કોરોનાના કેસ અને ગ્લોબલ ફેક્ટર્સથી નક્કી થશે બજાર ચાલ, જાણો એક્સપર્ટ શું કહે છે

PC: business-standard.com

ઉથલ પાથલ અને મિક્સડ ગ્લોબલ સેન્ટીમેન્ટ વચ્ચે 30મી ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા 2022ના અંતિમ સપ્તાહમાં બજારે સારી રિકવરી નોંધાવી છે. FMCG અને હેલ્થકેરને છોડીને વધારે પડતા સેક્ટરોમાં તેજી જોવા મળી છે. આ દરમિયાન BSE સેન્સેક્સ લગભગ 1000 પોઇન્ટ ચઢીને 60841 પર અને નિફ્ટી 50 લગભગ 300 પોઇન્ટ ઉછળીને 18105ના સ્તર પર બંધ આવ્યું છે.

બજારે ગયા સપ્તાહમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. નિફ્ટી મિડકેપ 100માં 4.5 ટકા અને સ્મોલકેપ 100 ઇન્ડેક્સમાં 6 ટકાનો ઉછાળો આવ્યો. NSE પર સેક્ટોરલ ઇન્ડેક્સમાં, નિફ્ટી PSU બેન્કમાં સારી તેજી જોવા મળી અને આ સપ્તાહમાં 11 ટકા ચઢી ગયું. ત્યાર બાદ મેટલ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો, બેન્ક અને એનર્જી સેક્ટર પર સ્થાન રહ્યું.

વ્યાપક આર્થિક આંકડાની ઘોષણા, ચીનમાં કોવિડની સ્થિતિ અને વૈશ્વિક સેન્ટિમેન્ટથી આ સપ્તાહમાં ઘરેલુ શેર બજારની દિશા નક્કી થશે. તે સિવાય, બજાર રૂપિયાની ચાલ, કાચા તેલની કિંમતો અને વિદેશી રોકાણના સેન્ટિમેન્ટ પર પ્રભાવિત હશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે, ઉથલ પાથલ અને રેન્જબાઉન્ડ ટ્રેન્ડ જે આપણને ગયા ચાર સપ્તાહોમાં જોવા મળ્યો છે, તે 2023ના પહેલા સપ્તાહમાં પણ જારી રહી શકે છે. આ સપ્તાહ FOMC મિનિટ, માસિક ઓટો સેલ્સ અને મેક્રો ઇકોનોમિક ડેટાથી બજાર પ્રભાવિત થઇ શકે છે.

આ સપ્તાહમાં ગુરુવારના રોજ ફેડરલ ઓપન માર્કેટ કમિટીની મીટિંગ થશે., જે ગ્લોબલ ઇનવેસ્ટર્સ માટે મહત્વની છે. અમેરિકન ફેડરલ રિઝર્વે 14મી ડિસેમ્બરના રોજ વ્યાજ દરને 50 બેસિસ પોઇન્ટ વધારીને 4.25થી 4.5 ટકા કર્યો, જે પાછલા 15 વર્ષોમાં ઉચ્ચતમ છે. અધિકારીઓએ સંકેત આપ્યો છે કે, રેટ હાઇક 2023માં પણ ચાલુ રહી શકે છે.

ડિસેમ્બર માટે S&P ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ PMIના અંકડા સોમવારે જારી થશે. જ્યારે, S&P ગ્લોબલ સર્વિસિઝ PMI અને ડિસેમ્બર માટે કોમ્પોઝિટ PMIનો ખુલાસો બુધવારે કરવામાં આવશે. નવેમ્બર મહિનામાં મેન્યુફેક્ચરિંગ PMI ગયા મહિને 55.3થી વધીને 55.7ના 3 મહિનાના ઉચ્ચ સ્તર પર પહોંચી ગયું છે. એક ઓર્ડરમાં વિસ્તાર અને માગના લાચીલેપણના કારણે નિકાસને પ્રોત્સાહન મળ્યું છે. નવેમ્બર મહિનામાં સર્વિસિઝ PMI ઓક્ટોબરના 55.1થી વધીને 56.4 થઇ ગયું છે, જે સર્વિસિઝમાં ઝડપથી વધારાનો સંકેત આપે છે. સાથે જ 30મી ડિસેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ માટે ફોરેન એક્સચેન્જ રિઝર્વ શુક્રવારે જારી કરવામાં આવશે.

ઓટો સ્ટોક્સ ફોકસમાં રહેશે કારણ કે, કંપનીઓ ડિસેમ્બરના પોતાના માસિક વેચાણના આંકડા નવા વર્ષ પહેલા સપ્તાહમાં જારી કરશે. એક્સપર્ટ્સે કહ્યું કે, પેસેન્જર વ્હીકલ અને કોમર્શિયલ સેલ્સ સેગમેન્ટમાં વૃદ્ધિ જારી રહેવાની આશા છે, પણ તહેવારની સીઝન પછી ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો ડિસેમ્બરમાં જારી રહી શકે છે.

પેકેજિંગ સોલ્યુશન પ્રોવાઇડ કરાવનારી કંપની સાહ પોલીમર્સના IPOમાં 4થી જાન્યુઆરી સુધી રોકાણ કરવામાં આવી શકે છે. તેના માટે પ્રાઇસ બેન્ડ 61.65 રૂપિયા પ્રતિ શેર છે. IPOની સાઇઝ 65 કરોડ છે. પહેલા દિવસે 86 ટકા સબ્સ્ક્રિપ્શન મળી ચૂક્યું છે. 4થી જાન્યુઆરીના રોજ રેડિયન્ટ કેશ મેનેજમેન્ટ સર્વિસિઝનું લિસ્ટિંગ પણ થશે. તેને ફક્ત 53 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું.

એક બજાર નિષ્ણાંત અનુસાર, નિકટના ભવિષ્ટમાં 2024ની ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ, ચોથા ક્વાર્ટરના પરિણામ અને મંથલી ઓટો સેલ્સના આંકડા જેવી પ્રમુખ ઘટનાઓ છે. જેનાથી બજાર જાન્યુઆરી 2023માં પ્રભાવિત થશે. માર્કેટ એનાલિસ્ટ અનુસાર આ વર્ષે ભારતીય બજાર ઘરેલુ અને વૈશ્વિક કારકોથી પ્રભાવિત થશે, જેમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અને સામાન્ય બજેટમાં નીતિગત પહેલ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp