આ શેરમાં એવો ભાવ ઉછળ્યો કે રેખાએ 10 મિનિટમાં 223 કરોડની કમાણી કરી

શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને જેમને લોકો બિગબુલના નામે ઓળખતા હતા તેવા સ્વ. રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ફરી ચર્ચામાં આવ્યા છે. તેમના પોર્ટફોલિયોમાંના ટાટા ગ્રુપનો એક શેરે એવો હનુમાન કુદકો માર્યો કે રેખાને માત્ર 10 જ મિનિટમાં 223 કરોડ રૂપિયાની અધધધ કમાણી થઇ ગઇ હતી. ટાટા ગ્રુપનો  આ શેર સ્વ. રાકેશ ઝુનઝુનવાલાનો હોટ ફેવરીટ શેર હતો અને હવે તેમના પત્ની માટે પણ આ શેર નસીબવંતો સાબિત થઇ રહ્યો છે.

શેરબજારમાં આમ તો ગુરુવારે ધીમી શરૂઆત થઇ હતી, પંરતુ માર્કેટ ખુલતાની સાથે જ ટાટા ગ્રુપની કંપની ટાઇટનનો શેર જબરદસ્ત ઉછળી ગયો હતો. બજાર ખુલ્યું ત્યારે ટાઇટનના શેરનો ભાવ 2569.30 રૂપિયા પર હતો અને 10 મિનિટ પછી સીધો ઉચલીને 2619 રૂપિયા પર પહોંચી ગયો હતો. મતલબ કે 10 મિનિટમાં શેરના ભાવમાં 50 રૂપિયા વધી ગયા હતા. જો કે એ પછી શેરનો ભાવ ઘટ્યો છતા બંધ થવાના સમયે ઉપરના નિશાન પર હતો.

ટાઇટન કંપનીના  2023ના માર્ચ ત્રિમાસિક ગાળાના શેર હોલ્ડીંગ પેટર્ન પર નજર નાંખીએ તો દિવંગત રાકેશ ઝુનઝુનવાલાના પત્ની રેખા ઝુનઝુનવાલા પાસે ટાઇટનના 4,69,45,970 શેરો છે. મતલબ કે તેમની કંપનીમાં 5.29 ટકા હિસ્સેદારી છે. આ પહેલાં ઓકટોબર- ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં રેખા ઝુનઝુનવાલા પાસે 4,58,95,970 શેરો હતા.

રેખા ઝુનઝુનવાલાએ માર્ચ મહિનાના ત્રિમાસિક ગાળામાં ટાઇટન કંપનીના 10.50 લાખ શેરો ખરીદ્યા હતા. હવે શેર હોલ્ડીંગની પેટર્ન મુજબ જોઇએ તો ટાઇટનના શેરનો ભાવ 10 મિનિટમાં 49.70 રૂપિયા વધ્યો. તેની સામે રેખા ઝુનઝુનવાલા પાસેના કુલ શેરો 4,69,45,970 નો ગુણાકાર કરીએ તો 233 કરોડ રૂપિયા થાય છે.

આ મહિનામાં જારી થયેલા ફોર્બ્સના રિપોર્ટમાં 2023 બિલિયોનર્સ લિસ્ટમાં સામેલ થયેલા 16 નવા અબજોપતિમાં રેખા ઝુનઝુનવાલાને પણ સ્થાન મળ્યું છે.

રાકેશ ઝુનઝુનવાલાના અવસાન બાદ માત્ર રેખા ઝુનઝુનવાલા જ તેમનો પોર્ટફોલિયો સંભાળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2002-03માં રાકેશ ઝુનઝુનવાલાએ માત્ર 3 રૂપિયાની સરેરાશ કિંમતે ટાઇટનના શેર ખરીદ્યા હતા, જે 2,619 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે ટાઈટન સ્ટોકનો 52 સપ્તાહનો હાઈ 2,791 રૂપિયા છે. જ્યારે તેનું 52 સપ્તાહનું નીચલું સ્તર 1825.05 રૂપિયા છે.

ટાઇટન કંપની વોચ અને જવેલરી બ્રાન્ડમાં અગ્રણી કંપની તરીકે જાણીતી છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.