3 રૂપિયાથી 1200 પાર પહોંચ્યો આ સ્ટોક, 25000 લગાવનારા બન્યા કરોડપતિ

શેર માર્કેટના જાણકાર કહે છે કે, જો મોટી રકમ કમાવી હોય તો યોગ્ય સ્ટોક પર દાવ લગાવવા સાથે તેના પર લોંગ ટર્મ હોલ્ડિંગ પણ બનાવી રાખો. એવા ઘણા શેર છે, જેમણે 8 વર્ષ અને 10 વર્ષમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે. તેમાંથી એક સ્ટોક છે કમ્યૂનિકેશન્સ કંપની ટાનલા પ્લેટફોર્મ્સના શેર આજે દબાવમાં નજરે પડી રહ્યા, પરંતુ લોંગ ટર્મમાં આ સ્ટોકે પોતાના રોકાણકારોને જોરદાર રિટર્ન આપ્યું છે. લોંગ ટર્મના રોકાણકારોને આ સ્ટોકે કરોડપતિ બનાવી દીધા છે. 10 વર્ષમાં આ સ્ટોકે 25 હજાર રૂપિયાનું રોકાણ કરનારા લોકોને કરોડપતિ બનાવી દીધા છે.

શુક્રવારે આ સ્ટોક 0.44 ટકાની સામાન્ય તેજી સાથે 1,220 રૂપિયા પર બંધ થયો. ટાનલા પ્લેટફોર્મ્સના શેર 26 જુલાઇ 2013ના રોજ 3.05 રૂપિયા પર વેચાઈ રહ્યા હતા, પરંતુ હવે તે 1,200 રૂપિયાના આંકડાને પાર કરી ગયા છે. એટલે કે ત્યારે કોઈ રોકાણકારે આ સ્ટોક પર 25 હજાર રૂપિયાનો દાવ લગાવ્યો હોત, તો આજે તે કરોડપતિ બની વાયો હોત. જો કે, ટાનલા પ્લેટફોર્મના શેરોએ શોર્ટ ટર્મમાં પણ પોતાના રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે. આ વર્ષે 27 માર્ચના ઓજ આ સ્ટોક 506 રૂપિયા પર પોતાના એક વર્ષના નીચલા સ્તર પર હતો.

માર્ચ બાદ આ સ્ટોકમાં ખરીદાદારી વધી અને તે 4 મહિનામાં જ 160 ટકા ઉછળીને 24 જુલાઇ 2023ના રોજ પોતાના એક વર્ષના હાઇ લેવલ 1317.70 રૂપિયા પર પહોંચી ગયો. ત્યારબાદ નફા વસૂલીના કારણે સ્ટોકની ગતિ ધીમી થઈ અને તે માત્ર 2 દિવસમાં 5 ટકા તૂટી ગયો. ટાનલા પ્લેટફોર્મના શેરોમાં આવેલા ઘટાડાને ઘરેલુ બ્રોકરેજ ફાર્મ રોકાણકારો માટે અવસર બનાવતા રહ્યા છે. તેમનું કહેવું છે કે આ સ્ટોકમાં રોકાણ કરવાનો આ ગોલ્ડન ચાન્સ છે.

જૂનના ત્રિમાસિકમાં ટાનલા પ્લેટફોર્મની રેવન્યૂના આધાર પર 9.3 ટકાના દરથી વધી છે. તે છેલ્લા 7 ત્રિમાસિકમાં સૌથી વધુ ગ્રોથ છે. જૂનના ત્રિમાસિકમાં કંપનીને 916.17 કરોડ રૂપિયાની રેવન્યૂ હાંસલ થઇ છે. આ દરમિયાન ટાનલા પ્લેટફોર્મનો નફો 12.57 ટકા ઉછળીને 135.40 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ટાનલા પ્લેટફોર્મ્સ કમ્પ્યુટર સોફ્ટવેર ડેવલપ કરે છે. કંપની મેસેજિંગ, વોઇસ, ઈન્ટરનેટ અને અન્ય ક્લાઉડ કમ્યૂનિકેશન સોલ્યૂશન પ્રોવાઈડ કરે છે. એ સિવાય કંપની એડવાન્સ ટેક્નોલોજી અને પ્રોડક્ટ્સ ડેવલપ અને ડિલિવર કરે છે. એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડાઓ મુજબ, કંપનીના મેજોરિટી શેર પબ્લિક પાસે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.