5000થી શરૂ કર્યો બિઝનેસ, હવે 3 કરોડનું ટર્નઓવર, અનુપમ અને પીયુષ બંસલ થયા ફેન

PC: fulminofan.com

ઉભરતા ધંધાર્થીઓને રોકાણ અપાવનાર તથા જાણીતા કરનારા ટીવી શો શાર્ક ટેન્ક ઈન્ડિયાની બીજી સીઝનની એક એવી ઘટના સામે આવી, જ્યાં 5000 રૂપિયાથી નાનકડો બિઝનેસ શરૂ કરનારી મહિલા એક રાતમાં જ સ્ટાર બની ગઈ છે. પાટિલ કાકી અને તેની ટીમ તે સમયે શોક રહી ગઈ જ્યારે શાર્ક ટેન્ક પર આવ્યા પછી તેમની વેબસાઈટ પર વિઝીટ કરનારાની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ. હાલત એવી થઈ કે ભારે ટ્રાફિકના કારણે તેમની વેબસાઈટ પણ ક્રેશ થઈ ગઈ.

પાટિલ કાકીના નામથી જાણતી થયેલી ગીતા પાટિલનો બિઝનેસ આઈડિયા શાર્ક ટેન્ક શોમાં એટલો પોપ્યુલર થયો કે પળભરમાં જ તેમને 40 લાખ રૂપિયાનું રોકાણ મળી ગયું હતું. ગીતા પાટિલે 2017માં માત્ર 5000 રૂપિયાથી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. જે હવે 3 કરોડ રૂપિયાનું ટર્નઓવરવાળો ધંધો બની ચૂક્યો છે. શોમાં તે પોતાના પુત્ર વિનીત પાટિલ અને તેમના માટે વેબસાઈટ બનાવનાર દર્શિલ અનિલ સાંવલાની સાથે આવી પહોંચી હતી.

તેમનો બિઝનેસ આઈડિયાને સાંભળીને પીયિષ બંસલ અને અનુપમ મિત્તલે તરત જ 40 લાખ રૂપિયાના રોકાણની જાહેરાત કરી દીધી. ઈન્ડિયન એક્સપ્રેસના કહેવા પ્રમાણે, ગીતા પાટિલને સપનામાં પણ એ અંદાજો નહીં હતો કે શો પછી તેમને આટલી પોપ્યુલારિટી મળશે. હવે તે જ્યાં પણ જાય છે, લોકો તેને રોકીને તેમની સાથે સેલ્ફી લેવા લાગે છે. તેની વેબસાઈટ પર વિઝીટ કરવાની સંખ્યા એટલી વધી ગઈ કે તે ક્રેશ થઈ ગઈ હતી. ગીતા પાટિલ પોતાના ઘરેથી નાસ્તો બનાવીને વેચવાનું કામ કરતી હતી, પરંતુ કોરોના મહામારી તેમના માટે નવો અવસર લઈને આવી હતી.

લોકડાઉનમાં ઘરેથી જ કામ કરી રહેલા તેમના છોકરાએ બિઝનેસને ઓનલાઈ કરી દીધો. વિનીતે કહ્યું, શોમાં જતા પહેલા આટલી આશા ન હતી પરંતુ જ્યારે અમે પહેલો રાઉન્ડ પાર કરી લીધો તો વિશ્વાસ જાગ્યો કે બધા શાર્ક એટલે કે જજો તેમના બિઝનેસમાં રોકાણ કરશે. વિનીતે કહ્યું કે મહામારી દરમિયાન ઘર ચલાવવા માટે આ નાનકડો ધંધો જ અમારા જીવન ચલાવવા માટેનો રસ્તો હતો. એક દિવસ ફાયદો થાય તો બીજા દિવસે નુકસાન ઉઠાવવું પડતું હતું. છત્તાં પણ અમે સંપૂર્ણ ભરોસા સાથે લાગેલા રહ્યા અને બિઝનેસનો ઓનલાઈન હોવાનો ફાયદો મળ્યો. અમારી યોજના પોતાના ધંધાને 100 કરોડના ટર્નઓવર સુધી પહોંચાડવાની છે. તેના માટે લોકોના અટેન્શનની જરૂર હતી, જે શાર્ક ટેન્ક અમને અપાવી છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp