બિલ વખતે વેપારી મોબાઇલ નંબર માંગે તો આપવું જરૂરી છે? જાણો શું છે કાયદો

PC: goodreturns.in

ઘણા વેપારીઓ જ્યારે ગ્રાહકો ખરીદી કરે ત્યારે બિલ બનાવતી વખતે મોબાઇલ નંબર માંગતા હોય છે, પરંતુ કન્ઝયુમર અફેર્સ મંત્રાલયે નવી એડવાઇઝરી બહાર પાડીને કહ્યું છે કે કોઇ પણ વેપારી ગ્રાહકની મંજૂરી વગર મોબાઇલ નંબર માંગી શકશે નહીં. જો ગ્રાહકની પરવાનગી વગર ફોન નંબર માંગવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલે ગ્રાહકો ધ્યાન રાખે કે તમે કોઇ ખરીદી કરો અને વેપારી તમારો મોબાઇલ નંબર માંગે તો આપવો ફરજિયાત નથી.

કન્ઝયુમર અફેર્સ મંત્રાલયને આવી અનેક ફરિયાદ મળી હતી કે ખરીદી કરતી વખતે જ્યારે બિલ બનાવવામાં આવે છે ત્યારે મોબાઇલ નંબર માંગવામાં આવે છે અને જો મોબાઇલ નંબર ન આપવામાં આવે તો વસ્તુ વેચવાની ના પાડે છે. આ વાતને ધ્યાનમાં રાખીને નવી એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે.

કન્ઝયુમર અફેર્સ સેક્રેટરી રોહિત કુમાર સિંઘે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, અનેક ગ્રાહકોની અમને ફરિયાદ મળી છે જેમાં તેમણે મોબાઇલ નંબર ફરજિયાત આપવો પડતો હોવાનું કહેવામાં આવ્યું હતું. એવા પણ કિસ્સા સામે આવ્યા હતો કે મોબાઇલ નંબર નહીં આપવા પર વેપારી બિલ પણ જનરેટ કરતો નથી.

સિંઘે કહ્યુ કે મોબાઇલ નંબર માંગવાની વેપારીઓની નીતિ ખોટી છે અને તેમાં કોઇ તથ્ય નથી. ગ્રાહકની  પરવાનગી વગર મોબાઇલ નંબર માંગી શકાતો નથી.ગ્રાહકોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખી તેમના હિત માટે રિટેલ ઉદ્યોગ અને CII, FICCI અને ASSOCHAM જેવી સંસ્થાઓને એડવાઈઝરી મોકલાશે.

શોપિંગ કર્યા પછી, બિલ માટે ગ્રાહકનો મોબાઈલ નંબર પૂછવા પર, ગ્રાહકનો નંબર દુકાનદારના ડેટાબેઝમાં ફીડ થઈ જાય છે, જેના કારણે આવનારા સમયમાં ગ્રાહકોને ઓફર વગેરે માટે કોલ અને મેસેજ આવવા લાગે છે. ઘણી વખત આ કોલ અને મેસેજને કારણે ગ્રાહકો ખૂબ ગુસ્સે થઈ જાય છે, હવે સરકારે આ પ્રથા બંધ કરવા માટે એડવાઈઝરી જારી કરી છે.

અન્ય એક પગલામાં, મંત્રાલયે સ્માર્ટ ફોન, લેપટોપ અને ટેબ્લેટ માટે યુનિવર્સલ ચાર્જિંગ પોર્ટ - યુએસબી ટાઇપ-સી - ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયને રજૂ કરવા અંગે તેના મંતવ્યો મોકલ્યા છે, જે સૂચવે છે કે આ ચાર્જર્સનો રોલઆઉટ જૂન 2025 થી થઈ શકે છે. પૂર્ણ વાસ્તવમાં, મંત્રાલય ઈ-વેસ્ટ ઘટાડવા માટે માત્ર બે પ્રકારના ઈલેક્ટ્રોનિક ચાર્જિંગ ઉપકરણો માટે સામાન્ય ચાર્જરનો ઉપયોગ કરવાનો આગ્રહ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp