આ મહિલાએ પતંજલિનો પાયો નાંખવામાં ભજવી હતી મહત્ત્વની ભૂમિકા, જાણો તેના વિશે

બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણએ 2006માં જ્યારે પોતાની કંપની શરૂ કરી હતી ત્યારે તેમને પર્સનલ લોન મળી હતી. તે સમયે તેમની પાસે બેંક ખાતુ પણ નહોતું. તેમને પોતાની અનુયાયી સુનીતા અને સરવન સેમ પોદ્દાર પાસેથી પર્સનલ લોન મળી હતી. 2011ના ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, સરવન સૈમ પોદ્દાર અને તેની પત્ની સુનીતા સ્કોટલેન્ડના નિવાસી છે. પતંજલિ યોગ પીઠ (UK) ટ્રસ્ટ અનુસાર, તેમણે 20 લાખ પાઉન્ડમાં લિટલ કુમ્બ્રે નામનો એક દ્વિપ ખરીદ્યો અને 2009માં તેને બાબા રામદેવને ગિફ્ટ કરી દીધો હતો.
2011માં તેની પાસે કંપનીમાં પ્રત્યેકના 12.46 લાખ શેર હતા. આથી, 2011માં કંપનીમાં તેની 7.2 ટકા હિસ્સેદારી હતી. તે આચાર્ય બાલકૃષ્ણ બાદ પતંજલિ આયુર્વેદમાં બીજા સૌથી મોટા હિતધારક હતા, જેમની પાસે કંપનીમાં 92 ટકા કરતા વધુ શેર હતા. એ સ્પષ્ટ નથી કે, વર્તમાનમાં તેની કંપનીમાં હિસ્સેદારી છે કે નહીં. બાબા રામદેવની પતંજલિએ ગત નાણાકીય વર્ષમાં 886.44 કરોડ રૂપિયાનો નફો મેળવ્યો હતો. ફોર્બ્સ અનુસાર, આચાર્ય બાલકૃષ્ણની કુલ સંપત્તિ 29680 કરોડ રૂપિયા છે. કંપનીનું ટર્નઓવર 40000 કરોડ રૂપિયા કરતા વધુ છે.
રામદેવના યોગ અપનાવ્યા બાદ સુનીતાનું વજન ખૂબ જ ઓછું થઈ ગયુ હતું. આ જ કારણ છે કે, તેણે પોતાના પતિને દ્વિપ દાન કરવા માટે મનાવી લીધા. સુનીતા યુકેના પતંજલિ પીઠ ટ્રસ્ટની ટ્રસ્ટી બની ગઈ હતી. તેને એકવાર બાબા રામદેવના યોગ ક્લાસની એક ડીવીડી મળી હતી. રામદેવના ગ્લાસગો આવવા પર તેમની મુલાકાત થઈ. સરવનનો જન્મ બિહારના બેતિયામાં થયો હતો. પોદ્દારનો 2011માં ઘણા પ્રકાશનોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેઓ યુનાઇટેડ કિંગડમમાં બાબા રામદેવના સંપર્ક વ્યક્તિ પણ છે. સૈમ એન્જિનિયર છે. તેણે 1980ના દાયકામાં એક પરિચિતનો હોમ-કેર વ્યવસાય ખરીદ્યો. 1982માં તેણે રાજીનામુ આપી દીધુ.
સુનીતા ગ્લાસગોની સૌથી ધનિક મહિલાઓ પૈકી એક છે. તે યોગ ક્લાસ પણ ચલાવે છે. તે યોગ શિક્ષકોને પણ ટ્રેનિંગ આપે છે. સુનીતા ગેસ સ્ટેશન પણ ચલાવે છે. તે પોતાના પતિના વ્યવસાય સાથે જોડાઈ ગઈ. વ્યવસાય સફળ થઈ ગયો. રામદેવે એકવાર કહ્યું હતું કે, 1995માં તેમની પાસે ફાર્મસીના રજિસ્ટ્રેશન માટે પણ પૈસા નહોતા. ત્યારે તેઓ એક સામાન્ય યોગ શિક્ષક હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેઓ કાઠમાંડૂમાં મોટા થયા. સૈમ પોદ્દારના પિતા ગ્લાસગોમાં ડૉક્ટર હતા. જ્યારે સૈમ માત્ર 4 વર્ષનો હતો ત્યારે તે દેશ ચાલ્યો ગયો. સૈમ સાથે લગ્ન બાદ જ્યારે તે ગ્લાસગો આવ્યો ત્યારે તે 18 વર્ષની હતી.
જ્યારે રામદેવે લોકપ્રિયતા મેળવી, તો તેમણે પોતાના કાર્યોને વધારીને કંપનીને જનતા સુધી લઇ જવાનો નિર્ણય કર્યો. તે સમયે સરવન અને સુનીતા પોદ્દારે તેમને ઘણી લોન આપી હતી. ગોવિંદ અગ્રવાલ નામના વ્યક્તિએ પણ તેમની મદદ કરી. સુનીતા ઓકમિનસ્ટર હેલ્થકેરની CEO અને સંસ્થાપક છે, જે સ્કોટલેન્ડની અગ્રણી હોમ કેર અને પુનર્વાસ સેવાઓના પુરસ્કાર વિજેતા પ્રદાતાઓમાંથી એક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp