કમાવ તેટલું ઉડાવો એ એપ્રોચ ખોટો છે, પૈસા બચાવવા ખૂબ જરૂરીઃ ધીરેન્દ્ર કુમાર

લગભગ 2 વર્ષ પછી નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2023ના રૂપમાં એક નોર્મલ બજેટ રજૂ કર્યું છે. પહેલા બે બજેટ કોરોના સંક્રમણના કારણે લોકોને સંભાળવાના ઉપાય વધારે લાગી રહ્યા હતા. કોરોના સંક્રમણના સમયમાં જ્યારે દુનિયા મહામારીથી જઝૂમી રહી હતી તે સમયે વધારે પડતા દેશોનો ઉદ્દેશ્ય એ હતો કે, રાજકોષિય સ્થિતિ પર ધ્યાન આપ્યા વગર સામાન્ય લોકોને રાહત પહોંચાડવાના ઉપાય કરવામાં આવે. અમુક દેશ એ ઉદ્દેશ્યમાં સફળ પણ થયા અને ઘણા અસફળ પણ થયા. પણ ભારત આ ઉપાયમાં સફળ રહ્યું.

એક નોર્મલ બજેટમાં લોકોને હંમેશા ટેક્સેશનમાં ફેરફારના આશા રહે છે. કોઇપણ બજેટમાં એ જોવું રસપ્રદ હોય છે કે, કેવી રીતે ટેક્સેશન લોકોની બચત અને રોકાણ પર અસર પાડી શકે છે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવેલા ટેક્સ રિજીમના હિસાબે આપણે હવે સિંપલ ટેક્સ સિસ્ટમની તરફ વધી રહ્યા છીએ. આ વખતે બજેટમાં ટેક્સ સંબંધિત કેટલાક ઉપાય કરવામાં આવ્યા છે અને એ બધાનું લક્ષ્ય એ જ છે કે, જૂના ટેક્સ રિજીમની સરખામણીમાં તેને વધારે આકર્ષક બનાવવામાં આવે. એ ટેક્સ રિજીમના હિસાબે નાણાં મંત્રી આગળ પગલા વધારી રહ્યા છે.

એક દાયકા પહેલા ડાયરેક્ટ ટેક્સ કોડના રૂપમાં એ પ્રકારે શરૂઆત કરવામાં આવી હતી, પણ તે ફેર રહ્યું. નવું ટેક્સ રિજીમ હવે ધીમે ધીમે રૂપ લઇ રહ્યું છે.  એક સિંપલ ટેક્સ સિસ્ટમમાં ટેક્સના ઓછા દર અને એક્ઝમ્પશનની સાથે તે જોવામાં સારું લાગે છે. ગયા થોડા વર્ષોથી દેશમાં એક સાથે બે ટેક્સ રિજીમ ચાલી રહ્યા છે. આ વખતે બજેટમાં કરવામાં આવેલા નવા ઇનકમ ટેક્સનું નવું રિજીમ જોકે લોકોની બચત અને રોકાણની આદતોમાં મોટો ફેરફાર લાવી શકે છે.

સૈદ્ધાંતિક રૂપે આ સારો વિચાર હોઇ શકે છે કે કોઇ એક્ઝમ્પશનનો ઉપયોગ કર્યા વગર તમે ઓછો ટેક્સ ચૂકવી શકો, પણ તેનાથી લોકોમાં બચતની આદતને પ્રોત્સાહન ન મળશે. ઇનકમ ટેક્સ કાયદા હેઠળ ટેક્સ બચત માટે કરવામાં આવેલા રોકાણ પર ફાયદો મળવાના કારણે દેશમાં લોકોની બચત કરવાની આદત વિકસિત થઇ રહી હતી. ઇનકમ ટેક્સ સેવિંગ ઇનવેસ્ટમેન્ટનો ફાયદો ન મળવાની સ્થિતિમાં યુવાઓ અને ઓછી આવક વાળા લોકોમાં જેટલું કમાઓ, તેટલું ઉડાવો વાળી ધારણા વિકસિત થશે.

તેનાથી લોકોમાં વધારેમાં વધારે ખર્ચ કરવાની પ્રવૃત્તિ વધશે અને બચત કરવાની આદત ઘટશે, આ હિસાબે આ પગલું ખોટું છે. ધીરેન્દ્ર કુમારે કહ્યું કે, તેઓ એવા ઘણા યુવાઓને જાણે છે કે જે પોતાની આવકથી વધારે પૈસા ઉડાવે છે. ઇનકમ ટેક્સ બચત વાળા રોકાણ વિકલ્પોમાંથી ઘણા બધા એવા છે કે જે લોકઇન પીરિયડના કારણે સારું રિટર્ન આપી શકે છે. ઘણા બધા લોકોને પ્રાઇવેટ નોકરી છતાં રિટાયરમેન્ટ માટે મોટું ફંડ એકઠું કરવામાં મદદ મળે છે.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.