CM, બીગ બી, રાહુલ ગાંધી, કોહલી, સલમાન સહિત તમામ સેલિબ્રિટિઝના બ્લ્યૂ ટીક છીનવાયા

PC: indianexpress.com

ટ્વીટર પર એલન મસ્કે બ્લ્યૂ ટીક છીનવી લેવાનો સિલસિલો શરૂ કરી દીધો છે. જે લોકોનું અકાઉન્ટ જેક ડોર્સીના કાર્યકાળમાં ફ્રીમાં વેરિફાય થયું હતું, બધાનું બ્લ્યૂ બેજ છીનવી લેવામાં આવ્યું છે. એલન મસ્કે કહ્યું હતું કે, 20 એપ્રિલ બાદ માત્ર એ જ લોકો પાસે બ્લ્યૂ બેજ રહેશે, જે પેડ સર્વિસનો ઉપયોગ કરશે. વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, રોહિત શર્મા, અક્ષય કુમાર, શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા સ્ટારના અકાઉન્ટ પરથી બ્લ્યૂ બેજ છીનવાઇ ગયું છે.

માત્ર ક્રિકેટર્સ જ નહીં, રાજનીતિમાં પણ એલન મસ્કે આ જ દાવ ખેલ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP), કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP), નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સહિત બધી રાજનીતિક પાર્ટીઓના બ્લ્યૂ ટિક છીનવી લેવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, માયાવતી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સંબિત પાત્રા, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે, સુપ્રિયા સૂલે જેવા દિગ્ગજોના અકાઉન્ટ પરથી પણ બ્લ્યૂ બેજ ગાયબ થઈ ગયું છે.

એલન મસ્કે સ્પષ્ટ કહ્યું હતું કે, જે લોકો બ્લ્યૂ ટિક સબસ્ક્રિપ્શન લેશે, માત્ર એ લોકોને બ્લ્યૂ ટિક આપવામાં આવશે. એલન મસ્કે 12 એપ્રિલના રોજ કહ્યું હું કે, બધા વેરિફાઇડ અકાઉન્ટ પરથી બ્લ્યૂ ટિક હટાવી લેવામાં આવશે. તેમણે આ આદેશને લાગૂ કરી પણ દીધો. જે બ્લ્યૂ ટિકનો મંથલી પ્લાન લેશે, માત્ર તેમને જ બ્લ્યૂ ટિક આપવામાં આવશે. રાત્રે 12 વાગ્યા બાદથી લોકોના ટ્વીટર પરથી બ્લ્યૂ ટિક હટી ગયા છે. હવે એલન મસ્કે પૈસા આપો, બ્લ્યૂ ટિક લો પોલિસી લાગૂ કરી દીધી છે.

પહેલા દેશના ચહેરાઓ, સ્ટાર, નેતાઓ, પત્રકારો અને ઉદ્યોગ જગતના લોકોને બ્લ્યૂ ટિક આપવામાં આવતું હતું. એ ફ્રી હતું. એલન મસ્કે પોતાનું અધિપત્ય જમાવતા કહ્યું હતું કે તેઓ આ નિર્ણયને પલટવાના છે. હવે જાણીતી હસ્તીઓ પાસેથી પણ એલન મસ્કે પૈસા પડાવવાની તૈયારી કરી લીધી છે. જે લોકો પૈસા આપશે માત્ર તેમને જ બ્લ્યૂ ટિક મળશે. ભારતમાં જો તમે ટ્વીટર સર્વિસનો ઉપયોગ કરવા માગો છો તો તમારે 650 રૂપિયા આપવા પડશે. મોબાઈલ યુઝર્સ માટે આ કિંમત 900 રૂપિયા રાખવામાં આવી છે.

એલન મસ્કનો બિઝનેસ પૂરી રીતે ડાઉન થઈ ગયો છે. તે ટ્વીટરમાં લગાવેલો ખર્ચ કાઢવા માગે છે. પહેલા વ્યાપક સ્તર પર ટ્વીટરમાં થયેલી છંટની બાદ હવે એલન મસ્ક બ્લ્યૂ ટિક દ્વારા કમાણી કરવાના મૂડમાં છે. તેઓ ટ્વીટર ખરીદ્યા બાદ જ ટ્વીટરમાં પૂરતો બદલાવ કરી રહ્યા છે. ટ્વીટર પર એલન મસ્ક હવે ત્રણ પ્રકારના માર્ક વહેચી રહ્યા છે. સરકારને ગ્રે ટિક, કંપનીઓને ગોલ્ડન ટિક અને જાણીતી હસ્તીઓને બ્લ્યૂ ટિક. હવે જે પૈસા આપશે માત્ર તેમનું બ્લ્યૂ ટિક યથાવત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp