દુનિયાના બીજા સૌથી અમીર અદાણી આ નંબરે પહોંચ્યા, અંબાણી ફરી સૌથી અમીર ભારતીય

PC: gnttv.com

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર ભારતીય બની ગયા છે. 84.3 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે તેણે ગૌતમ અદાણીને પાછળ છોડી દીધા છે. આ સંદર્ભમાં ફોર્બ્સ રિયલ ટાઈમે અબજોપતિઓની યાદી જાહેર કરી છે.

ફોર્બ્સના રીઅલ-ટાઇમ ટ્રેકર અનુસાર મુકેશ અંબાણીની સંપત્તિમાં 164 મિલિયન ડૉલરનો વધારો થયો છે, જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિમાં 4.62 ટકાનો ઘટાડો થયો છે. ગૌતમ અદાણીની સંપત્તિ 84.1 બિલિયન ડૉલર હોવાનો અંદાજ છે.

વિશ્વના ટોચના ત્રણ અબજોપતિઓમાં સ્થાન મેળવનાર અદાણી મુકેશ અંબાણીની રેન્કિંગમાં 10માં સ્થાને છે. ફ્રેન્ચ બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં ટોચ પર છે. લૂઈસ વીટનના સ્થાપક અને CEO બર્નાર્ડ આર્નોલ્ટ, એલોન મસ્કને પાછળ છોડીને ડિસેમ્બર 2022માં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતાં.

અમેરિકન રિસર્ચ એજન્સી હિંડનબર્ગ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટના થોડા દિવસો બાદ આ યાદી બહાર પાડવામાં આવી છે. હિંડનબર્ગ દ્વારા છેતરપિંડીના આરોપોને પગલે અદાણી ગ્રૂપના શેર તૂટ્યા હતા, જેના પરિણામે ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપત્તિનું નુકસાન થયું હતું. અહીં તમને જણાવી દઈએ કે, લિસ્ટમાં ઉતાર-ચઢાવ થતો રહે છે. જો અદાણીની કંપનીના શેરમાં વધારો થશે તો તેમની અંગત સંપત્તિમાં પણ વધારો થવાની ધારણા છે.

માર્ચની વાત કરીએ તો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ-દર-વર્ષે ચોખ્ખા નફામાં રૂ. 16,203 કરોડનો 22.50 ટકાનો વધારો નોંધાવ્યો હતો. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે રૂ. 13,227 કરોડ હતો. કામગીરીમાંથી આવક વાર્ષિક ધોરણે 36.79 ટકા વધીને રૂ. 211,887 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 154,896 કરોડ હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પણ શુક્રવારે રૂ.19 લાખ કરોડની માર્કેટ મૂડીને સ્પર્શી ગઈ હતી. શુક્રવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર 3 ટકા વધીને રૂ.2,816.35 થયો હતો. છેલ્લા બે સપ્તાહમાં RILના શેરમાં લગભગ 14 ટકાનો વધારો થયો છે.

અબજોપતિ મુકેશ અંબાણી યુક્રેન પર રશિયાના હુમલાને કારણે વૈશ્વિક કોમોડિટીના ભાવમાં ઉછાળાથી નફો મેળવી રહ્યા છે. બેન્ચમાર્ક સેન્સેક્સમાં 5% ઘટાડાની સરખામણીમાં 2022 (વર્ષથી આજ સુધી) RILના શેરમાં લગભગ 16%નો વધારો થયો છે. બમ્પર ઓઇલ રિફાઇનિંગ માર્જિન, ટેલિકોમ, ડિજિટલ સેવાઓ અને રિટેલ બિઝનેસમાં સતત વૃદ્ધિને કારણે RILએ તેના Q4FY22ના નફામાં રૂ. 16,203 કરોડમાં 22% થી વધુ વૃદ્ધિ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp