Tata Harrierનું EV વર્ઝન સામે આવ્યું, ફ્યુચરિસ્ટિક લૂક, જબરદસ્ત સ્ટાઈલ સાથે રજૂ
જ્યારે ઓટોમેકર્સ તેમના કોન્સેપ્ટ મૉડલ રજૂ કરે છે, ત્યારે આ મૉડલ ક્યારેય ઉત્પાદન માટે તૈયાર સ્તરે પહોંચશે કે નહીં તે અંગે શંકા બની રહે છે. પરંતુ જ્યારે આ જ ખ્યાલ વાસ્તવિકતામાં ફેરવાય છે, ત્યારે દરેક કાર પ્રેમીનું દિલ ખુશ ખુશ થઇ જાય છે. એવું જ કંઈક ટાટા મોટર્સની આગામી ઇલેક્ટ્રિક ઓફરની રાહ જોઈ રહેલા લોકો સાથે પણ થઈ રહ્યું છે. હા, ટાટા મોટર્સે તેની પ્રખ્યાત SUV ટાટા હેરિયરના ઇલેક્ટ્રિક વર્ઝનનું અનાવરણ કર્યું છે, કંપનીએ સોશિયલ મીડિયા પર આ SUVની એક તસવીર પણ પોસ્ટ કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે, ટાટા મોટર્સે છેલ્લા ઓટો એક્સ્પો 2023 દરમિયાન હેરિયર EV કોન્સેપ્ટને વિશ્વ સમક્ષ રજૂ કર્યો હતો. હવે આ SUVને નવા રંગ અને સ્ટાઈલમાં રજૂ કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, આ SUVને આવતા વર્ષ સુધીમાં માર્કેટમાં ઉતારવામાં આવશે અને દરેક વ્યક્તિ તેને ચલાવવાની મજા માણી શકશે. એવું માનવામાં આવે છે કે, કંપનીએ તેની તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે જેથી યુઝર્સની પ્રતિક્રિયા જાણી શકાય.
જ્યારે ઓટો એક્સપોમાં હેરિયર EV કોન્સેપ્ટનું અનાવરણ કરવામાં આવ્યું હતું, ત્યારે કંપનીએ તેને સફેદ રંગમાં દર્શાવ્યું હતું. જો કે, ટાટા મોટર્સે હવે જે જાહેર કર્યું છે તે ડ્યુઅલ-ટોન બ્રોન્ઝ અને વ્હાઇટ થીમ દર્શાવે છે. SUVને ફુલ-પહોળાઈ ચાલતા LED બાર અને એકીકૃત ગ્રિલ સાથે નવી સ્પ્લિટ હેડલેમ્પ ડિઝાઇન મળે છે. જો કે, SUV હજુ પણ મોટાભાગે કોન્સેપ્ટ સ્વરૂપમાં જોવા મળે છે.
રેગ્યુલર પેટ્રોલ હેરિયરની તુલનામાં, કંપની ઇલેક્ટ્રિક વર્ઝનની ડિઝાઇનમાં કેટલાક ફેરફારો કરી રહી છે, જે પછીથી ફેસલિફ્ટ તરીકે કરી શકાય છે. Harrier EVના લોન્ચ સમયે, ટાટા મોટર્સે પુષ્ટિ કરી હતી કે, તે ઓલ-વ્હીલ ડ્રાઇવ કન્ફિગરેશન સાથે ડ્યુઅલ ઇલેક્ટ્રિક મોટર સેટઅપથી સજ્જ હશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે ઇલેક્ટ્રિક SUV વાહન-થી-લોડ (V2L) અને વાહન-થી-વાહન (V2V) ચાર્જિંગ સુવિધાથી સજ્જ હશે.
વ્હીકલ-ટુ-લોડ (V2L) એટલે કે તમે આ SUVની પાવરફુલ બેટરી વડે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અથવા ડિવાઇસને પણ ચાર્જ કરી શકો છો, જેમ કે અગાઉ હ્યુન્ડાઈની લક્ઝરી ઈલેક્ટ્રિક કારમાં જોવા મળ્યું હતું. આ સિવાય વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V)માં તમને એવી સુવિધા મળે છે કે તમે અન્ય ઇલેક્ટ્રિક વાહનોને પણ ચાર્જ કરી શકો છો.
ટાટા મોટર્સે હજુ સુધી Harrier EVની ચોક્કસ વિશિષ્ટતાઓ જાહેર કરી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે SUV લગભગ 400-500 Kmની ડ્રાઇવિંગ રેન્જ ઓફર કરી શકે છે. તે આગામી મહિન્દ્રા XUV700 ઈલેક્ટ્રિક સાથે સીધી સ્પર્ધા કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp