હિંડનબર્ગ-અદાણી કેસ: સુપ્રીમ કોર્ટે 6 સભ્યોની એક્સપર્ટ કમિટી નીમી, સેબીને પણ...

PC: thehindubusinessline.com

લગભગ એક મહિનો અને એક સપ્તાહ પછી આખરે સુપ્રીમ કોર્ટે અદાણી કેસની તપાસ કરવા માટે નિવૃત ન્યાયાધીશના વડપણ હેઠળ 6 સભ્યોની કમિટી બનાવવાનો આદેશ આપ્યો છે, ગૌતમ અદાણીએ ટ્વીટ કરીને સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે કહ્યું છે કે સત્યની જીત થશે.

અદાણી- હિંડનબર્ગ કેસની તપાસ માટે આખરે સુપ્રીમ કોર્ટે  એકસ્પર્ટ કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટ દ્રારા બનાવવામાં આવેલી આ કમિટીની અધ્યક્ષતા નિવૃત ન્યાયાધીશ એ એમ સપ્રે કરશે. એટલું જ નહીં પણ સુપ્રીમ કોર્ટે  SEBIને પણ 2 મહિનાની અંદર તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે હિંડનબર્ગ રિપોર્ટ કેસની તપાસ માટે 6 સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ સમિતિમાં નિવૃત્ત જસ્ટિસ એએમ સપ્રે ઉપરાંત ઓપી ભટ્ટ, જસ્ટિસ કેપી દેવદત્ત, કે.વી.કામત, ઇન્ફોસીસના માજી ચેરમેન નંદન નીલકેણી, સોમશેખર સુંદરેસનનો સમાવેશ થાય છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરે છે. સત્યની જીત થશે.

અમેરિકન ફર્મ હિંડનબર્ગે તાજેતરમાં ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રૂપ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી જૂથે આ આરોપોને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ રિપોર્ટમાં જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટમા અદાણી કેસમાં કમિટી બનાવવા માટે સરકાર તરફથી બંધ કવરમાં કમિટી સભ્યોના નામ મોકલવામાં આવ્યા હતા. જેને સ્વીકારવાનો સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો હતો. કોર્ટે તે વખતે કહ્યુ હતું કે તપાસ કરવા માટેની કમિટીની રચના અમે કરીશું.

હિંડનબર્ગ રિપોર્ટ બાદ સુપ્રીમ કોર્ટમાં આ મામલે અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે. અરજદારોએ હિંડનબર્ગ રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર લગાવવામાં આવેલા આરોપોની તપાસની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી છે. 17 ફેબ્રુઆરીએ, CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે અદાણી ગ્રુપ પર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા આરોપોની તપાસની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp