હિંડનબર્ગના રિપોર્ટ બાદ 18 ટકા ઘટ્યા 5 સરકારી બેંકોના શેર

PC: barandbench.com

અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટથી ન માત્ર અદાણી ગ્રુપના શેરોને ઝટકો લાગ્યો છે, પરંતુ અદાણી ગ્રુપની કંપનીઓમાં ડેટ એક્સપોઝર (આપેલી લોન) સાથે જોડાયેલી ચિંતાઓના કારણે સરકારી બેંકોના શેરો પર પણ જોરદાર માર પડ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) અને સરકાર તરફથી સતત આશ્વાસન આપ્યા બાદ પણ સરકારી બેંકના શેરમાં દબાવ છે.

હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ 1 મહિનામાં બેંક ઓફ ઇન્ડિયા (BOI), યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરોમાં 18 ટકા સુધીનો ઘટાડો આવ્યો છે. બેંક ઓફ ઇન્ડિયાના શેર એક મહિનામાં 18.45 ટકા ઘટી ગયા છે. તેના શેર 24 જાન્યુઆરી 2023ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં 85.90 રૂપિયાના સ્તર પર હતા. બેંકના શેર 2 ફેબ્રુઆરી 2023ના રોજ BSEમાં 70.05 રૂપિયા પર બંધ થયા છે.

બેંકના શેરોમાં 52 અઠવાડિયાના હાઇ લેવલ 103.50 રૂપિયા છે. તો 52 અઠવાડિયાના લો લેવલ 40.40 રૂપિયા છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના શેર છેલ્લા એક મહિનામાં 16.7 ટકા ઘટ્યા છે. યુનિયન બેંકના શેર 24 જાન્યુઆરી 2023ના રોજ BSE પર 80.55 રૂપિયાના સ્તર પર હતા. બેંકના શેર 2 ફેબ્રુઆરી 2023ના રોજ BSEમાં 67.05 રૂપિયા પર બંધ થયા છે. સરકારી બેંકના શેરોનું 52 અઠવાડિયા હાઇ લેવલ 96.40 રૂપિયા છે.

તો બેંક શેરોના 52 અઠવાડિયાના લો લેવલ 33.55 રૂપિયા છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB)ના શેરોમાં છેલ્લા એક મહિનામાં લગભગ 17 ટકાનો ઘટાડો આવ્યો છે. આ બેંકના શેર 24 જાન્યુઆરી 2023ના રોજ BSE પર 29.15 રૂપિયાના સ્તર પર હતા. સરકારી બેંકના શેર 24 ફેબ્રુઆરી 2023ના રોજ BSEમાં 24.20 રૂપિયા પર હતા. આ બેંકના શેરોના 52 અઠવાડિયા હાઇ લેવલ 36.70 રૂપિયા હતા. તો બેંકના શેરોનું 52 ટકા લો લેવલ 15.25 રૂપિયા છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના શેરોમાં છેલ્લા એક મહિનામાં 16.47 ટકાનો ઘટાડો આવ્યો છે. આ બેંકના શેર 24 જાન્યુઆરી 2023ના રોજ BSEમાં 30.35 રૂપિયાના સ્તર પર હતા. બેંકના શેર 24 ફેબ્રુઆરી 2023ના રોજ BSEમાં 25.35 રૂપિયા પર બંધ થયા છે. પંજાબ એન્ડ સિંધ બેંકના શેરોમાં છેલ્લા એક મહિનામાં લગભગ 15.6 ટકાનો ઘટાડો આવ્યો છે. આ બેંકના શેર 24 જાન્યુઆરી 2023ના રોજ BSEમાં  30.15 રૂપિયાના સ્તર પર હતા. તો 2 ફેબ્રુઆરી 2023ના રોજ BSEમાં 25.5 રૂપિયા પર બંધ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp