Tata Techના IPOનો માર્ગ મોકળો, સેબીએ મંજૂરી આપી દીધી, 19 વર્ષ પછી ઇશ્યૂ આવશે

PC: navbharattimes.indiatimes.com

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાં સામેલ ટાટા ગ્રુપની કંપનીનો IPO આવવાનો છે. લગભગ 19 વર્ષ બાદ ગ્રુપ તેની કોઇ કંપનીનો IPO રજૂ કરવા જઈ રહ્યું છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ Tata Techના IPOને ગ્રીન સિગ્નલ આપી દીધું છે.કંપનીએ સેબીમાં Draft Red Herring Prospectus (DRHP) માટે 9 માર્ચ 2023ના રોજ દસ્તાવેજો સબમિટ કર્યા હતા. સેબીમાં જમા કરવામાં આવેલા દસ્તાવેજોમાં જણાવ્યા પ્રમાણે Tata Techના ઓફર ફોર સેલ (OFS) ઇશ્યૂ દ્રારા કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર્સ 9.57 કરોડ ઇક્વિટી શેરોનું વેચાણ કરશે. જેમાં ટાટા મોટર્સ 8.11 કરોડ શેર્સ વેચશે.નવા કોઇ પણ શેરો ઇશ્યૂ કરવામાં નહીં આવે.

Tata Techમાં ટાટા મોટર્સનો મોટો હિસ્સો 74.69 ટકા છે.આ સિવાય બાકીના ભાગમાં આલ્ફા ટીસી હોલ્ડિંગ્સના 7.26 ટકા અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 1ની 3.63 ટકા ભાગીદારી છે.

ટાટા ગ્રુપનો IPO લગભગ 19 વર્ષ પહેલા વર્ષ 2004માં આવ્યો હતો.જૂથની IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ IPO દ્વારા સ્થાનિક શેરબજારમાં પ્રવેશ કર્યો. આ પછી હવે ટાટાનો IPO રજૂ થવા જઈ રહ્યો છે. જો કે, ના Tata Techના આ IPOની સાઇઝ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. JM ફાઇનાન્શિયલ, બોફા સિક્યોરિટીઝ અને સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા ઇશ્યૂના લીડ મેનેજર છે.

Tata Technologies એ ટાટા મોટર્સની પેટાકંપની છે, જે એન્જિનિયરિંગ સેવાઓ પૂરી પાડે છે. તે ઓટો, એરોસ્પેસ, ઔદ્યોગિક ભારે મશીનરી અને અન્ય ઉદ્યોગોને ઉત્પાદન વિકાસ અને ટર્નકી સોલ્યુશન્સ સેવાઓ પ્રદાન કરે છે. આ કંપની વિશ્વના ઘણા દેશોમાં કામ કરે છે. કંપની પાસે સમગ્ર વિશ્વમાં 9300 કર્મચારીઓ કામ કરે છે.

Tata Technologies કંપનીનો બિઝનેસ ઉત્તર અમેરિકાથી યુરોપ સુધી ફેલાયેલો છે. ડિસેમ્બર 2022 માં, ટાટા ટેક્નોલોજીસની પેરેન્ટ કંપની ટાટા મોટર્સે IPO દ્વારા ટાટા ટેક્નોલોજીસમાં હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી. તે સમયે, રેગ્યુલેટરી ફાઈલિંગમાં ટાટા મોટર્સે કહ્યું હતું કે યોગ્ય સમય, સારું વાતાવરણ અને રેગ્યુલેટરી ક્લિયરન્સ મળ્યા બાદ ટાટા ટેકનો IPO લોન્ચ કરવામાં આવશે.

ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનના કાર્યકાળનો આ પહેલો IPO હશે. ચંદ્રશેખરને 2017માં ટાટા ગ્રુપનો હવાલો સંભાળ્યો હતો. ટાટા ઓટોકોમ્પ સિસ્ટમ્સે 2011માં તેનો 260 મિલિયન ડોલરનો IPO મુલતવી રાખ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ટાટા સ્કાય (હવે ટાટા પ્લે) પણ લિસ્ટિંગની યોજના પર કામ કરી રહી છે. 31 ડિસેમ્બર 2021 સુધીમાં, ટાટા ગ્રુપની 29 કંપનીઓ લિસ્ટેડ હતી જેનું કુલ માર્કેટ કેપ 314 બિલિયન ડોલર હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp