PM મોદીએ જો બાઇડનના પત્નીને ભેટમાં આપેલો લેબગ્રોન ડાયમંડ સુરતમાં બન્યો છે

PC: newsmobile.in

અમેરિકાની યાત્રા પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડન અને તેમના પત્ની જીલ બાઇડનને ભારતીય સંસ્કૃતિને અનુરૂપ અનેક વસ્તુઓ ભેટમાં આપી છે, પરંતુ તેમણે જો બાઇડનના પત્ની જીલ બાઇડનને જે ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે તેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાની ફર્સ્ટ લેડીને આપવામાં આવેલો આ ડાયમંડ સુરતને એક જાણીતા ડાયમંડ ઉદ્યોગકારે તેમની ફેકટીરમાં તૈયાર કર્યો હતો. આ લેબગ્રોન ડાયમંડ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જીલ બાઇડનને 7.5 કેરેટનો પોલિશ્ડ ડાયમંડ ભેટમાં આપ્યો છે તે સુરતની ગ્રીન લેબ ડાયમંડ દ્રારા લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવ્યો છે.ગ્રીન લેબ ડાયમંડના માલિકનું નામ મુકેશ પટેલ છે અને તેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના હોવાનું માનવામાં આવે છે. તેમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની તસ્વીર પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ  રહી છે.

કેમિકલ અને એડવાન્સ ટેક્નોલોજીની મદદથી લેબમાં તૈયાર કરવામાં આવેલો હીરા બિલકુલ નેચરલ ડાયમંડ જેવો છે. ફેક્ટરીમાં તેને બનાવવા માટે સોલાર અને ગ્રીન એનર્જિનો ઉપયોગ કરવામાં આવે છે. તે પર્યાવરણને અનુકૂળ પણ છે. જોકે, જીલ બાઇડનને ભેટમાં આપવામાં આવેલા હીરાની કિંમત જાહેર કરવામાં આવી નથી.

અમેરિકાના ફર્સ્ટ લેડી જીલ બાઇડનને જે ગ્રીન ડાયમંડ ભેટમાં આપવામાં આવ્યો છે તેને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોકસાઇ અને કાળજી સાથે કટીંગ પોલીશીંગ કરવામાં આવ્યો છે. આ ખાસ ગ્રીન ડાયમંડ માત્ર 0.028 ગ્રામ કાર્બન ઉત્સર્જન કરે છે. આ સાથે તે 4Cs- કટ, કલર, કેરેટ અને ક્લેરિટી દ્વારા શ્રેષ્ઠતા માટે વપરાય છે. આ ખૂબ જ દુર્લભ હીરો છે અને તે લાંબા સમય સુધી રેડિયો એક્ટીવ અને એટોમિક રેડિએશનના વધારે દિવસના સંપર્કમાં રહ્યા બાદ બનાવવામાં આવ્યો છે.

ડાયમંડ વેપારી મુકેશ પટેલના પુત્ર સ્મિત પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, અમારી ફેકટરીમા બનેલો ગ્રીન ડાયમંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા અમેરિકાના ફર્સ્ટ લેડીને ભેટમાં આપવાની વાત અમારા માટે અને આખા દેશ માટે ગર્વની છે. આ હીરાને દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી માટે તૈયાર કરવામાં આવ્યો હતો.

ડાયમંડ ઉદ્યોગમાં નેચરલ ડાયમંડની સાથે સાથે હવે લેબગ્રોન ડાયમંડનું માર્કેટ પણ ખાસ્સું મોટું થઇ રહ્યું છે અને પ્રધાનમંત્રી દ્રારા લેબગ્રોન ડાયમંડ ભેટ આપવાની વાત હીરાઉદ્યોગ માટે પ્રોત્સાહક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp