એક ડીલ અને રોકેટ બન્યા અદાણીના આ શેર, 5 દિવસમાં લગાવી 90 ટકાની છલાંગ

PC: ndtv.com

હિંડનબર્ગના ઝટકાથી બહાર આવવામાં લાગેલા અદાણી ગ્રુપના શેર છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર છલાંગ લગાવી રહ્યા છે. સોમવારે શરૂઆતી બિઝનેસ દરમિયાન અદાણી ગ્રુપની 6 કંપ અપર સર્કિટને હિટ કરી, પરંતુ સૌથી વધુ તેજી અદાણી એન્ટરપ્રાઇઝીસમાં જોવા મળી. હિંડનબર્ગના રિપોર્ટે અદાણી ગ્રુપની આ પ્રમુખ કંપનીને જોરદાર ઝટકો આપ્યો હતો. આ રિપોર્ટ બાદ અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં ભારે ઘટાડો આવ્યો હતો. આ કારણે કંપનીના મેનેજમેન્ટને 20 હજાર કરોડ રૂપિયાનો FPO પરત લેવો પડ્યો હતો.

છેલ્લા 5 દિવસમાં અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોમાં 90 ટકાની તેજી આવી છે. અદાણી ગ્રુપના શેરોમાં જોરદાર તેજી રાજીવ જૈનની કંપની GQG પાર્ટનર્સના દાવના કારણે આવી છે. GQG પાર્ટનરે અદાણી ગ્રુપમાં 15,446 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. અમેરિકન બુટિક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ GQG પાર્ટનર્સે અદાણી એન્ટરપ્રાઇઝીસમાં 3.4 ટકાની ભાગીદારી માટે લગભગ 5,460 કરોડ રૂપિયા, અદાણી પોર્ટ્સમાં 4.1 ટકાની ભાગીદારી ખરીદવા માટે 5282 કરોડ રૂપિયા, અદાણી ટ્રાન્સમિશનમાં 2.5 એક હિસ્સેદારી માટે 1898 રૂપિયા અને અદાણી ગ્રીન એનર્જીમાં 3.5 ટકાની ભાગીદારી માટે 2806 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 28 ફેબ્રુઆરી 2023ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 1113.05 રૂપિયાના સ્તર પર હતા. 6 માર્ચ 2023ના રોજ અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર 2132 રૂપિયા સ્તર પર પહોંચી ગયા. કંપનીના શેરોએ 5 કારોબારી દિવસોમાં 90 ટકાની છલાંગ લગાવી છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેરોને લૉ લેવલ 1017 રૂપિયા છે. તો તેનો 52 વીક હાઇ 4189.55 રૂપિયા છે. અદાણી એન્ટરપ્રાઇઝીસના શેર આજે 5 ટકાથી વધુ તેજી સાથે 1982.00 રૂપિયા પર બંધ થયા.

હિંડનબર્ગે 24 જાન્યુઆરીના રોજ પોતાનો રિપોર્ટ પ્રકાશિત કરતા અદાણી ગ્રુપ પર શેલ ફર્મોના માધ્યમથી સ્ટોક હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો હતો. 24 જાન્યુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટે અદાણીના શેરોમાં ભારે ઉથલ-પાથલ મચાવી દીધી હતી. આ ગ્રુપની કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશન (Mcap)માં લગભગ 60-70 ટકાનો ઘટાડો આવી ગયો હતો. અદાણી ગ્રુપના બાકી શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી. અદાણી ગ્રીનથી લઇને પોર્ટ સુધી શેર લીલા નિશાન પર ટ્રેડ કરતા નજરે પડ્યા.

અદાણી પાવરના શેરોમાં 5 ટકાની તેજી સાથે અપર સર્કિટ લાગ્યો અને તે 177.90 રૂપિયા પર પહોંચ્યા. અદાણી ટ્રાન્સમિશને પણ 5 ટકાની તેજી સાથે અપર સર્કિટને હિટ કર્યા. 5 ટકાની તેજીના અપર સર્કિટ સાથે ગ્રીનના શેર 590.10 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યા હતા. અદાણી ટોટલ ગેસ પણ 5 ટકા ચડ્યા. અદાણી વિલ્મરમાં પણ 5 ટકાની તેજી જોવા મળી. NDTVના સ્ટોકમાં પણ 5 ટકાની શેર અપર સર્કિટ પર લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp