સની દેઓલના મુંબઇના બંગલાની હરાજી થશે, બેંકના 56 કરોડ ચૂકવ્યા નથી

PC: twitter.com/iamsunnydeol

બોલિવુડ અભિનેતા સની દેઓલની ફિલ્મ ‘ગદર-2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે અને ફિલ્મની કમાણી દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. સનીની અત્યારે ચારકોર ચર્ચા ચાલી રહી છે. પરંતુ બીજી તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે સની પાજીની એક મિલ્કત પર હરાજીનો ખતરો તોળાઇ રહ્યા છે. મુંબઇના બંગલા પર દેઓલે લોન લીધી હતી,જેની વસુલાત માટે હવે બેંકે વિલાની હરાજી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરાવી છે.

સની દેઓલની અત્યારે ભારે ચર્ચા છે. તેની લેટેસ્ટ ફિલ્મ ‘ગદર-2’ને ધારણા કરતા વધારે પ્રતિસાદ મળી રહ્યો છે અને દેશભરના થિયેટરોમાં આ ફિલ્મ ધૂમ મચાવી રહી છે. માત્ર 9 દિવસમાં આ ફિલ્મે એટલી કમાણી કરી છે કે બોલિવુડની સૌથી કમાતી ફિલ્મોની યાદીમાં સ્થાન પામી છે. સની દેઓલે વચગાળાના 2 દશકમાં ભારે સંઘર્ષનો સામનો કર્યો હતો. તેમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કમાલ કરી શકતી નહોતી.

હવે આખરે 'ગદર 2'એ તેને તે ભવ્ય સફળતા બતાવી છે, જેની તે ઘણા સમયથી રાહ જોઈ રહ્યો હશે. પરંતુ એક તરફ જ્યાં સનીની ફિલ્મ સિનેમાઘરોમાં જોરદાર કમાણી કરી રહી છે તો બીજી તરફ વાસ્તવિક જીવનમાં તેની એક મોટી પ્રોપર્ટીની હરાજી થવાનું જોખમ છે. સનીએ બેંકમાંથી મોટી રકમની લોન લીધી હતી, જેની વસૂલાત માટે બેંકે હવે તેની મુંબઈની મિલકતની હરાજી કરવા માટે જાહેરાત કરી છે.

બેંક ઓફ બરોડાએ સની દેઓલની વિલાની હરાજી માટે અખબારોમાં જાહેરખબર પ્રસિદ્ધ કરાવી છે. સનીએ બેંક પાસેથી મોટી રકમની લોન લીધી હતી. આ લોન સનીએ મુંબઇના જુહૂ વિસ્તારમાં આવેલા પોતાની વિલા માટે લીધી હતી, જેનું નામ સની વિલા છે, જે મોર્ગેજ પર આપેલો છે.સની દેઓલે બેંકને 56 કરોડ રૂપિયાની રકમ ચૂકવવાની છે, જે હજુ સુધી તેણે ચુકવી નથી.

બેંક લોન અને તેના પર લાગેલા વ્યાજની રકમ વસુલવા માટે બેંક ઓફ બરોડાએ સનીની પ્રોપર્ટીની હરાજી કરવાનો નિર્ણય લીધો છે. બેંક ઓફ બરોડાએ પ્રસિદ્ધ કરેલી જાહેરખબરમાં કહેવામાં આવ્યું છે કે ‘સની વિલા’ની હરાજી 25 સપ્ટેમ્બરે થશે. આ હરાજી માટે પ્રોપર્ટીનો રિઝર્વ પ્રાઇસ 51.43 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

સનીના ફિલ્મી કરિયરની વાત કરીએ તો, 'ગદર 2'થી તેનો જમાનો ફરી આવી ગયો છે એવું લાગે છે. બોક્સ ઓફિસ પર તોફાની ઝડપે કમાણી કરતી આ ફિલ્મે માત્ર 8 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી લીધો હતો.શનિવારના કલેકશનની સાથે 9 દિવસમાં ફિલ્મે 335 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને નજકના દિવસોમાં કમાણી 400 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે.

'ગદર 2' જે રીતે કમાણી કરી રહી છે તે જોતા એવું માનવામાં આવે છે કે તે બોલિવુડની સૌથી મોટી ફિલ્મ 'પઠાણ'ને ટક્કર આપી શકે છે. 2001માં આવેલી 'ગદર'માં સની દ્વારા ભજવવામાં આવેલ તારા સિંહનું પાત્ર આજ સુધી મોટા પડદા પર એટલું લોકપ્રિય છે કે સિક્વલમાં પણ લોકો તેને ઘણો પ્રેમ આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp