
ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઇઝીસ FPOને પાછો ખેંચી લેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. પરંતુ આ FPOને સફળ કરવામાં પણ ખેલ થયો હોવોનો હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો છે. અદાણી એન્ટપ્રાઇઝીસના FPOને સફળ બનવવા માટે 2 આરોપીઓ કંપનીઓએ મહત્ત્વની ભૂમિકા નિભાવી હોવાનું કહેવામાં આવ્યું છે.
ગૌતમ અદાણીએ બુધવારે જ અદાણી એન્ટરપ્રાઇઝિસનો FPO પાછો ખેંચવાની જાહેરાત કરી હતી. અદાણી એન્ટરપ્રાઇઝનો FPO સફળ રહ્યા પછી પણ, ગૌતમ અદાણી ગ્રુપે તેને પાછું ખેંચવા વિશે જણાવ્યું હતું કે તેઓ રોકાણકારોને સંભવિત નુકસાન ટાળવા માગે છે. ત્યારથી એવા સવાલો ઉઠી રહ્યા હતા કે શું ગૌતમ અદાણી ગ્રુપે અદાણી એન્ટરપ્રાઈઝના FPOને સફળ બનાવવા માટે કોઈ ખેલ કર્યો હતો?
હવે આ વાતના પુરાવા મળી ગયા છે કે અદાણી એન્ટરપ્રાઇઝીસના FPOને સફળ બનાવવા માટે હિંડનબર્ગના રિપોર્ટમાં સામે આવેલી બે આરોપી કંપનીઓએ મુખ્ય ભૂમિકા ભજવી છે. હિંડનબર્ગના રિપોર્ટમાં આશંકા દર્શાવવામાં આવી હતી કે આ બંને કંપનીઓને અદાણી સાથે સંબંધ છે, એટલે આ બંને કંપનીઓએ FPOને સફળ કરવામાં પુરુ જોર લગાવ્યું હતું.
હિંડનબર્ગના રિપોર્ટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે આ બંને કંપનીઓએ અદાણી ગ્રુપના હિસાબી ગોટાળા અને સ્ટોક માર્કેટ મેન્યુપ્લેશનમાં મદદ કરી હતી. એ વાતના પુરાવા મળી ચૂક્યા છે કે અદાણી એન્ટરપ્રાઇઝીસની 2.5 અરબ ડોલર ઓફર સેલમાં આ બંને કંપનીઓએ સક્રીય ભૂમિકા નિભાવી હતી.
લંડન સ્થિત ઈન્વેસ્ટમેન્ટ ફર્મ ઈલારા કેપિટલની પેટાકંપની ઈલારા કેપિટલ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, અને ભારતમાં બ્રોકરેજ ફર્મ મોનાર્ક નેટવર્થ કેપિટલ, અદાણી એન્ટરપ્રાઈઝના FPO માટે શોર્ટલિસ્ટ કરાયેલા 10 અંડરરાઈટર્સમાં સામેલ હતા.
ઈલારા કેપિટલનું ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટી ફંડ એક ઓફશોર વ્હિકલ છે જેના અદાણી ગ્રુપની કંપનીઓમાં 3 અરબ ડોલરના શેર છે. આ ફંડ વાસ્તવમાં અદાણી ગ્રુપની સ્ટોક પાર્કિંગ એન્ટિટીની જેમ કામ કરે છે. હિંડનબર્ગ રિસર્ચે પોતાના રિપોર્ટમાં આ આરોપ લગાવ્યો છે.
ભારતની બ્રોકરેજ કંપની મોનાર્ક નેટવર્થ કેપિટલ અદાણી પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડની આશિંક હિસ્સેદારી વાળી કંપની છે. હિંડનબર્ગના રિપોર્ટમાં કહેવાયું છે કે અલબુલા નામનું એક ઓપ્શન ફંડ પણ અદાણીની પ્રોક્સી કંપની છે જેમાં મોનાર્કની 10 ટકા હિસ્સેદારી છે.
અદાણીના ઓફર સ્ટેટમેન્ટમાં જણાવ્યા મુજબ ઇલારા કેપિટલની ડ્રાફટીંગ અને પબ્લિસીટી મટીરીયલ્સને મંજૂરી આપવાની જવાબદારી હતી. જ્યારે મોનાર્ક પાસે નોન ઇન્સ્ટીયૂશનલ રોકાણકારો માટેની માર્કેટીંગની જવાબદારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp