રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપની પર ભરોસો બતાવ્યો, જાણો શું છે ખાસ?

PC: zeebiz.com/market-news/ne

રાકેશ ઝુનઝુનવાલાએ જૂન 2022 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઘણા શેર વેચ્યા છે અને નવી કંપનીમાં રોકાણ પણ વધાર્યું છે. ઝુનઝુનવાલા ભવિષ્યની વ્યૂહરચના બનાવીને કોઈપણ કંપનીમાં રોકાણ કરે છે, તેમણે કઈ કંપનીમાં રોકાણ કર્યું છે અને જો તમે તેમાં રોકાણ કરો તો કમાવાના ચાન્સ કેટલા છે?

એસ્કોર્ટ કુબોટા પ્રાઇવેટ લિમિટેડ જે ખેતી સંબંધિત સામાનનું ઉત્પાદન કરે છે. ડિસેમ્બર 2021ના સમયગાળામાં ઝુનઝુનવાલાની પાસે આ કંપનીના 5 ટકા શેર હતા, જેની કિંમત લગભગ 300 કરોડ છે.

જ્યારથી મેટલ અને ક્રૂડ ઓઈલના ભાવ સુધર્યા છે અને આ વર્ષે ચોમાસું પણ સારું રહેવાનું છે. જેના કારણે કૃષિ માલની માંગમાં વધારો થશે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે એસ્કોર્ટ કુબોટાના શેર આવનારા સમયમાં નફાકારક સોદો બની શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને ઝુનઝુનવાલાએ આ કંપનીમાં રોકાણ વધાર્યું છે.

 9 જૂન, 2022થી કંપનીનું નામ Escorts Limitedથી Escorts Kubota Limited કરવામાં આવ્યું હતું.જાપાનના કુબોટા કોર્પોરેશને નવા ઇક્વિટી શેરમાં સબ્સ્ક્રાઇબ કરીને અને એસ્કોર્ટ્સના જાહેર શેરધારકોને ખુલ્લી ઓફર દ્વારા એસ્કોર્ટ્સમાં તેનો હિસ્સો વધારીને 44.8 ટકા કર્યો તેના પગલે નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

રાકેશ ઝુનઝુનવાલાએ આ કંપનીઓના શેરો વેચી દીધા છે.

માર્ચ 2022માં નેશનલ એલ્યુમિનિયમ કંપનીની 2.50 લાખ ઈક્વિટી ઝુનઝુનવાલા પાસે હતી પરંતુ ઝુનઝુનવાલાએ હવે આ કંપનીના તમામ શેર વેચી દીધા છે. યુદ્ધ બાદ મેટલ કંપનીની આવક પર અસર પડી છે.

ઝુનઝુનવાલાએ ઈન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટમાં તેમનું રોકાણ પણ સમાપ્ત કર્યું છે. માર્ચ 2022માં આ કંપનીના લગભગ 50 લાખ શેર ઝુનઝુનવાલાએ ખરીદ્યા હતા. અહીંથી રોકાણ સમાપ્ત કરવાનું મુખ્ય કારણ એ હોઈ શકે છે કે કંપનીએ ડિસેમ્બર 2021માં 87 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું હતુ, ત્યારથી કંપની દબાણનો સામનો કરી રહી છે.

ડેલ્ટા કોર્પ, જેણે જૂન 2022 ક્વાર્ટરમાં રૂ. 57 કરોડનો નફો કર્યો હતો, તે ઓનલાઈન ગેમિંગ પર GST અને કેસિનો પરના નિયંત્રણોને કારણે પણ દબાણમાં છે.ઝુનઝુનવાલાએ ટીવી18 બ્રોડકાસ્ટમાં તેમનું રોકાણ પણ ઘટાડી દીધું છે. તાજેતરમાં જ ચેનલે IPL પ્રસારણના ડિજિટલ અધિકારો ખરીદ્યા હતા.

આ સિવાય ઝુનઝુનવાલાએ નાગાર્જુન કન્સ્ટ્રક્શન કંપની, નઝારા ટેક્નોલોજી, ટાટા મોટર્સ, ઈન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ, ડીબી રિયલ્ટી લિમિટેડ, ઓટોલાઈન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં રોકાણમાં 0.1 ટકાથી ઓછો ઘટાડો કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp