18 વર્ષની છોકરીએ એક મહિનામાં આ રીતે કરી 40 લાખની કમાણી

18 વર્ષની એક છોકરી, જે પહેલા McDonaldમા કામ કરતી હતી, હવે તે eBay પર ટ્રેન્ડી પ્રોડક્ટ્સને વેચીને ભવ્ય જીવન જીવી રહી છે. તે કરોડો રૂપિયાનો નફો કમાઈ રહી છે અને આગળ વધુ એક બિઝનેસ સેટ કરવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નની રહેવાસી ઓલિવિયા પેર્કોકોએ વર્ષ 2020મા કોવિડના આવ્યા પહેલા eBay store લોન્ચ કર્યું હતું, પરંતુ મિડ 2021મા તેના ઓનલાઈન બિઝનેસને વેગ મળ્યો હતો.
ડેઇલી મેલ ઓસ્ટ્રેલિયા સાથેની વાતચીતમાં ઓલિવિયાએ કહ્યું કે તે 'dropshipping' બિઝનેસ મોડલનો ઉપયોગ કરે છે. જેમાં કોઈપણ પ્રોડક્ટને મેન્યૂફેક્ચરથી સીધા ગ્રાહક સુધી પહોંચાડવાનું હોય છે, કોઈપણ જાતના રિટેલરના રોલ વગર.
ઓલિવિયાએ દાવો કર્યો છે કે, આ બિઝનેસ દ્વારા તેણે બે વર્ષમાં આશરે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ દરમિયાન એક મહિનો એવો પણ હતો જેમાં તેણે આશરે 40 લાખ રૂપિયાની કમાણી કરી હતી. ત્યારે તેણે સોશિયલ મીડિયા પર તે પ્રોડક્ટને ટ્રેક કરી જે સૌથી વધુ ડિમાન્ડમાં રહી હતી.
પહેલા McDonaldમાં કર્યું કામ
વાસ્તવમાં, કોવિડ લોકડાઉન દરમિયાન ઓલિવિયાએ ફ્રી ટાઇમમાં ડ્રોપશિપિંગ વિશે યૂટ્યૂબ વીડિયોઝ દ્વારા શીખ્યું હતું. ઓનલાઇન સ્ટોર લોન્ચ કર્યા પહેલા તે McDonaldમા કામ કરતી હતી. ઓલિવિયાએ કહ્યું McDonaldમા કામ કરવું મને જરા પણ પસંદ નહોતું. ત્યાં મને મજા આવતી નહોતી, તે માટે મેં ઓનલાઇન પૈસા કેવી રીતે કમાવવા તે વિશે google કર્યું અને મને ડ્રોપશિપિંગ વિશે જાણવા મળ્યું.
શરૂઆતમાં ઓલિવિયાએ પોપ્યુલર e-commerce પ્લેટફોર્મ Shopifyને ટ્રાય કરી પરંતુ સેલ્સથી તે સંતુષ્ટ નહોતી. ત્યારબાદ તેણે eBayને ટ્રાય કર્યું. ઓલિવિયાએ પોતાના બિઝનેસને એક કેટેગરી સુધી જ સીમિત નથી રાખ્યું અને તેણે ઘણી કેટેગરીના પ્રોડક્ટને વેચ્યા.
ભવ્ય જિંદગી જીવી રહી છે ઓલિવિયા
ઓલિવિયાએ ebay પ્લેટફોર્મને આ માટે સિલેક્ટ કર્યું, કારણ કે તે તેને વિશ્વાસપાત્ર માને છે. તેનું માનવું છે કે દુનિયાના અલગ-અલગ સ્થળોના લોકો મોટી સંખ્યામાં આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. આ બિઝનેસના કારણે ઓલિવિયા એક ભવ્ય જિંદગી જીવી રહી છે. તે ડિઝાઇનર બેગ્સ ખરીદે છે, બિઝનેસ ક્લાસની ટિકિટ લઈને તે વિદેશમાં ફરે છે અને ફેન્સી રેસ્ટોરામાં ખાવાનું ખાય છે. ભવિષ્યમાં ઓલિવિયા એક બીજો નફાકારક બ્રાન્ડેડ બિઝનેસને ઉભો કરવા માંગે છે. તે યુનિવર્સિટીમાં માર્કેટિંગનો અભ્યાસ કરવાનું પણ વિચારી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp