અદાણી ગ્રુપને આ બેંકે આપી 21000 કરોડની લોન, બેંકના ચેરમેને આપ્યું આ નિવેદન

PC: twitter.com

ભારતની સૌથી મોટી સરકારી બેંક, બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ 21,000 કરોડ (2.6 અબજ ડૉલર) રૂપિયાની લોન અદાણી ગ્રુપના ફર્મોને આપી છે. SBIના નિયમો હેઠળ જેટલી લોનની મંજૂરી આપી છે, આ રકમ તેની અડધી છે. ગુરુવારે આવેલા એક રિપોર્ટમાં તેનો ખુલાસો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SBI દ્વારા અદાણીને આપવામાં આવેલા પૈસાઓમાં તેની વિદેશી એકાઇઓથી 200 મિલિયન ડૉલર પણ સામેલ છે.

SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ ગુરુવારે કહ્યું કે, ઉથલ-પાથલથી પ્રભાવિત અદાણી ગ્રુપની કંપનીઓ દેવાવાળી થઇ ચૂકી છે અને બેંકે અત્યાર સુધી જે કંઇ પણ લોન આપી છે તેમાં તાત્કાલિક તેમને કોઇ પડકાર દેખાઇ રહ્યો નથી. બ્લૂમબર્ગને એક જાણકારના આધારે આ જાણકારી આપી છે. ગુરુવારે BSE પર SBIના શેર 527.75 રૂપિયા પર લગભગ સપાટ કારોબાર કરી રહ્યા હતા. અમેરિકા સ્થિત ફાર્મ હિન્ડનબર્ગના એક રિપોર્ટ બાદ અદાણી ગ્રુપની કંપનીઓને માર્કેટ કેપિટલાઇઝેશનનું જોરદાર નુકસાન થયું હતું.

એક રિપોર્ટ મુજબ, હિંડનબર્ગના રિપોર્ટ બાદ એક અઠવાડિયામાં અદાણી ગ્રુપની કંપનીઓને 100 અબજ ડૉલરના માર્કેટ કેપિટલાઇઝેશનનું નુકસાન થયું. હિંડનબર્ગના આ રિપોર્ટમાં અદાણી ગ્રુપની કંપનીઓના નાણાકીય કામકાજ પર સવાલ ઉઠાવ્યા હતા. આ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે ઘટાડો આવ્યો છે. જો કે ગૌતમ અદાણીના નેતૃત્વવાળા ગ્રુપે આ આરોપોને નિરાધાર અને ભ્રામક બતાવ્યા હતા. તેમણે દાવો કર્યો કે આ રિપોર્ટમાં જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

અદાણી ગ્રુપે આ મામલાને કોર્ટમાં લઇ જવાની વાત પણ કહી હતી. ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બધી સરકારી બેંકોને કહ્યું છે કે, તેમણે કેટલી લોન અદાણી ગ્રુપને આપી છે. તેની જાણકારી RBIને આપે. સમાચાર એજન્સી રોયટર્સે આ જાણકારી આપી છે. તેના રિપોર્ટ મુજબ RBI એ જે જાણકારી માગી છે તેમાં લોન માટે અદાણી ગ્રુપની જે સંપત્તિઓને કોલેટરલના રૂપમાં માનવામાં આવી છે તેની લિસ્ટ પણ સામેલ છે. એ સિવાય અદાણી ગ્રુપમાં બેંકના અપ્રત્યક્ષ જોખમની લિસ્ટ પણ માગવામાં આવી છે.

SBIના ચેરમેન દિનેશ કુમાર ખારાએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે અદાણી ગ્રુપ સાથે જોખમોને લઇને ચિંતાજનક કોઇ વાત નથી. અદાણી ગ્રુપે હાલમાં બેંક પાસે કોઇ ફંડ લીધું નથી. Societe Generale નામની એક સંસ્થાએ બુધવારે કહ્યું કે, અદાણી ગ્રુપમાં ઇન્ડિયન બેન્કિગ સેક્ટરનું જોખમ માત્ર 0.6 ટકા છે. અદાણી ગ્રુપ દ્વારા FPO રદ્દ કર્યા બાદ ગુરુવારે પણ કંપનીના શેરોમાં ઘટાડો નોંધવામાં આવ્યો. ત્યારબાદ આ દિગ્ગજ કંપનીનું માર્કેટ લોસ 100 બિલિયન ડૉલર સુધી જતું રહ્યું.

ગુરુવારે અદાણી એન્ટરપ્રાઇઝના સ્ટોકમાં લગભગ 20 ટકાનો ઘટાડો નોંધાયો, જે માર્ચ 2022 બાદ પોતાના સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયા છે. આ ગ્રુપની અન્ય કંપનીઓ પણ દબાવમાં જોવા મળી. અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન 5 ટકાથી નીચે હતા, જ્યારે અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી અને અદાણી ટ્રાન્સમિશનમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો હતી. જો પંજાબ નેશનલ બેંકની વાત કરીએ તો આ બેંકનું અદાણી ગ્રુપમાં કુલ જોખમ 7,000 કરોડ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp