26th January selfie contest

ગૌતમ અદાણીએ NCP ચીફ શરદ પવાર સાથે કરી મુલાકાત, અટકળોનું બજાર ગરમ

PC: khabarchhe.com

મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ગરમાગરમી જોવા મળી રહી છે. મહાવિકાસ અઘાડીમાં તિરાડ પડવાની સંભાવનાઓ વચ્ચે શરદ પવારના રાજકારણને લઇને તમામ પ્રકારની ચર્ચાઓ છે. બીજી તરફ, NCP ચીફ શરદ પવાર અને બિઝનેસમેન ગૌતમ અદાણીની વચ્ચે મુલાકાત થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, શરદ પવારના મુંબઈ સ્થિત આવાસ પર ગૌતમ અદાણી પહોંચ્યા. હજુ એ સ્પષ્ટ નથી થયુ કે, આ મુલાકાત શિષ્ટાચાર મુલાકાત છે કે તેની પાછળ કોઈ અન્ય કારણ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં અટકળોનું બજાર ગરમ છે. બે દિવસ સુધી શરદ પવારના ભત્રીજા અજીત પવારે BJP માં સામેલ થવાની અટકળો પર મૌન સેવી રાખ્યું. ત્યારબાદ પ્રેસ કોન્ફ્રેન્સમાં તેમણે કહ્યું કે, હું એફિડેવિટ લખીને આપી શકું છું કે હું NCP માં જ રહીશ.

બિઝનેસમેન ગૌતમ અદાણી ગુરુવારે શરદ પવારના મુંબઈ સ્થિત સિલ્વર ઓક આવાસ પહોંચ્યા. ત્યાં પવાર અને અદાણી વચ્ચે મુલાકાતની જાણકારી સામે આવી છે. આ મુલાકાત એવા સમયમાં થઈ રહી છે, જ્યારે પવારે અદાણી-હિંડનબર્ગ મામલામાં વિપક્ષના વલણથી અલગ સ્ટેન્ડ લીધુ હતું. પવારે આ મામલામાં સંયુક્ત સંસદીય સમિતિ પાસે તપાસના ઔચિત્ય પર સવાલ ઉઠાવ્યા હતા. પવારે સુપ્રીમ કોર્ટની કમિટી પાસે તપાસ કરાવવાની વકાલત કરી હતી. જોકે, બાદમાં તેમણે કહ્યું હતું કે, જો વિપક્ષ એક વાત પર અડી રહ્યું હોય તો તેમને કોઈ વાંધો નથી.

એક ઇન્ટરવ્યૂમાં શરદ પવાર કહ્યું હતું કે, એક જમાનો એવો હતો કે સત્તાધારી પાર્ટીની ટીકા કરવી હોય તો આપણે ટાટા-બિરલાનું નામ લઇને ક્રિટિસિઝ્મ કરતા હતા. આજકાલ ટાટા-બિરલાનું નામ લેતા નથી. આજકાલ અંબાણી-અદાણીનું નામ લે છે, તેમનું દેશમાં શું યોગદાન છે, તે અંગે પણ આપણે વિચારવાની જરૂર છે.

NCP ચીફ શરદ પવારે એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અદાણી હિંડનબર્ગ વિવાદ પર પોતાનો અભિપ્રાય રજૂ કર્યો હતો. પવારે આ દરમિયાન કહ્યું કે, આજકાલ અદાણી અંબાણી પર હુમલો કરવામાં આવી રહ્યો છે, જ્યારે વીજળી ક્ષેત્રમાં અદાણીનું મહત્ત્વનું યોગદાન છે. અદાણીના મુદ્દા પર જ્યારે પવારને સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અદાણી-હિંદનબર્ગ મામલામાં જેપીસી તપાસની જરૂર નથી કારણ કે, તેનો નિષ્કર્ષ સત્તા પક્ષ પ્રમાણે જ રહેશે. પવારે કહ્યું કે, તેમનું માનવુ છે કે, આ મામલામાં તપાસ સુપ્રીમ કોર્ટના પાંચ સભ્યોની કમિટી પાસે કરાવવી જોઈએ. આ કમિટીમાં એક રિટાયર્ડ જજ પણ સામેલ થઈ શકે છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ તમામ ઉઠાપટક ચાલી રહી છે. જુલાઈમાં એકનાથ શિંદેના સત્તા સંભાળ્યા બાદ નવી રાજકીય સંભાવનાઓ બની-બગડી રહી છે. NCP ચીફ શરદ પવારના ભત્રીજા અજીત પવારને લઈને પણ તમામ અટકળો લગાવવામાં આવી રહી છે. એવુ કહેવામાં આવી રહ્યું હતું કે, તેઓ BJPમાં સામેલ થઈ શકે છે. પરંતુ, મંગળવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં અટકળો પર હાલ બ્રેક લગાવી દીધી. અજીત પવારે કહ્યું કે, તેઓ NCP છોડીને ક્યાંય નથી જઈ રહ્યા અને એક એફિડેવિટ પર લખી શકે છે કે તેઓ NCPમાં જ રહેશે. અજીત પવારે કહ્યું હતું કે, તેમના વિશે અફવાઓ ઉડાવવામાં આવી રહી છે. તેમજ, શરદ પવારે પણ કહ્યું હતું કે, અજીત પવાર ચૂંટણી સંબંધી કામમાં વ્યસ્ત છે અને માત્ર મીડિયામાં એવા સમાચાર ચાલી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp