'સર્કિટ' અરશદ વારસી રોકાણકારો સાથે એવું કરતો કે SEBIએ 1 વર્ષનો બેન લગાવી દીધો
જો તમે પણ યૂટ્યૂબ પર શેરબજાર અને સ્ટોક સાથે સંકળાયેલું જ્ઞાન આપી રહ્યા હો તો સાવધાન થઈ જજો. બજાર નિયામક SEBIએ આવા જ મામલામાં બોલિવુડ એક્ટર અરશદ વારસી પર કડક કાર્યવાહી કરી છે. SEBIએ અરશદ વારસી સહિત 45 યૂટ્યૂબર્સને શેર પંપ એન્ડ ડંપ યોજનામાં દોષી ગણાવ્યા છે. આ લોકો પર નિવેશકોને ગુમરાહ કરવા અને શેરબજારને નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો છે.
SEBI લાંબા સમયથી યૂટ્યૂબ ઈન્ફ્લૂએન્સર્સ પર ગાળિયો કસવાની તૈયારી કરી રહ્યું હતું. આ અંગે બે વર્ષ પહેલા જ નિયમ બનાવવાની કવાયદ શરૂ થઈ ગઈ હતી. SEBIએ કહ્યું છે કે, મામલામાં દોષી મળી આવેલા અરશદ વારસી સહિત ઘણા યૂટ્યૂબર્સ નિવેશકોને ગુમરાહ કરીને પોતાના વોલ્યૂમ વધારી રહ્યા હતા અને મહિનામાં 75 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા હતા. તમામ દોષીઓ પર કાર્યવાહી કરતા SEBIએ બજારમાં ટ્રેડિંગ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દીધો છે. મામલામાં અરશદ વારસી અને તેની પત્ની પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. Maria Goretti પર પણ SEBIએ બજારમાં ટ્રેડિંગ પર બેન લગાવી દીધો છે.
શેરોની પંપ એન્ડ ડંપ સ્કીમને ફાયનાન્સિયલ ફ્રોડ એટલે કે નાણાકીય છેતરપિંડીની કેટેગરીમાં રાખવામાં આવી છે. તેમા ટ્રેન થનારા કોઈ સ્ટોકને ઉપર ચડાવવા અથવા નીચે પાડવાની ટેક્ટિસ અપનાવવામાં આવે છે. યૂટ્યૂબ ઈન્ફ્લૂએન્શર્સ પોતાની ચેનલ દ્વારા કોઈ એસેટને પ્રોત્સાહન આપે છે અને જ્યારે તે પ્રોફિટના સ્તર પર પહોંચી જાય છે તો તેનું વેચાણ શરૂ કરી દે છે. એવી જ ટ્રિક કોઈ શેરને નીચે પાડીને તેને ખરીદવા માટે પણ અપનાવવામાં આવે છે.
SEBIએ પોતાના આદેશમાં કહ્યું છે કે, અરશદ વારસી અને તેની પત્ની પણ યૂટ્યૂબ ચેનલ દ્વારા શેર પંપ એન્ડ ડંપનો ગેમ ચલાવી રહી હતી. મિડકેપ અને સ્મોલકેપ સ્ટોક્સ વિશે ખોટી જાણકારી દ્વારા નિવેશકોને પ્રભાવિત કરી રહ્યા હતા અને વધુ સંખ્યામાં લોકોને આકર્ષિત કરવા માટે પોતાની ચેનલ પર પૈસા આપીને એડ પણ ચલાવતા હતા. હાલના મામલામાં ટીવી ચેનલ સાધના બ્રોડકાસ્ટને લઈને યૂટ્યૂબર્સે નિવેશકોને ગેરમાર્ગે દોર્યા અને તેના શેરોની કિંમત વધારાવી. નેટ પ્રોફિટ સુધી પહોંચતા જ આ લોકોએ શેર વેચીને નફો કમાઈ લીધો. SEBIનું કહેવુ છે કે આવા યૂટ્યૂબર્સ પંપ એન્ડ ડંપ દ્વારા જ મહિનામાં 75 લાખ રૂપિયા સુધી કમાણી કરી રહ્યા હતા. SEBIએ તેની પત્નીની સાથે આ અંગે થયેલી વાતચીતને પણ રેકોર્ડ કરી છે.
SEBI cracks down on new form of ‘pump and dump’ via YouTube channel. Bars 46 entities from securities market via two orders. MO: misleading YouTube videos, paid marketing campaigns, pump up stocks and dump at inflated prices. Shareholders in one scrip increased from 2.1K to 55K pic.twitter.com/cn8s7Kq6LP
— Jayshree P Upadhyay (@jaysh88) March 2, 2023
આ યૂટ્યૂબ ચેનલ્સ પર બેન
SEBIએ તાજા મામલામાં ઘણી યૂટ્યૂબ ચેનલ પર પણ બેન લગાવી દીધો છે. તેમા Moneywise, The Advisor, MidCap Calls અને Profit Yatra જેવી યૂટ્યૂબ ચેનલ સામેલ છે. SEBIનું કહેવુ છે કે, આ ચેનલ્સ પોતાના કામ બન્યા બાદ ડિલીટ કરી દેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp