26th January selfie contest

સ્પ્લેન્ડરને મળશે મોટો પડકાર! Honda લાવે છે 100ccનું સસ્તું બાઇક, જાણો વિગતો

PC: punjabkesari.in

Honda Motorcycle and Scooter India (HMSI) લાંબા સમયથી 100 cc સેગમેન્ટમાં તેની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી હતી. આ અંગે, હોન્ડાએ 23 જાન્યુઆરીએ તેની એક્ટિવા H-Smart લોન્ચ કરવાના પ્રસંગે, હોન્ડા કંપનીના CEO અને MD અત્સુશી ઓગાટાએ સાબિતી આપી હતી કે, કંપની ટૂંક સમયમાં 100 CC સેગમેન્ટમાં તેની નવી બાઇક લોન્ચ કરશે. હવે એ વાતની સાબિતી થઇ છે કે કંપની આ બાઇકને 15 માર્ચે સત્તાવાર રીતે લોન્ચ કરશે. અહીં તમને જણાવી દઈએ કે આ સેગમેન્ટમાં હીરો સ્પ્લેન્ડરનો જ દબદબો રહ્યો છે અને હવે હોન્ડાની આ અપકમિંગ બાઈકને લઈને હીરો સ્પ્લેન્ડરની મુશ્કેલીઓ વધતી નજર આવી રહી છે.

તે સમયે અત્સુશી ઓગાટાએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, 'હોન્ડા માર્ચ મહિનામાં 100ccની એન્જિન ક્ષમતાવાળી કોમ્યુટર મોટરસાઇકલ લોન્ચ કરશે. આ આવનારી બાઇકની કિંમત ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કરવામાં આવશે, જેથી તે સામાન્ય ગ્રાહકો સુધી સરળ રીતે પહોંચી શકે.' આનાથી સ્પષ્ટ થાય છે કે, કંપની આ બાઇકમાં નવા અને એડવાન્સ ફીચર્સ સામેલ કરશે, તો તેની કિંમત પર પણ ખાસ ધ્યાન આપવામાં આવશે.

કંપની આ સેગમેન્ટમાં ઘણી સંભાવનાઓ જોઈ રહી છે. જો તમે હોન્ડાના પોર્ટફોલિયો પર નજર નાખો તો CD 110 Deluxe, SP 125 અને Shine જેવા મોડલ કોમ્યુટર સેગમેન્ટમાં ઉપલબ્ધ છે. આ એક એવો સેગમેન્ટ છે, જેના દેશમાં સૌથી વધુ ગ્રાહકો છે. એકલા હીરો મોટોકોર્પ દર મહિને લાખો હીરો સ્પ્લેન્ડરનું વેચાણ કરે છે. ગત જાન્યુઆરીમાં હીરોએ સ્પ્લેન્ડરના માત્ર 2,45,875 યુનિટ વેચ્યા હતા, જ્યારે સુપર સ્પ્લેન્ડરના 15,958 યુનિટ્સ વેચાયા હતા.

હાલમાં, હોન્ડાના પોર્ટફોલિયોમાં CD110 સૌથી સસ્તી બાઇક તરીકે ઉપલબ્ધ છે. જેમાં વપરાયેલ એન્જિન 8.7 bhpનો પાવર અને 9.3 Nmનો ટોર્ક જનરેટ કરે છે. એવું માનવામાં આવે છે કે કંપની આ નવી બાઇકને નવી પાવરટ્રેન સાથે પણ રજૂ કરી શકે છે અથવા હાલના એન્જિનને નવા પાવર આઉટપુટ સાથે રિટ્યુન કરી શકે છે.

હોન્ડા પોતાની આ નવી મોટરસાઇકલ સાથે ગ્રામીણ વિસ્તારોમાં તેની પહોંચને એકદમ મજબૂત કરવાની તૈયારી કરી રહી છે, જ્યાં કંપનીનો હિસ્સો હાલમાં ફક્ત એક તૃતીયાંશ છે. આનાથી સ્પષ્ટ છે કે કંપનીની આ આવનારી 100cc બાઇકની કિંમત ઘણી ઓછી હશે. હાલમાં, હીરો સ્પ્લેન્ડર પ્લસના બેઝ વેરિઅન્ટની પ્રારંભિક કિંમત રૂ. 72,076 છે, તેથી તે જોવાનું રસપ્રદ રહેશે કે, હોન્ડા તેની આગામી બાઇકની કિંમત કેવી રીતે નક્કી કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp