1 દિવસનો પગાર હતો 9.5 લાખ રૂપિયા, નોકરી છોડી તો થવા માંડી ચર્ચા

દેશ અને દુનિયાની દિગ્ગજ ટેક્નોલોજીની કંપનીના CEO સહિત મોટા અધિકારીઓની સેલેરી કરોડોમાં હોય છે અને મોટાભાગે તેઓ પોતાની પોસ્ટ અને સેલેરીને લઈને ચર્ચામાં રહે છે. આજે અહીં એક એવા જ ટોપ લેવલના ઓફિસર વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ દરરોજ આશરે સાડા નવ લાખ રૂપિયા કમાય છે. ખાસ વાત એ છે કે, હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ આ વ્યક્તિ આજે ટેક્નોલોજી સેક્ટરની કંપનીમાં પોતાની પ્રતિભાથી પ્રભાવિત કરી ચુક્યા છે.

અહીં વાત કરવામાં આવી છે ટેક મહિન્દ્રાના બનનારા નવા MD અને CEO મોહિત જોશીની. Infosys માં 22 વર્ષ સુધી મહત્ત્વની જવાબદારી નિભાવ્યા બાદ મોહિત જોશી હવે ટેક મહિન્દ્રાની સાથે નવી જર્ની શરૂ કરશે. તેઓ વર્તમાન MD અને CEO સીપી ગુરનાનીની જગ્યા લેશે. તમે પણ તેમના વિશે માહિતી જાણી લો.

મોહિત જોશીની લોકપ્રિયતા અને પ્રતિભાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, જેવા એ સમાચાર આવ્યા કે તેમને ટેક ઈન્ડિયામાં MD અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, ત્યારબાદ ટેક મહિન્દ્રાના શેરમાં આજે ઈન્ટ્રાડેમાં જબરદસ્ત તેજી આવી અને આ શરૂઆતી કારોબારમાં 8 ટકા સુધી ચઢી ગયો. મોહિત જોશી 2 દાયકાથી એન્ટરપ્રાઈઝ ટેક્નોલોજી સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેક્ટરમાં પોતાની સેવા આપી રહ્યા છે.

તેઓ છેલ્લાં 22 વર્ષોથી ઈન્ફોસિસ સાથે જોડાયેલા રહ્યા. આ દરમિયાન મોહિત જોશીએ બેંકિંગ પ્લેટફોર્મ, આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ/ ઓટોમેશન પોર્ટફોલિયો, સેલ્સ ઓપરેશન્સ, ટ્રાન્સફોર્મેશન, સીઈઓ ફંક્શન અને ઈન્ફોસીસ નોલેજ ઈન્સ્ટીટ્યૂટનું નેતૃત્વ કર્યું. તેમજ, ઈન્ફોસિસ પહેલા તેમણે એએનઝેડ ગ્રિડલેઝ અને એબીએન એમરો બેંક જેવા દુનિયાના કેટલાક મોટા નિગમો માટે કામ કર્યું.

વર્ષ 2021માં મોહિતની સેલેરી 15 કરોડ રૂપિયાથી વધીને 34 કરોડ રૂપિયા થઈ ગઈ. ઈન્ફોસિસ ફાઇલિંગ અનુસાર, તેમને વર્ષ 2021-2022માં 348995497 રૂપિયા (34.89 કરોડ રૂપિયા)નું વળતર મળ્યું. તેનો મતલબ છે કે, તેમણે દરરોજ 9.5 લાખ રૂપિયાની કમાણી કરી. પોતાના કરિયર દરમિયાન મોહિતે એશિયા, અમેરિકા અને યૂરોપીય દેશોમાં કામ કર્યું છે. તેમને 2014માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં યંગ ગ્લોબલ લીડરના રૂપમાં પસંદ કરવામાં આવ્યા હતા.

મોહિત જોશીએ પોતાનું સ્કૂલનું શિક્ષણ દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાંથી પૂર્ણ કર્યું. ત્યારબાદ તેમણે દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી હિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું. તેમણે અમેરિકાની હાર્વર્ડ કેનેડી સ્કૂલમાંથી ગ્લોબલ લીડરશિપ અને પબ્લિક પોલિસી પર પણ અધ્યયન કર્યું.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.