આ કંપનીનો શેર 600 ટકા ઉછળી ગયો, રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક સાબિત

PC: aajtak.in

બેવરેજીસ કંપનીના એક શેરે રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. છેલ્લાં એક વર્ષમાં જ આ સ્ટોકમાં રોકાણકારોને 100 ટકા રિટર્ન મળી ગયું છે. શુક્રવારે પણ આ શેર ઉપરમાં બંધ રહ્યો હતો. બોક્રરેજ હાઉસનું માનવું છે કે આ શેરમાં હજુ પણ તેજી જોવા મળી શકે છે.

રોકાણકારો માટે મલ્ટીબેગર સ્ટોક સાબિત થયેલી આ કંપનીના શેરનું નામ છે વરુણ બેવરેજીસ. આ શેરે રોકાણકારોને બખ્ખાં કરાવી દીધા છે. લાર્જ કેપના આ શેરમાં છેલ્લાં બે વર્ષમાં 195 ટકા રિટર્ન આપ્યું છે અને છેલ્લાં 5 વર્ષમાં તો 600 ટકા જેટલું અધધધધધ રિટર્ન આપ્યું છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)પર 17 માર્ચે વરુણ બેવરેજીસના શેરનો ભાવ 1322.85 પર બંધ રહ્યો હતો. આ શેરનો ભાવ 12 ડિસેમ્બરે 1432.05 પર પહોંચ્યો હતો જે 52 સપ્તાહની સૌથી ઉંચી સપાટીએ હતો. તેની સામે 17 માર્ચ 2022ના દિવસે 610નો ભાવ હતો જે તેના 52 સપ્તાહનો સૌથી નીચો ભાવ હતો. એ રીતે જોવા જઇએ વરૂણ બેવરેજીસના શેરનો ભાવ તેના 52 સપ્તાહના લો લેવલથી 115 ટકા ઉપર આવ્યો છે.

બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલને અપેક્ષા છે કે કંપની આગળ પણ કમાણી કરતી રહેશે. ગરમીની સિઝનમાં કંપનીના પ્રોડક્ટસમાં ઉછાળો આવવાવાની સંભાવના છે. બ્રોકરેજ હાઉસે 1620 રૂપિયાના ટાર્ગેટ સાથે ‘BUY’રેટિંગ આપ્યું છે.

તો કોટક ઇન્સ્ટિયૂશનલ ઇક્વિટિઝે 1500નો ટાર્ગેટ રાખ્યો છે અને તેણે પણ BUY’રેટિંગ આપ્યું છે. એક્સિસ સિક્યોરિટીઝે 1500 રૂપિયાનો ટાર્ગેટ રાખીને BUY’રેટિંગ આપ્યું છે. કંપનીએ અપેક્ષા કરતા વધુ સારા ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા હતા. વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 150 ટકા વધીને રૂ. 81.52 થયો છે. ગયા વર્ષના ત્રિમાસિક ગાળામાં આ આંકડો 32.59 કરોડ રૂપિયા હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કંપનીની આવક રૂ. 1,764.94 કરોડથી 23 ટકા વધીને રૂ. 2,257.20 કરોડ થઈ છે.

છેલ્લા પાંચ દિવસમાં વરુણ બેવરેજીસના શેરમાં 1.91 ટકાનો ઘટાડો થયો છે. જો કે છેલ્લા એક મહિનામાં શેરમાં 1.17 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક છ મહિનામાં 22.36 ટકા વધ્યો છે અને એક વર્ષમાં 100 ટકાથી વધુ ઉછળ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં આ સ્ટોક 641.88 ટકા ઉછળ્યો છે. 23 માર્ચ, 2018ના રોજ તે રૂ. 178.31 પર હતો, હવે તે રૂ. 1300ને પાર કરી ગયો છે.

Varun Beverages પાસે મોટી મેન્યૂફેકચરીંગ ફેસેલીટી અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. કંપની પેપ્સીકોના પ્રોડક્ટસ જેવા કે કાર્બોનેટ સોફ્ટ ડ્રિંક્સ, કાર્બોનેટેડ જ્યૂસ બેઇઝ્ડ બેવરેજીસ, એનર્જિ ડ્રિંક્સ, સ્પોર્ટસ ડ્રિંક્સ અને પેકેજ્ડ ડ્રિકિંગ વોટર બનાવે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા  સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું હીતાવહ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp