T+1 સેટલમેન્ટ ભારતના રોકાણકારો માટે સારું પગલું, નિતિન કામથે જણાવ્યા ફાયદા

PC: bqprime.com

ભારતમાં શેર બજારમાં ટ્રેડ કરનારા રોકાણકારો માટે ખુશખબર છે. અત્યાર સુધી ભારતીય શેર બજારમાં શેરોનું ખરીદ વેચાણ ટ્રેડ પછી 2 દિવસમાં સેટલ કરવામાં આવતું હતું. હવેથી આ ટ્રેડ કરવા માટે એક દિવસમાં જ સેટલમેન્ટ થઇ જશે. તેનો મતલબ એ થાય છે ક, જો તમે શેર બજારમાં કોઇ શેરને વેચો છો અને તેના પૈસા તમારા એકાઉન્ટમાં આવવામાં 2 કિરોબારી દિવસ લાગતા હતા, તો હવે આ એક કારોબારી દિવસમાં જ તમારા ખાતામાં આવી જશે.

ગ્રાહકોની સંખ્યાના હિસાબે દેશની સૌથી મોટી બ્રોકરેજ ફર્મ ઝીરોધાના સંસ્થાપક નિતિન કામથે તેને રોકાણકારો માટે એક સારું પગલું ગણાવ્યું છે. નિતિન કામથે સોશિયલ મીડિયા સાઇટ લિન્ક્ડઇન પર લખ્યું કે, ભારત દુનિયાના એ પ્રમુખ શેર બજારમાં શામેલ થઇ ગયું છે કે જ્યાં T+1 સેટલમેન્ટ સાઇકલ લાગૂ થઇ ગઇ છે. માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સેફ્ટીના હિસાબે તે દુનિયાના વિકસિત દેશોની લાઇનમાં ઉભું થઇ ગયું છે.

T+1 સેટલેમ્ટ સાઇકલ ગયા શુક્રવારથી લાગુ કરવામાં આવી છે. આ સિસ્ટમના શરૂઆતના ફેઝમાં અમુક કંપનીના શેરો માટે જ આ સિસ્ટમ સીમિત રાખવામાં આવી હતી. આ રીતે ધીમે ધીમે 4 ફેઝમાં આ સિસ્ટમને લાગૂ કરવામાં આવી છે અને હવે આ સિસ્ટમ હેઠળ દરેક કંપનીના શેરોને આવરી લેવામાં આવ્યા છે. T+1 સેટલમેન્ટ સિસ્ટમ શેર બજારને બન્ને એક્સચેન્જના સોદા પર લાગુ કરવામાં આવી ગઇ છે. અત્યાર સુધી ભારતીય બજારોમાં દરેક સ્ટોક T+2 સુધી સેટલ કરવામાં આવતા હતા અને હવે T+1 સેટલમેન્ટમાં બદલાઇ જશે.

SEBIએ ઓગસ્ટ 2021માં T+2ની જગ્યા પર T+1 સેટલમેન્ટ સાઇક લાગુ કરવાના વિચાર પર એક્સપર્ટ પેનલ બનાવી હતી. દેશમાં એપ્રિલ 2003થી T+2 સેટલમેન્ટ સાઇકલ લાગુ છે. જ્યારે તમે શેર વેચો છો, તો એ શેર તરત જ બ્લોક થઇ જાય છે અને રકમ તમને કારોબારી દિવસના બે દિવસમાં મળે છે. તેના પહેલા દેશમાં T+3 સેટલમેન્ટ સાઇકલ ચાલી રહી હતી.

ઝીરોધાના સંસ્થાપક નિતિન કામથે આ વિશે સોશયલ મીડિયા પર લખ્યું છે કે, જો તમે કોઇ શેર ખરીદો છો તો તે હવે તમારા ડીમેટ એકાઉન્ટમાં આગામી દિવસે આવી જશે અને તમે એ શેર વેચો છો તો તમારા એકાઉન્ટમાં આગલા દિવસે જ ફંડ આવી જશે. અત્યાર સુધી આ સાઇકલને પુરી થવામાં ટ્રાન્ઝેક્શન પછી 2 દિવસ લાગતા હતા હવે આ સાઇકલ 1 દિવસમાં જ પુરી થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp