નાની વહુ સાથે મુકેશ અંબાણી પહોંચ્યા બદ્રીનાથ ધામ, કર્યું આટલા રૂપિયાનું દાન

PC: twitter.com/ANI

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના પ્રમુખ અને દેશના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ગુરુવારે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. સખત સુરક્ષા વચ્ચે મુકેશ અંબાણીએ પોતાની નાની વહુ રાધિકા સાથે ભગવાનના દર્શન કર્યા. સુરક્ષા ઘેરામાં મુકેશ અંબાણીએ બદ્રીનાથ ધામની યાત્રા કરી અને મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ અવસર પર બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના ઉપાધ્યક્ષ કિશોર પંવાર પણ ઉપસ્થિત હતા.

મુકેશ મુકેશ અંબાણી અને તેમની નાની વહુએ 5 કરોડ રૂપિયાનો ચેક BKTC અધ્યક્ષ અજેન્દ્ર અજયને સોંપ્યો હતો. દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સખત સુરક્ષા વચ્ચે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના અંગત સુરક્ષા ગાર્ડ પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે બદ્રી કેદારનાથ યાત્રામાં હાલના દિવસોમાં સૌથી વધુ શ્રદ્ધાળુ અને VIP દર્શન કરવા પહોંચી રહ્યા રહ્યા છે. બુધવારે ભારતીય ક્રિકેટર સુરેશ રૈના પણ બદ્રી કેદારનાથના દર્શન માટે ગયો હતો.

એ અગાઉ રિષભ પંતે પણ બંને ધામોના દર્શન કર્યા હતા. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ બદ્રી વિશાલ અને બાબા કેદારનાથના દર્શન કર્યા હતા. બુધવારે જ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતિક યાદવ બદ્રીનાથ ધામના દર્શન કરવા પહોંચ્યા હતા. મંદિરમાં પૂજા અને દર્શન કર્યા બાદ પ્રતિકે બ્રહ્મકપાળમાં પિતા સ્વ. મુલાયમ સિંહ યાદવ અને માતા સાધના યાદવનું પિંડદાન કર્યું હતું.

મુકેશ અંબાણીની વાત કરીએ તો હાલમાં જ આ મુકેશ અંબાણીના માથે દેશના સૌથી અમીર વ્યક્તિનો તાજ સજ્યો છે. તેમણે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને પાછળ છોડતા નંબર-1નું સ્થાન હાંસલ કર્યું છે. આ લિસ્ટમાં મુકેશ અંબાણી 8 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ સાથે પહેલા નંબર પર છે.

હુરૂન ઇન્ડિયા અને 360 વન વેલ્થ દ્વારા સંયુક્ત રૂપે જાહેર કરવામાં આ હુરૂન ઇન્ડિયા રિચ લિસ્ટ 2023માં ટોપ અબજપતિઓ સાથે આ વર્ષે બિલેનિયર્સ લિસ્ટમાં સામેલ થયેલા નવા ચહેરાઓ બાબતે પણ બતાવવામાં આવ્યું છે. અંબાણી પરિવાર આ વર્ષે 8,08,700 કરોડ રૂપિયા કરતા વધુના કુલ નેટવર્થ સાથે પહેલા નંબર પર છે. હુરૂન મુજબ 66 વર્ષીય ભારતીય અબજપતિ મુકેશ અંબાણીની સંપત્તિ ગયા વર્ષની તુલનામાં 2 ટકા વધી ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp