‘Big B’એ 74 રૂપિયાના ભાવે આ શેર ખરીદેલો 5 વર્ષમાં કરોડોની કમાણી, 5 ગણું વળતર

PC: livemint.com

80 વર્ષની ઉંમરે પહોંચેલા બોલિવુડના અભિનેતા અમિતાભ બચ્ચન ફિલ્મો અને અન્ય પ્રોજેક્ટ દ્રારા તો કરોડો રૂપિયાની કમાણી કરે જ છે, પરંતુ એક શેરમાં તેમણે કરેલા રોકાણમાં પણ તેમને કરોડો રૂપિયાની કમાણી થઇ રહી છે.

બોલિવુડના શહેનશાહ અને ‘Big B’તરીકે જાણીતા અમિતાભ બચ્ચન એક નાની કંપનીના શેરમાં રોકાણ કરીને બમ્પર કમાણી કરી રહ્યા છે. તેમના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ એક નાની કંપનીના સ્ટોકે છેલ્લા 5 વર્ષમાં 5 ગણું વળતર આપ્યું છે. 2017માં વાયરિંગ કંપની DP Wiresનો IPO આવ્યો હતો, જેમાં અમિતાભ બચ્ચને ઇન્વેસ્મેન્ટ કર્યું હતું.

 

ACE ઇક્વિટીના ડેટા મુજબ, અમિતાભ બચ્ચનની પાસે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જમાં લિસ્ટેડ DP Wiresના 3, 32,800 શેર્સ એટલે કે 2.45 ટકા હિસ્સેદારી છે. આ કંપનીનો IPO આવ્યા પછી અમિતાભ બચ્ચને આ શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. Big B’ની પાસે કંપનીના શેરો સપ્ટેમ્બર 2018થી છે.

DP Wiresના શેરના ભાવમાં 4.87 ગણો ઉછાળો આવ્યો છે. કંપનીના શેરનો ભાવ 3 સપ્ટેમ્બર 2018ના દિવસે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જમાં 74 રૂપિયા હતો. 3 માર્ચ 2023ના દિવસે આ શેરનો ભાવ 359.85 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સાથે જ કંપનીનું માર્કેટ કેપ 488.92 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. સપ્ટેમ્બર 2018માં કંપનીનુ માર્કેટ કેપ માત્ર 100 કરોડ રૂપિયા હતુ.

લગભગ પાંચ ગણું વળતર આપતા આ સ્મોલકેપ શેરે બિગ-બીને સારી કમાણી કરાવી આપી છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તોલગભગ 20 ટકા વળતર આપ્યું છે. જ્યારે બિગ બીએ આ શેર્સમાં રોકાણ કર્યું ત્યારે તેમના રોકાણની કિંમત લગભગ 2.5 કરોડ રૂપિયા હતી, જે વધીને લગભગ 12 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

DP Wiresકંપનીના રિપોર્ટ કાર્ડ પર નજર કરીએ તો, કંપનીનું ચોખ્ખું વેચાણ વાર્ષિક ધોરણે 25.70 ટકા વધીને નાણાકીય વર્ષ 2017માં રૂ. 195.38 કરોડથી નાણાકીય વર્ષ 22માં રૂ. 613.24 કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન, કંપનીના ચોખ્ખા નફામાં 42.05 ટકાનો વધારો થયો છે, જ્યારે તેનો નફો રૂ. 5.02 કરોડથી વધીને રૂ. 29.05 કરોડ થયો છે.

બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચેને જે કંપનીમાં રોકાણ કરવા માટે રસ દાખવ્યો છે તે DP Wiresમધ્યપ્રદેશ સ્થિત કંપની સ્ટીલ વાયર અને પ્લાસ્ટિક ફિલ્મોના ઉત્પાદન અને પુરવઠામાં રોકાયેલી છે જે તેલ અને ગેસ, પાવર, પર્યાવરણ, નાગરિક, ઉર્જા, ઓટોમોબાઈલ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઉદ્યોગોમાં ઉપયોગમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp