વંદે ભારત એક્સપ્રેસ પર ટાટાએ કહી દીધી દિલ તોડનારી વાતો, જાણો શું છે મામલો

PC: livemint.com

મીડિયામાં સમાચાર સામે આવ્યા હતા કે ટાટા સ્ટીલ વંદે ભારત એક્સપ્રેસનું નિર્માણ કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, કંપની આગામી એક વર્ષમાં 22 ટ્રેનોનું નિર્માણ કરશે. તેને લઈને ટાટા સ્ટીલ અને ભારતીય રેલવે વચ્ચે એક ડીલ પર હસ્તાક્ષર પણ થઈ ગયા છે. તેનાથી બિહાર, ઝારખંડ, ઓરિસ્સા અને ઘણા બીજા રાજ્યોના લોકોમાં આશા જાગી કે, હવે જલદી જ તેમને નવી નક્કોર વંદે ભારત ટ્રેનમાં બેસવાનો ચાંસ મળશે, પરંતુ ટાટા સ્ટીલે દિલ તોડનારી વાત કહી છે.

કંપનીનું કહેવું છે કે, તે વંદે ભારત ટ્રેનના કોચ કે ડબ્બા નહીં બનાવે, પરંતુ તેને સીટ અને આંતરિક પેનલ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. 225 કરોડ રૂપિયાના આ ઓર્ડર હેઠળ કંપની વંદે ભારત ટ્રેનના 23 ડબ્બા માટે સામાન્ય સીટો અને 16 ડબ્બા માટે ફાઈબરથી લેસ પોલીમર કમ્પોઝિટ આધારિત આંતરિક પેનલનો પુરવઠો કરશે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે, તેને રેલવે તરફથી વંદે ભારત ટ્રેનની સીટો અને આંતરિક પેનલ્સનો ઓર્ડર મળ્યો છે. આ ટ્રેનના કોચ કે ડબ્બા બનાવવાનો ઓર્ડર નથી.

ટાટા સ્ટિલ્સના ટેક્નિકલ અને નવી સામગ્રી બિઝનેસ વિભાગના અધ્યક્ષ દેવાશિષ ભટ્ટાચાર્યએ કહ્યું કે, ટાટા સ્ટીલ 225 કરોડ રૂપિયાના ઓર્ડર હેઠળ વંદે ભારત રેલના 23 ડબ્બા માટે સામાન્ય સીટો અને 16 ડબ્બા માટે ફાઈબરથી લેસ પોલીમર કમ્પોઝિટ આધારિત આંતરિક પેનલનો પુરવઠો પૂરો પાડશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટાટા સ્ટીલને વંદે ભારત રેલના ડબ્બા બનાવવાનો ઓર્ડર મળ્યો છે, જે ખોટો અને નિરાધાર છે. અમે ડબ્બાનું ડિસઇન્વેસ્ટમેન્ટનો ઓર્ડર મળ્યો નથી. તેમણે કહ્યું કે, ટાટા સ્ટીલ કોન્ટ્રાક્ટની આખી પ્રક્રિયાથી પસાર થયા બાદ આ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર 225 કરોડ રૂપિયાનો હતો. દેશમાં અત્યારે 10 વંદે ભારત ટ્રેન ચાલી રહી છે.

11મી ટ્રેન દિલ્હીથી અજમેર અને 12મી ટ્રેન ચેન્નાઈથી કોયમ્બતુર વચ્ચે ચાલી શકે છે. દેશના ઘણા રાજ્યોમાં અત્યાર સુધી એક પણ વંદે ભારત એક્સપ્રેસ ચલાવી શકાય નથી. તેનું કારણ એ છે કે દેશમાં આ ટ્રેનોને બનાવવાની સ્પીડ ખૂબ ઓછી છે. સંસદની એક સમિતિએ વંદે ભારત ટ્રેનોના ઉત્પાદનની સ્પીડ પર અપ્રસન્નતા વ્યક્ત કરતા હાલમાં કહ્યું હતું કે વર્ષ 2023 મતે 35 રેક તૈયાર કરવાના લક્ષ્યની તુલનામાં માત્ર 8 રેકનું નિર્માણ કરી શકાયુ છે. એટલે જ્યારે આ કામ ટાટા સ્ટીલને સોંપવાના સમાચાર આવ્યા તો લોકોને જલદી વંદે ભારત ટ્રેન મળવાની આશા જાગી. બિહાર-ઝારખંડ સહિત ઘણા રાજ્યોને અત્યાર સુધી વંદે ભારત ટ્રેન મળી શકી નથી, પરંતુ કંપનીએ આ સમાચારોનું ખંડન કર્યું છે.

અત્યારે માત્ર ચેન્નાઇના ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં વંદે ભારતના કોચ બનાવવામાં આવી રહ્યા છે. સરકારે દેશની આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 75 વંદે ભારત ટ્રેન ચલાવવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ જે સ્પીડથી ટ્રેન બની રહી છે, તેનાથી આ લક્ષ્યને હાંસલ કરી શકવું મુશ્કેલ લાગી રહ્યું છે. સરકારનું લક્ષ્ય અગાળ સ્લીપર વંદે ભારત ટ્રેન ચલાવવાનું પણ છે. તેને રાજધાની એક્સપ્રેસના રુટ પર ચલાવવામાં આવશે. અત્યારે તે શતાબ્દી એક્સપ્રેસના રુટ પર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp