પત્ની કમાય છે, હું ખર્ચું છું...આમાં આંખો ઝુકાવવા જેવી શું વાત છે? યુવતીએ કહ્યું

PC: indiatoday.in

એક બહુ જૂની કહેવત છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આના ઘણા ઉદાહરણો તમે તમારી આસપાસ જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ઘણા મોટા ઉદ્યોગપતિઓ પણ પોતાની પત્નીઓ પાસેથી આર્થિક મદદ લઈને સફળતાની સીડી ચડી ચૂક્યા છે. આમ તો આપણા સમાજનું માનવું એવું છે કે અહીં જો કોઈ સ્ત્રી તેના પતિ કરતાં વધુ કમાય છે, તો એવું માનવામાં આવે છે કે તે તેના પતિના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. તો કેટલાક લોકો એવા છે જેમણે તેમની પત્નીઓની મદદ લેવામાં કોઈ ખચકાટ નથી બતાવ્યો અને આખી દુનિયા તેમને જાણે છે.

હકીકતમાં, એક સમાચાર પર ફરી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે કે શું પુરુષને તેની પત્નીની કમાણીથી આગળ વધવું યોગ્ય નથી? આ શાર્ક ટેન્કના એપિસોડ પછી, જેમાં જૂતા બનાવતી એક સ્ટાર્ટઅપ ફ્લેટહેડ્સના ફાઉન્ડરે ભાવુક થઈને કહ્યું હતું કે, પત્ની કમાય છે, હું ઉડાવું છું. શોમાં આ વાત તેમને થોડી નિરાશા સાથે કહી હતી. આ પછી એક ઋચા સિંહ નામની ટ્વિટર યુઝરે આ સમગ્ર મામલે ટ્વિટર થ્રેડ લખીને કહ્યું કે આમાં કંઈ ખોટું નથી અને આ પહેલા પણ ઘણા ઉદ્યોગપતિઓ આવું કરી ચૂક્યા છે.

તેણે લખ્યું, પત્ની કમાય છે, હું ઉડાવું છું. આ વાત ગણેશ બાલક્રિષ્નન (ફ્લેથહેડ્સના સંસ્થાપક) દ્વારા સહેજ શરમાળ સ્મિત સાથે કહી હતી. મને સમજાયું કે આપણા સમાજમાં કેવી રીતે પત્નીની કમાણી પર જીવવાને નીચું જોવામાં આવે છે. તેણે આ થ્રેડને આગળ લઈ જઈને તેમણે લખ્યું, માત્ર ગણેશ જ નહીં, અન્ય બે સફળ ઉદ્યોગપતિઓએ પણ તેમની પત્નીઓ પાસેથી આર્થિક મદદ લીધી હતી. પ્રથમ, ઇન્ફોસિસના નારાયણ મૂર્તિ. તેમણે તેમની પ્રથમ કંપનીની નિષ્ફળતા પછી તેમની પત્ની સુધા મૂર્તિ પાસેથી મૂડી લઈને ઇન્ફોસિસ શરૂ કરી. બીજા, ઓલાના ભાવિશ અગ્રવાલ. તેમની પત્ની રાજલક્ષ્મી અગ્રવાલે શરૂઆતના દિવસોથી જ તેમને મદદ કરી હતી. જ્યારે ઓલા એક નવું સ્ટાર્ટઅપ હતું, ત્યારે ભાવિશ કસ્ટમરના રિક્વેસ્ટ પૂરી કરવા માટે રાજલક્ષ્મી પાસેથી તેની ગાડી માંગતો હતો. ઋચાએ લખ્યું, હું ગણેશની પત્નીને પણ તેના પતિનો ઉત્સાહ જાળવી રાખવા બદલ અભિનંદન આપવા માંગુ છું.

ઋચાના આ ટ્વીટને ઘણો સપોર્ટ મળ્યો છે. ઘણા યુઝર્સે કેટલાક અન્ય બિઝનેસમેનના નામ જણાવ્યા જેઓ તેમની પત્નીઓની મદદથી આગળ આવ્યા હતા. એક યુઝરે લખ્યું કે, સંજીવ ભીચંદાનીએ Naukri.com શરૂ કરવા માટે પત્નીની મદદ પણ લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp