ગૃહ મંત્રાલય નહીં, હવે Z+ સિક્યોરિટીનો ખર્ચ પોતે ઉઠાવશે અંબાણી,આટલી રકમ થશે ખર્ચ

PC: sandesh.com

સુપ્રીમ કોર્ટ દ્વારા થોડાં દિવસ પહેલા મુકેશ અંબાણી પરિવારને આપવામાં આવી રહેલી Z+ કેટેગરીની સિક્યોરિટી પર એક આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશ અનુસાર, હવે મુકેશ અંબાણીનો પરિવાર Z+ કેટેગરીની સિક્યોરિટીનો ખર્ચો જાતે ઉઠાવશે, જ્યારે પહેલા આ ખર્ચો ગૃહ મંત્રાલય દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો હતો. જણાવી દઈએ કે, અંબાણી અને તેમના પરિવારને ભારત ઉપરાંત વિદેશોમાં પણ Z+ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવશે. Z+ની સુરક્ષા પર પ્રતિમાસ 40થી 45 લાખ સુધીનો ખર્ચ આવે છે જે હવે મુકેશ અંબાણીનો પરિવાર ઉઠાવશે.

જાણકારી અનુસાર, ઝેડ પ્લસ સિક્યોરિટી ઉપરાંત મુકેશ અંબાણી પાસે ઓછામાં ઓછાં 15-20 પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સની પણ એક ટીમ છે. જણાવી દઈએ કે, મુકેશ અંબાણીના આ સિક્યોરિટી ગાર્ડ્સને ટ્રેનિંગ ઈઝરાયલ સ્થિત એક સિક્યોરિટી ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ સિક્યોરિટી ગાર્ડ્સ માર્શલ આર્ટ્સ તેમજ ક્રવ માગામાં ટ્રેંડ છે. જણાવી દઈએ કે, અંબાણીના પર્સનલ સિક્યોરિટી ગાર્ડ્સની ટીમમાં NSG કમાન્ડોના રિટાયર્ડ જવાન પણ સામેલ છે.

મુકેશ અંબાણી દેશ તેમજ દુનિયાના સૌથી વધુ ધનિકોના લિસ્ટમાં આવે છે. એવામાં તેમના પર જીવનું જોખમ પણ બન્યું રહે છે. આ કારણે તેમની સુરક્ષામાં 58 CRPF ના કમાન્ડોની ટીમ 24 કલાક અને સાતેય દિવસ લાગેલી રહે છે. આ કમાન્ડો MP5 સહિત ઘણી આધુનિક બંદૂકોથી લેસ રહે છે. જણાવી દઈએ કે, આ બંદૂકની ખાસિયત એ છે કે, આ બંદૂકથી એક મિનિટમાં 800 રાઉન્ડ ગોળીઓ છોડી શકાય છે. ઉલ્લેખનીય છે કે, Z+ સિક્યોરિટી ભારતની સર્વશ્રેષ્ઠ સિક્યોરિટી છે.

વર્ષ 2013માં હિજબુલ મુજાહિદ્દીન દ્વારા મુકેશ અંબાણીને મળેલી ધમકીના કારણે તત્કાલીન સરકાર મનમોહન સિંહ દ્વારા મુકેશ અંબાણીને Z+ સિક્યોરિટી પૂરી પાડવામાં આવી હતી. તેમજ, તેમની પત્નીને વર્ષ 2016માં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા Y+ સિક્યોરિટી પ્રદાન કરવામાં આવી.

જણાવી દઈએ કે, Z+ સુરક્ષાને દેશની સૌથી મજબૂત સુરક્ષા માનવામાં આવે છે. ગુપ્તચર બ્યૂરો દ્વારા જોખમને જોતા દેશના VVIP તેમજ અન્ય હસ્તીઓને આ સિક્યોરિટી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુરક્ષા રાજનેતાઓ, VIP, VVIP, હાઈ પ્રોફાઇલ લોકોને આપવામાં આવે છે. જેમા NSG, ITBP, CRPF, પોલીસના હાઈલી ટ્રેંડ અને સ્ફૂર્તિલા લોકોને રાખવામાં આવે છે.

Y અને Y+ સુરક્ષા કેટેગરીમાં તફાવત

Y કેટેગરીની સુરક્ષામાં કમાન્ડો વિના 11 સુરક્ષાકર્મી હોય છે. તેમા બે PSO પણ સામેલ હોય છે. જ્યારે Y+ કેટેગરીની સુરક્ષામાં 11 સુરક્ષાકર્મી સહિત એક અથવા બે કમાન્ડો પણ સામેલ હોય છે. જણાવી દઈએ કે, થોડાં દિવસ અગાઉ કુમાર વિશ્વાસને Y+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. એટલે કે તેમા CRPF, CISFના એક અથવા બે કમાન્ડો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp