TCS પછી ટાટા સ્ટીલે પણ 38 કર્મચારીઓને બહારનો દરવાજો બતાવી દીધો

PC: timesnownews.com

દેશની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની ટાટા સ્ટીલે કંપનીના નિયમોની વિરુદ્ધમાં ચાલતા 38 કર્મચારીઓને બહારનો રસ્તો બતાડી દીધો હતો. આ પહેલાં ટાટા ગ્રુપની કંપની TCSમાં પણ કર્મચારીઓને કાઢી મુકાયા હતા.

ટાટા ગ્રુપની કંપની TCSએ કંપનીમાં કૌભાંડ કરનારા અધિકારીઓને નોકરીમાંથી  તાજેતરમાં જ કાઢી મુક્યા હતા, હવે ટાટા સ્ટીલે પણ એક મોટું પગલું ભરીને 38 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે.ટાટા સ્ટીલના ચેરમેન એન. ચંદ્રશેખરને કંપનીની વાર્ષિક સાધારણ સભામાં આ માહિતી આપી હતી.આ કર્મચારીઓની સામે પદનો દુરપયોગ, વ્યકિતગત ફાયદા માટે નિર્ણય એને કોન્ટ્રેક્ટ મેનેજમેન્ટ એગ્રીમેન્ટના ઉલ્લંઘ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી.

કંપનીને આ કર્મચારીઓ વિરુદ્ધ વ્હિસલ બ્લોઅર્સ તરફથી ફરિયાદો મળી હતી. આ 38 કર્મચારીઓમાંથી 35ને અનૈતિક વ્યવહાર અને ત્રણને જાતીય ગેરવર્તણૂક બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે ટાટા સ્ટીલને છેલ્લા નાણાકીય વર્ષ 2022-23માં 875 ફરિયાદો મળી હતી. જેમાં 158 વ્હીસલ બ્લોઅરની હતી, 48 સુરક્ષા સંબંધિત હતી, 669 એચઆર સંબંધિત હતી અને કેટલીક ફરિયાદો આચરણ સંબંધિત હતી. એન ચંદ્રશેખરને કહ્યું કે વધુ ફરિયાદો મેળવવી એ ખોટી વાત નથી કારણ કે તે કંપનીના ઓપન કલ્ચરને દર્શાવે છે. તેમણે કહ્યું કે અહીં કર્મચારીઓને તેમની ફરિયાદ નોંધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

અગાઉ ટાટા કન્સલ્ટન્સી સર્વિસે લાંચ લઈને ભરતી કૌભાંડમાં સંડોવાયેલા કર્મચારીઓ સામે મોટી કાર્યવાહી કરી હતી. TCSએ 6 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા.તેમજ ભરતીમાં સામેલ છ બિઝનેસ એસોસિયેટ ફર્મ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. એન ચંદ્રશેખરન દ્વારા TCSના કર્મચારીઓ સામે લેવાયેલી કાર્યવાહી પણ AGMમાં શેર કરવામાં આવી હતી.

ટાટા સ્ટીલના ચેરમેન એન. ચંદ્રશેખરને શેરહોલ્ડર્સ સાથે વાત કરતા કહ્યું હતું કે, 6 કર્મચારી એવા હતા જેમનું આચરણ નૈતિકતાની વિરુદ્ધમાં હતું. 6 બિઝનેસ એસોસિયેટ્સ પેઢી પર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે અને 3 કર્મચારીઓ સામે તપાસ ચાલી રહી છે.

TCS નબળાઈઓ અને ખામીઓ માટે સમગ્ર બિઝનેસ એસોસિયેટ સપ્લાય મેનેજમેન્ટ પ્રક્રિયાની સમીક્ષા કરશે. અને તે સુનિશ્ચિત કરશે કે આવી ઘટનાઓ ફરીથી ન બને. જો કે દેશના સૌથી જૂના ઉદ્યોગ ગૃહમાં એક પછી એક આવી ઘટનાઓ ચિંતાજનક છે.

ટાટા સ્ટીલ એ ભારતની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓમાંની એક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp