હવે ભારતની આ મોટી કંપનીની દેશમાં જ I phone બનાવવાની તૈયારી, પહેલી દેશી કંપની હશે

PC: deccanchronicle.com

ઓટોમોબાઇલથી લઇને સોફ્ટવેર સુધીના બિઝનેસ સાથે સંકળાયેલું Tata Group ટૂંક સમયમાં જ iPhone એસેમ્બલિંગ કરનારી Appleની સપ્લાયર Wistron ની ફેક્ટરી ખરીદી શકે છે. આ ડીલ થયા બાદ આ પહેલીવાર હશે કે કોઈ ભારતીય કંપની iPhone બનાવશે. આ ડીલની વેલ્યૂ 60 કરોડ ડૉલર કરતા વધુની હોઇ શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ ડીલ અંગે જાણકારી રાખતા સુત્રોએ જણાવ્યું છે કે, બંને પક્ષો વચ્ચે વાતચીત લગભગ છેલ્લાં એક વર્ષથી ચાલી રહી છે. આ ફેક્ટરીમાં 10 હજાર કરતા વધુ વર્કર્સ છે. તેમા ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા iPhone 14નું એસેમ્બલિંગ પણ થાય છે. વિસ્ટ્રોનની આ ફેક્ટરી કર્ણાટકમાં છે. કંપનીએ રાજ્ય સરકાર તરફથી મળનારા ઇન્સેન્ટિવને હાંસલ કરવા માટે હાલના નાણાકીય વર્ષમાં આ ફેક્ટરીમાંથી આશરે 1.8 અબજ ડૉલરના iPhoneના શિપમેન્ટની યોજના બનાવી છે.

ટાટાએ વાયદો કર્યો છે કે, જો આ ડીલ ફાઇનલ થઈ જશે, તો તે આવતા વર્ષ સુધી ફેક્ટરીના વર્કફોર્સને ત્રણ ગણુ કરશે. એવામાં મોટાપાયે નોકરીઓ પેદા થશે. સાથે જ ભારતમાંથી સ્માર્ટફોનના નિકાસમાં તેજી આવશે. તેમજ iPhone નિર્માણમાં ખર્ચ ઓછો આવશે. એવામાં આવનારા દિવસોમાં iPhoneની કિંમતોમાં ઘટાડો આવી શકે છે.

દેશમાં વિસ્ટ્રોનના iPhone ના બિઝનેસમાંથી નીકળ્યા બાદ ટાટા ગ્રુપ આ લક્ષ્યોને પૂર્ણ કરી શકે છે. આ અંગે ટાટા ગ્રુપ, વિસ્ટ્રોન અને એપલના પ્રવક્તાઓએ કોઈ જાણકારી આપવાનો ઇન્કાર કરી દીધો. એપલે ચીનથી બહાર પોતાના પ્રોડક્શનને વધારવાની યોજના બનાવી છે. તેના માટે કંપનીને ભારતમાં સંભાવના દેખાઈ રહી છે. વિસ્ટ્રોને હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રણ મહિનાઓમાં દેશમાંથી આશરે 50 કરોડ ડૉલરના iPhoneને એક્સપોર્ટ કર્યા છે. એપલના અન્ય પ્રમુખ સપ્લાયર્સમાં Foxconn અને Pegatron સામેલ છે. દેશમાં મેન્યુફેક્ચરિંગને વધારવા માટે કેન્દ્ર સરકાર તરફથી ફાયનાન્સિયલ ઇન્સેન્ટિવ આપવાની યોજનાથી ઘણી બધી વિદેશી કંપનીઓ પોતાની ફેક્ટરી લગાવવાની સંભાવના શોધી રહી છે.

એપલના iPhone ની નવી સીરિઝ આ વર્ષના અંતમાં લોન્ચ થવાની સંભાવના છે. આ સીરિઝમાં iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro અને iPhone 15 Pro Max સામેલ થઈ શકે છે. આ સ્માર્ટફોન્સ એપલના મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમના આવનારા વર્ઝન iOS 17 પર ચાલશે. કંપનીને iPhone ની નવી સીરિઝ માટે ડિમાન્ડ મજબૂત બનવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તેનો સંકેત એપલ તરફથી આપવામાં આવેલા પેનલને ઓર્ડર્સ દ્વારા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp