અદાણી કેસ મામલે SEBIની મોટી જાહેરાત, નિર્મલા સીતારમણને...
અદાણી ગ્રુપના શેરમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI) આ અઠવાડિયે નાણા મંત્રાલયને અદાણી ગ્રૂપની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO)ની તપાસ અંગે અપડેટ આપશે. SEBI બોર્ડ 15 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને મળીને તપાસ અંગે અપડેટ આપશે.
અહીં તમને જણાવી દઈએ કે, હિંડનબર્ગ રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, ગયા અઠવાડિયે અદાણી ગ્રૂપના કેટલાક શેર્સમાં થોડો વધારો થયો હતો, પરંતુ હમણાં ઘણી કંપનીઓના શેરમાં સતત લોઅર સર્કિટ જોવા મળી રહી છે.
સૂત્રોને ઉલ્લેખીને મળેલા અહેવાલ મુજબ, અદાણી ગ્રૂપના શેરમાં તાજેતરના ઘટાડા દરમિયાન રેગ્યુલેટર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેલન્સ અંગે SEBI બોર્ડ નાણાં પ્રધાનને જાણ કરશે. હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા પછી અદાણી ગ્રુપે માર્કેટ વેલ્યુએશનમાં 100 બિલિયન ડૉલરનું નુકસાન કર્યું છે.
કંપનીના ઘટતા શેરને કારણે, ગ્રૂપે તેની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસની રૂ. 20,000 કરોડની સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કરેલી FPO પાછી ખેંચી લીધી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, SEBI ઓફશોર ફંડ ફ્લોની તપાસ અંગે પણ નાણા મંત્રાલયને અપડેટ આપશે.
SEBI અદાણી ગ્રુપના શેરબજારના રૂટની સઘન તપાસ કરી રહી છે. તે અદાણી ગ્રૂપની બિઝનેસ પેટર્ન, રદ કરાયેલા FPOમાં અનિયમિતતા અને ગ્રૂપના ઓફશોર ફંડની તપાસ કરી રહી છે. અદાણી ગ્રૂપના શેરના ભાવમાં થતો ઉતાર-ચઢાવ (અસ્થિરતા) નિયંત્રણમાં રહે તે માટે SEBIએ તાજેતરમાં કેટલાક પગલાં લીધાં હતાં.
હિંડનબર્ગના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડીભર્યા વ્યવહારો, લોન સહિત શેરમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં 88 પ્રશ્નો દ્વારા અનેક દાવા પણ કરવામાં આવ્યા છે. અદાણી ગ્રુપે તેના 413 પાનાના જવાબમાં આ આરોપોને ફગાવી દીધા છે. અદાણી જૂથે 88માંથી 68 પ્રશ્નોને બનાવટી જાહેર કર્યા છે. અદાણી ગ્રૂપ વતી એવું કહેવામાં આવ્યું હતું કે, 88 પ્રશ્નોમાંથી 68 પ્રશ્નો બનાવટી અને ગેરમાર્ગે દોરનારા છે. કંપની વતી એવું કહેવામાં આવ્યું છે કે, હિંડનબર્ગનો રિપોર્ટ 'ખોટી માહિતી અને ખોટા આરોપો'ના આધારે બનાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp