સરકારી કંપની 1 શેર પર આપી રહી છે 33 રૂપિયાનું ડિવિડેન્ટ,રેકોર્ડ ડેટ સપ્ટેમ્બરમાં

PC: economictimes.indiatimes.com

ડિવિડેન્ટ સ્ટોક પર દાવ લગાવનારા રોકાણકારો માટે સારા સમાચાર છે. સરકારી કંપની Balmer Lawrie Investaments Ltdએ રોકાણકારોને દરેક શેર પર 33 રૂપિયાનું ડિવિડેન્ટ આપવાનો નિર્ણય લીધો છે. ડિવિડેન્ટ માટે નક્કી રેકોર્ડ ડેટ આ જ મહિને છે. આગામી થોડા દિવસોમાં Balmer Lawrie Investaments Ltd શેર બજારમાં એક્સ ડિવિડેન્ટ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. શેર બજારને આપેલી જાણકારીમાં Balmer Lawrie Investaments Ltdએ જણાવ્યું હતું કે, 10 રૂપિયાના ફેસ વેલ્યૂવાળા એક શેર પર 330 રૂપિયાનું ડિવિડેન્ટ આપ્યું હતું.

કંપનીએ તેના માટે 20 સપ્ટેમ્બર 2023ની તારીખને રેકોર્ડ ડેટ જાહેર કરી છે. જે કોઈ રોકાણકારનું નામ કંપનીના રેકોર્ડ બૂકમાં આ દિવસે રહેશે તેને જ ડિવિડેન્ટનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે Balmer Lawrie Investaments Ltdની AGM 27 સપ્ટેમ્બરના રોજ થશે. તેના 30 દિવસની અંદર યોગ્ય રોકાણકારોને ડિવિડેન્ટની ચૂકવણી કરવામાં આવશે. શુક્રવારે 1.10 ટકાની તેજી સાથે Balmer Lawrie Investaments Ltdના શેરનો ભાગ 475.85 રૂપિયા લેવલ પર પહોંચીને બંધ થયા હતા.

છેલ્લા એક મહિના દરમિયાન કંપનીના શેરોની કિંમતમાં 12 ટકા કરતા વધુ તેજી જોવા મળી છે. Balmer Lawrie Investaments Ltdના શેરોમાં આવેલી આ તેજીનું મોટું ડિવિડેન્ટની જાહેરાત છે. આ અગાઉ આ સ્ટોક મંદ પડ્યો હતો. Balmer Lawrie Investaments Ltd પેટ્રોલિયમ મંત્રાલય અંતર્ગત આવે છે. જૂનમાં સરકારની કંપનીમાં કુલ હિસ્સેદારી 59.67 ટકા જ હતી.

Balmer Lawrie Investaments Ltd ભારત સરકારનો એક ઉપક્રમ છે. તે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય અંતર્ગત કામ કરે છે. Balmer Lawrie Investaments Ltd ઔદ્યોગિક પેકેજિંગ, બેરલ અને ડ્રમ, રસોઈ ગેસ સિલિન્ડર, ગ્રીસ, ચામડાના રસાયણ અને સમુદ્રી માલ વાહક કન્ટેનરોનું નિર્માણ કરે છે. તે ચાના નિકાસ, વેપાર, યાત્રા, પર્યટન, માલ તેમજ એન્જિનિયરિંગ સેવાઓ જેવી ઉર્જા સંબંધિત લેખા અને પરામર્શ તેમજ માલ વાહક કન્ટેનરની સમારકામ જેવી વિશાળ પરિયોજના પર કામ કરવામાં આવે છે.

Balmer Lawrie Investaments Ltdએ પોતાના ઔદ્યોગિક સફર કોલકાતાથી ફેબ્રુઆરી 1867ના રોજ એક ભાગીદારીના રુપમાં શરૂ કરી હતી, જેની સ્થાપના સ્કોટલેન્ડના બે રહેવાસીઓ જોર્જ સ્ટીફેન બામર અને એલેક્જેન્ડર લોરીએ કરી હતી. ચાથી લઈને નૌવહન, વીમાથી લઈને બેંકિંગ, ટ્રેડિંગથી લઈને વિનિર્માણ કદાચ જ કોઈ એવો વેપાર હશે જેમાં બામાર લોરીએ પોતાના શરૂઆતી વર્ષોમાં હાથ ન નાખ્યો હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp