ટાટા ગ્રુપ બન્યું દેશનું સૌથી મોટું ગ્રુપ, અદાણી ગ્રુપ કરતા ડબલ સંપત્તિ
અદાણી ગ્રુપે ભલે ઝડપથી 2022માં રોકાણકારોને પૈસા બનાવી આપ્યા હોય પણ દેશનું સૌથી જૂનું સૌથી જુનું અને દિગ્ગજ ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રુપ માર્કેટ કેપિટલાઇઝેશનના હિસાબે દેશનું સૌથી મોટું ગ્રુપ રહ્યું છે. ટાટા ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 21.2 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જ્યારે, અદાણી ગ્રુપ દેશમાં બીજા સ્થાન પર રહ્યું છે અને તેનું માર્કેટ કેપ 2022માં 19.66 લાખ કરોડ રૂપિયા રહ્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને પાછળ છોડીને અદાણી ગ્રુપ 2022માં બીજું સૌથી મોટું ગ્રુપ બનવામાં કામયાબ રહ્યું છે. 2022માં અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં 9.62 લાખ કરોડ રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. એટલે કે, અદાણી ગ્રુપના માર્કેટ કેપમાં બે ગણો વધારો 2022માં જોવા મળ્યો હતો. ગુજરાત અંબુજા, ACC અને NDTVના અધિગ્રહણથી અદાણી ગ્રુપે પોતાના માર્કેટ કેપમાં 1.52 લાખ કરોડ રૂપિયા જોડ્યા તો અદાણી વિલ્મસના સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગથી 80000 કરોડ રૂપિયા માર્કેટ કેપમાં વધારો થયો છે. 2022માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ 17.65 લાખ કરોડ રૂપિયા રહ્યું છે, જ્યારે 2021માં 16.4 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
ટાટા ગ્રુપ ભલે પહેલા સ્થાન પર હોય 2021માં 23.4 લાખ કરોડ રૂપિયાની સરખામણીમાં માર્કેટ કેપ બજાજ ગ્રુપ માર્કેટની દૃષ્ટિએ દેશનું ચોથા નંબરનું સોથી મોટું ગ્રુપ 2022માં રહ્યું હતું. ગ્રુપની શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 8.35 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જોકે, તે 2021ની સરખામણીમાં 2.6 ટકા ઓછું રહ્યું છે. 2021માં તેનું માર્કેટ કેપ 8.58 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સુનીલ ભારતી મિત્તલના ભારતી ગ્રુપનું માર્કેટ કેપ 5.17 લાખ કરોડ રૂપિયા સાથે પાંચમા નંબર પર છે અને આદિત્ય બિરલા ગ્રુપ 4.56 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે છઠ્ઠા નંબર પર છે. મહિન્દ્રા ગ્રુપ 3 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે સાતમા નંબર પર રહ્યું છે.
એશિયન પેન્ટ્સ ગ્રુપ 2.97 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે આઠમા નંબર પર તો પછી શિવ નાદરનું HCL Tech 2.82 લાખ કરોડ રૂપિયાની સાથે નવમા નંબર પર છે અને રાધાકિશન દામાણીનું એવન્યુ સુપરમાર્ટ્સ 2.64 લાખ કરોડ રૂપિયા સાથે સાતમા નંબર પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp