આ સરકાર બેંક હજુ પણ અદાણી ગ્રુપને લોન આપવા તૈયાર છે, સ્ટોક ઘટવાનો ડર નહીં

અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગના આરોપો બાદ અદાણી ગ્રુપની મુશ્કેલીઓમાં સતત વધારો થયો છે. આ દરમિયાન ભારતની એક મોટી સરકારી બેંકે અદાણી ગ્રુપને લઈને મોટું નિવેદન આપ્યું છે. વાસ્તવમાં, બેંક ઓફ બરોડાની તાજેતરની જાહેરાતમાં અદાણી ગ્રુપ માટે મોટી રાહતના સમાચાર છે. આ બેંકનું કહેવું છે કે, જો અદાણી ગ્રુપ હજુ પણ બેંક પાસેથી લોન માંગે છે તો તેના પર વિચાર કરી શકાય છે.

બેંક ઓફ બરોડાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર સંજીવ ચઢ્ઢાએ કહ્યું છે કે, જો અદાણી ગ્રુપ બેંકના અંડરરાઈટિંગ ધોરણોને પૂર્ણ કરે તો બેંક ઓફ બરોડા વધુ લોન આપવા તૈયાર છે. ઉપરાંત, બેંકે કહ્યું હતું કે તે અદાણી ગ્રુપના શેરોમાં થતા ઉતાર-ચઢાવથી પરેશાન નથી.

એક રિપોર્ટ અનુસાર બેંક ઓફ બરોડાનું કહેવું છે કે, સારા અને ખરાબ દિવસો આવે છે અને જાય છે. તેમણે કહ્યું કે, બેંક અગાઉ પણ અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને ચિંતિત નથી. તેનાથી પણ આગળ, જો અદાણી જૂથ નિયમો હેઠળ અરજી કરે છે, તો બેંક વધુ લોન આપવાનું વિચારશે. જો કે, તેમણે અદાણી ગ્રુપ સાથે બેંકના એકંદર એક્સપોઝર વિશે કંઈપણ જણાવવાનો ઇનકાર કર્યો હતો.

આ મહિનાની શરૂઆતમાં પણ બેંક ઓફ બરોડાએ કહ્યું હતું કે, અદાણી ગ્રુપને આપવામાં આવેલી લોનને લઈને કોઈ ચિંતા નથી. કારણ કે બેલેન્સ શીટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અદાણી ગ્રૂપના એક્સ્પોઝરનો અર્થ છે કે, આપેલા નાણાં સમય જતાં ઘટ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અદાણી ગ્રૂપના શેરમાં ભારે ઘટાડાથી રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. હિન્ડેનબર્ગના ખુલાસા પછી, આ મુદ્દો ભારતીય રાજકારણમાં પણ જોર જોરથી ઉછળ્યો હતો. વિપક્ષે કેન્દ્ર સરકાર પર બેંકો અને LICના પૈસા જાણીજોઈને ડુબાડવાનો આરોપ લગાવ્યો. જો કે વિપક્ષના આક્ષેપો બાદ બેંક તરફ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું હતું. સાથે જ LICએ જણાવ્યું કે અત્યારે પણ અદાણી ગ્રુપમાં તેમનું રોકાણ નફાકારક છે.

જમ્મુ અને કાશ્મીર બેંક વતી એવું કહેવામાં આવ્યું હતું કે, હાલમાં તેમની પાસે અદાણી ગ્રુપમાં 250 કરોડ રૂપિયાનું એક્સ્પોઝર છે. દેશની સૌથી મોટી બેંક SBI પાસે અદાણી જૂથને આશરે રૂ. 27,000 કરોડનું એક્સ્પોઝર છે, જે તેની કુલ લોન બુકના માત્ર 0.8 થી 0.9 ટકા છે. પંજાબ નેશનલ બેંક પર 7000 કરોડ રૂપિયાની લોન છે. LICનું કહેવું છે કે તેની પાસે અદાણી ગ્રુપ પર 36,474.78 કરોડ રૂપિયાની લોન છે અને તે ડેટ અને ઇક્વિટીના રૂપમાં છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.