિંગ ફોન લોન્ચ કરી શકે છે. Realmeના વાઈસ પ્રેસિડેન્ટ માધવ સેઠે આવનારા ફોન વિશે એક હિંટ આપી છે. તેણે ટ્વિટર પર યુઝર્સને ફ્લિપ અને ફોલ્ડિંગ ફોન અંગેની પસંદગીઓ માટે પૂછ્યું છે.

તેમણે Realme Flip અને Realme Foldને વાત વહેતી મૂકી છે. તાજેતરના પાછળ સમયમાં, ફ્લિપ અને ફોલ્ડિંગ ફોનનો ચલણ ખુબ વધ્યું છે. માધવ સેઠે ગુરુવારે ટ્વિટર પર યુઝર્સને સવાલ કર્યા છે.

માધવ સેઠે ફોલોઅર્સને પૂછ્યું છે કે, તમે કયો ફોલ્ડિંગ ફોન અથવા ફ્લિપ ફોનનો ઉપયોગ કરવા માંગો છો. ચાઈનીઝ સ્માર્ટફોન બ્રાન્ડે હજી સુધી પોતાનું કોઈ ફોલ્ડિંગ ડિવાઇસ લોન્ચ કર્યું નથી, પરંતુ એવી અપેક્ષા છે કે, ટૂંક સમયમાં જ આપણને Realmeનો ફોલ્ડિંગ ફોન જોવા મળી શકે છે.

બ્રાન્ડે તેના સ્માર્ટફોનના સ્પેસિફિકેશન અંગે કોઈ માહિતી આપી નથી. કંપનીની સિસ્ટર ફર્મ OnePlusએ પણ તાજેતરમાં તેના ફોલ્ડિંગ ફોનને ટીઝ કર્યો છે, જે આ વર્ષના બીજા છ મહિનામાં લોન્ચ થઈ શકે છે. હાલમાં ફોલ્ડિંગ ફોનના માર્કેટમાં સેમસંગનો દબદબો છે. કંપની Galaxy Z Flip 4 અને Galaxy Z Fold 4 લોન્ચ કરી ચુકી છે.

જ્યારે, અન્ય બ્રાન્ડ્સે અત્યાર સુધી માત્ર ફોલ્ડિંગ માર્કેટમાં જ દસ્તક આપી છે, જ્યારે સેમસંગે અહીં પહેલાથી જ પગ જમાવ્યો છે. એપલ અને ગૂગલ જેવી બ્રાન્ડ્સના ફોલ્ડિંગ ફોનની તો હજુ ખાલી વાતો જ થાય છે. કંપનીઓ તેના પર કામ કરી રહી છે કે નહીં, તે અંગે સત્તાવાર રીતે કોઈ વિગતો બહાર આવી નથી.

Realmeના ફોલ્ડિંગ અથવા ફ્લિપ ફોન Oppo દ્વારા પ્રેરિત થઈ શકે છે. કંપનીએ તેનો ફોલ્ડિંગ ફોન ભારતમાં રજૂ કર્યો હતો, પરંતુ તેને તમામ વપરાશકર્તાઓ માટે લોન્ચ કર્યો ન હતો. એવી અટકળો છે કે Realme આ હેન્ડસેટને રિબ્રાન્ડ કરી શકે છે અને તેને ભારતમાં લોન્ચ કરી શકે છે.

અહીં તમને જણાવી દઈએ કે, ફોલ્ડેબલ સ્માર્ટફોનનો કોન્સેપ્ટ સૌપ્રથમ સેમસંગ કંપની લાવી હતી. આવનારા દિવસોમાં યુઝર્સમાં ફોલ્ડેબલ ફોન્સ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે. આ જ કારણ છે કે, હવે ચીનની મોટી કંપનીઓ માર્કેટમાં પોતાના ફોલ્ડેબલ ફોન રજૂ કરી શકે છે. વાસ્તવમાં, આ બંને ફોનનો દેખાવ Oppo Find N2 અને Find N2 Flip જેવા ફોન જેવો હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp